રાજકોટમાં છાશ પીધા બાદ 25 બાળકોને ફૂડ પોઇઝનિંગ, 1ની હાલત ગંભીર
રાજકોટમાં ગઇકાલે છાશ પીધા બાદ 25 જેટલા બાળકોને ફૂડ પોઇઝનિંગ થઇ ગયું હતું. છાશ પીધા બાદ બાળકોને ઉલ્ટી થવા લાગતા તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 1 બાળકની હાલત ગંભીર હોવાથઈ તેને ICUમાં સારવાર આપવામાં આવી રહી છે.
રાજકોટના ભવાનીનગર વિસ્તારમાં ગઇકાલે છાશ પીધા બાદ અચાનક જ બાળકોની તબિયત લથડવા લાગી હતી.છેલ્લા 30 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા ખાનગી ટ્રસ્ટ દ્વારા ગઇકાલે રામનાથપરા વિસ્તાર પાસે આવેલ ભવાનીનગરમાં છાશ વિતરણ કરાયું હતું. જે પીધા બાદ ભવાનીનગર વિસ્તારના 25 જેટલા બાળકોની તબિયત લથડવા લાગી હતી.
10 જેટલા બાળકોને ગુંદાવાડી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી. જ્યારે 15 જેટલા બાળકોને ઘરે જ સારવાર આપવામા આવી હતી. 25 પૈકી એક બાળક જયરાજસિંહ જાડાની તબિયત વધારે લથડતાં તેને ICUમાં દાખલ કરવામાં આવ્યો છે. બાકીના અન્ય બાળકોની તબિયત હાલમાં સ્થિર છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats