રાજ્યના 115 જળાશયો 100 ટકા ભરાયા, સરદાર સરોવર ડેમમાં 86 ટકાથી વધુ જળસંગ્રહ

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 2,88,248 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 86 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 4,40,773 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 79 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે. આમ રાજ્યના કુલ 207 જળાશયોમાં 81 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.

image
X
ગુજરાતમાં મેઘરાજાની સાર્વત્રિક મહેરના પરિણામે રાજ્યના 55 ટકાથી વધુ એટલે કે 206 જળાશયોમાંથી 115 જળાશયો સંપૂર્ણ-100 ટકા જ્યારે 45 જળાશયો-ડેમ 70 થી 100 ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના 17 ડેમ 50 ટકાથી 70 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. જ્યારે 20 ડેમમાં 25 થી 50 ટકા વચ્ચે તેમજ 9 ડેમમાં 25 ટકાથી ઓછું પાણી સંગ્રહ થયું છે.    

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 2,88,248  એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 86 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 4,40,773 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 79 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે. આમ રાજ્યના કુલ 207 જળાશયોમાં 81 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.
  
આજે સવારે 8 કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં વરસાદના પરિણામે સૌથી વધુ સરદાર સરોવર યોજનામાં 2.35 લાખ ક્યુસેક પાણીની આવક સામે 2.45 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. વણાકબોરી જળાશયમાં 1.66 લાખ ક્યુસેક પાણીની આવક સામે 1.66 લાખની જાવક, ઉકાઈમાં 1.47 લાખ ક્યુસેક પાણીની આવક સામે 1.47 લાખની જાવક, કડાણા જળાશયમાં 71 હજાર ક્યુસેક પાણીની આવક સામે 96 હજાર ક્યુસેક પાણીની જાવક તેમજ પાનમ જળાશયમાં 23 હજાર ક્યુસેક પાણીની આવક સામે 22 હજાર ક્યુસેક પાણીની જાવક  નોંધાઈ છે.   

આ ઉપરાંત સૌથી વધુ મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 92 ટકા, કચ્છના 20 જળાશયોમાં 87 ટકા, સૌરાષ્ટ્રના 141 માં 85 ટકા, દક્ષિણ ગુજરાતના 13 માં 78 ટકા, જ્યારે ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 52 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. આમ સરદાર સરોવર સહિત 207 જળાશયોમાં અત્યાર સુધીમાં 81 ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રહાયો છે. ગત વર્ષે આ સમયે આ 207 જળાશયોમાં 76 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો હતો.

Recent Posts

ગાંધીનગરના દહેગામ ખાતે ગણેશ વિસર્જન સમયે 10 ડૂબ્યા, 5ના મૃતદેહ મળ્યા

અંક જ્યોતિષ/ 14 સપ્ટેમ્બર 2024 : જાણો આજે તમારો લકી નંબર કયો અને શુભ રંગ કયો રહેશે?

આજનું રાશિફળ/ 14 સપ્ટેમ્બર 2024 : આ રાશિના જાતકો માટે આજનો દિવસ લાવશે સારા સમાચાર, જાણો તમારું રાશી ભવિષ્ય

આજનું પંચાંગ/ 14 સપ્ટેમ્બર 2024 : આજના દિવસે કઈ તિથિ અને કયા નક્ષત્ર રહશે? જાણો દિવસના શુભ અને અશુભ યોગ

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડશે મેટ્રો, સમયની પણ થશે બચત, જાણો કેટલું ચુકવવું પડશે ભાડું

દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન ગુજરાતમાં દોડશે, PM મોદી બતાવશે લીલી ઝંડી

શિમલા પછી મંડીમાં મસ્જિદ પર હંગામો, આજે હજારો હિન્દુઓ વિરોધમાં આવ્યા બહાર

PM મોદીના જન્મદિવસ પર અજમેર શરીફ દરગાહમાં પીરસવામાં આવશે લંગર, ખાસ પ્રાર્થના પણ કરાશે

અરવિંદ કેજરીવાલને આ શરતો પણ મળ્યાં છે જામીન, જાણો કયા કામ નહીં કરી શકે

વકફ બિલના સમર્થન માટે અનોખી રીત, ગણેશ પંડાલોમાં લગાવાવમાં આવ્યા પોસ્ટર અને સ્કેનર