ગુજરાતમાં 24 કલાકમાં કોવિડ 19ના નવા 223 કેસ નોંધાયા, 1227 એક્ટિવ કેસ
દેશમાં ફરી એકવાર કોરોનાના કેસોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. જો દેશમાં કોરોનાના એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો હાલમાં દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા 6500ને પાર કરી ગઈ છે. ત્યારે જો ગુજરાત રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો ગુજરાતમાં હાલમાં 1227 એક્ટિવ કેસ છે.
છેલ્લા 24 કલાકમાં કોવિડના 223 નવા કેસ નોંધાયા
જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ દિવસેને દિવસે કોરોનાની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આજે ગુજરાતમાં એક જ દિવસમાં 223 નવા કેસો નોંધાયા છે, જેમાં 23 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે 1204 દર્દીઓ ને OPD બેઝ સારવાર આપવામાં આવી છે. 105 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
કેરળમાં કોવિડના સૌથી વધુ કેસ નોંધાયા
દેશભરમાં કોવિડના કેસોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. જેમાં કેરળ રાજ્યમાં કોવિડના સૌથી વધુ 2053 કેસ એક્ટિવ છે. ગત 24 કલાકમાં 324 નવા કેસ અને 5 દર્દીના મોત થયા છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats