SP રિંગ રોડ પર નકલી પોલીસ બની કાર ચાલક પાસે પૈસા પડાવનાર 2 શખ્સો ઝડપાયા, ટ્રાફિક પોલીસે ઝડપી અસલી પોલીસને હવાલે કર્યા

સોલા હાઇકોર્ટ પોલીસે અનવારુલહક અન્સારી અને અમિત ઉર્ફે ભુરીયો નાગર નામના શખ્સોની નકલી પોલીસ બની પૈસા પડાવવાના ગુનામાં ધરપકડ કરી છે. અનવારુલહક અન્સારી બાપુનગરમાં જ્યારે અમિત હાથીજણ વિસ્તારમાં રહે છે. આ બંને આરોપીઓની નકલી પોલીસ બનીને પૈસા પડાવવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે.

image
X
ભાવેશસિંહ રાજપૂત, અમદાવાદ/ શહેરમાંથી ફરી એકવાર નકલી પોલીસ ઝડપાઈ છે. જોકે આ વખતે ટ્રાફિક પોલીસે નકલી પોલીસને ઝડપી અસલી પોલીસને હવાલે કર્યા છે. ટ્રાફિક પોલીસને મળેલી માહિતીના આધારે એસ.પી રીંગ રોડ પર પરથી બે યુવકોને પૈસા પડાવતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓએ કાર ચાલકને પોતાની પોલીસ તરીકેની ઓળખ આપીને પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હોય જે મામલે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી આરોપીઓની વધુ તપાસ સોલા પોલીસે હાથ ધરી છે.

સોલા હાઇકોર્ટ પોલીસે અનવારુલહક અન્સારી અને અમિત ઉર્ફે ભુરીયો નાગર નામના શખ્સોની નકલી પોલીસ બની પૈસા પડાવવાના ગુનામાં ધરપકડ કરી છે. અનવારુલહક અન્સારી બાપુનગરમાં જ્યારે અમિત હાથીજણ વિસ્તારમાં રહે છે. આ બંને આરોપીઓની નકલી પોલીસ બનીને પૈસા પડાવવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. બનાવવાની વિગતવાર વાત કરવામાં આવે તો શહેરના એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના અધિકારીને માહિતી મળી હતી કે એસ.પી રીંગ રોડ પર ભાડજ સર્કલથી ઓગણજ સર્કલ તરફ જતા સ્થાપત્ય હાઈટ્સ સામે એક સ્વિફ્ટ ગાડી રોકીને અમુક વ્યક્તિ પોલીસની ઓળખ આપીને પૈસા પડાવી રહ્યા છે. જે માહિતીના આધારે તરત જ ટીમ મોકલવામાં આવતા ત્યાંથી આ બંને આરોપીઓને પકડવામાં આવ્યા છે. 


બંને આરોપીઓએ કારને રોકી કારચાલક અને તેની સાથે ગાડીમાં બેઠેલા વ્યક્તિને પોતાની પોલીસ તરીકેની ઓળખ આપી ગાડી ચેકિંગ કરી તેઓની સાથે ઝપાઝપી કરી હતી અને માર મારી મોટા કેસમાં જેલમાં પૂરી દેવાની ધમકી આપી હતી. આ રીતે 5 હજાર રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. જે બાબતને લઈને સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી બંને આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી તપાસ કરતા પોલીસ તરીકેની ઓળખ આપવા અંગેનું કોઈ ઓળખપત્ર કે કઈ દસ્તાવેજ મળી આવ્યું ન હતું. જેથી તેઓની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
પકડાયેલા આરોપીઓમાં અમીત ઉર્ફે ભુરીયો નાગર અગાઉ સરખેજ પોલીસ સ્ટેશનમાં આવાજ નકલી પોલીસ બની પૈસા પડાવવાના ગુનામાં ઝડપાયો હતો. તેમજ અનવારુલહક અંસારી અગાઉ રખિયાલમાં એક ગુનામાં ઝડપાયો હતો. અમિત નાગર અગાઉ સામે અગાઉ સરખેજ, ખોખરા અને અમરાઈવાડી સહિતના ત્રણ ગુનામાં નોંધાયા હત. આ આરોપીઓએ આ રીતે અન્ય કોઈ વ્યક્તિને કે રાહદારીને રોકીને પોલીસની ઓળખ આપી પૈસા પડાવ્યા છે કે કેમ તે દિશામાં પૂછપરછ હાથ ધરી છે. ત્યારે જોવાનું રહ્યું કે પોલીસ તપાસમાં શું ખુલાસા થાય છે.

Recent Posts

IAS પૂજા ખેડકરે ટ્રેનિંગમાંથી હટાવવામાં આવી; જાણો શું કાર્યવાહી થઈ

ઉપલેટા અને ધોરાજીમાં વરસાદે સર્જી તારાજી, સમગ્ર પંથક જળમગ્ન

શું ખરેખર પાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી વધી રહી છે ? જુઓ શું કહે છે ડેટા

Microsoft Outage: સર્વર બંધ થતાં ઇન્ટરનેટ પર અફવાઓનું બજાર ગરમ, લોકોએ કહ્યું- આ ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત છે

ગુજરાતમાં હજુ ભારે વરસાદની આગાહી; પરિસ્થિતિ સામે સરકાર સજ્જ

અનામતના વિરોધમાં બાંગ્લાદેશ સળગ્યું; ભારતે તેને પોતાનો આંતરિક મામલો ગણાવ્યો

યુપીમાં પોતાના જ પક્ષના વિવાદ વચ્ચે CM યોગી 27 જુલાઈએ પ્રધાનમંત્રીને મળી શકે છે

મહિલા એશિયાકપમાં ભારતની ધમાકેદાર શરૂઆત; પહેલી મેચમાં પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું

ભારતીય મહિલા ટીમ જીત તરફ અગ્રેસર; પાકિસ્તાને 109 રનનો ટાર્ગેટ આપ્યો

જમ્મુમાં થઈ રહેલા હુમલાઓને લઈને અમિત શાહ એક્શન મોડમાં; બધી એજન્સીઓના વડાઓ સાથે બેઠક કરી