ગરમીના કારણે 108 ઇમરજન્સી કોલમાં ધરખમ વધારો, મે મહિનામાં કુલ 1431 કોલ નોંધાયા

ગરમીના કારણે 108 ઇમરજન્સી કોલમાં ધરખમ વધારો થયો છે. છેલ્લા ત્રણ દિવસમાં ઇમરજન્સી કોલમાં 100 ટકાનો વધારો થયો છે. સમગ્ર ગુજરાતમાં મે મહિનામાં કુલ 1431 કોલ નોંધાયા છે. સમગ્ર ગુજરાતમાં ગરમીને લાગતા કેસોમાં 31 ટકાનો વધારો થયો છે.

image
X
અમદાવાદમાં ગરમીના કારણે 108 ઇમરજન્સી કોલમાં ધરખમ વધારો થયો છે....જેમાં છેલ્લા ત્રણ દિવસમાં ઇમરજન્સી કોલમાં 100 ટકાનો વધારો થયેલો જોવા મળી રહ્યો છે...સમગ્ર ગુજરાતમાં મે મહિનામાં કુલ 1431 કોલ નોંધાયા છે..તેમજ સમગ્ર ગુજરાતમાં ગરમીને લાગતા કેસોમાં 31 ટકાનો વધારો છે..ત્યારે લૂ લાગવી , માથું દુખવું , ઉલટી થવાના ઇમરજન્સી કેસમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે...

ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી ગરમીનો પારો વધતો જઇ રહ્યો છે. ગુજરાતમાં સુરેન્દ્રનગર અને ડીસામાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં પણ 42 ડિગ્રી કરતા વધુ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગરમીનું પ્રમાણ વધશે. ત્યારે ગામીના લીધે રાજ્યમાં હિટ સ્ટોકના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા એક મહિનામાં હિટ સ્ટોકના 2250 જેટલા કેસ સરકારી હોસ્પિટલમાં નોંધાયા હતા.
અમદાવાદમાં હિટ સ્ટ્રોકના સૌથી વધુ કેસ નોંધાયા
ગુજરાતમાં હિટ સ્ટોકના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા હતા. અમદાવાદમાં હિટ સ્ટ્રોકના 420 કેસ નોંધાયા છે. આ ઉપરાંત સુરતમાં 235, છોટા ઉદેપુરમાં 158 અને નવસારી જિલ્લામાં 115 જેટલા કેસ નોંધાયા છે. ગરમીના કારણે બ્લડ પ્રેશરની બીમારીમાં પણ વધારો જોવા મળ્યો હતો. રાજ્ય સરકારે ગરમીથી બચવા માટે એડવાઇઝરી પણ જાહેર કરી હતી. હવામાન વિભાગે 21 મેથી 25 મે સુધી રાજ્યમાં હિટવેની આગાહી કરી છે. જેથી રાજ્ય સરકારે પણ કામ વિના ગરમીમાં બહાર ન નીકળવા માટે લોકોને અપીલ કરી છે. આ ઉપરાંત પાણી વધારે પ્રમાણમાં પીવા માટે પણ સૂચન કરવામાં આવ્યું છે. 

Recent Posts

T20 World Cup 2024: ભારત-કેનેડા મેચ રદ્દ, ફ્લોરિડામાં વરસાદે મારી બાજી

મણિપુર સચિવાલય પાસેની બિલ્ડીંગમાં ભીષણ આગ, CM આવાસ છે બાજુમાં

ઉપાધ્યક્ષનું પદ નહીં મળે તો વિપક્ષ કરશે આ કામ.. જાણો શું છે તૈયારી

'વંદે ભારત સ્લીપર' ટ્રેનને લઈ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, જાણો શું કહ્યું

ચૂંટણી પૂર્ણ થતા જ પેટ્રોલ અને ડીઝલ થયું મોંઘું, આ રાજ્યમાં સરકારે કર્યો ભાવ વધારો

EXCLUSIVE | DEBATE | ચર્ચા છડેચોક - NEETને કરો NEAT | TV13 GUJARATI LIVE

માણાવદરના ધારાસભ્યએ અધિકારીઓના લીધા બરાબરના ક્લાસ, આપી આંદોલનની ચીમકી... જાણો શું છે મામલો

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ, ત્રણ કારમાં આવ્યા 20 લોકો

Kerala ના બીજેપી સાંસદે કોંગ્રેસના કર્યા ભરપેટ વખાણ, ઈન્દિરા ગાંધીને ગણાવ્યા મધર ઈન્ડિયા

શરદ પવારે વડાપ્રધાન મોદીનો કટાક્ષ સાથે માન્યો આભાર, જાણો શું છે કારણ