અયોધ્યાથી દરરોજ ઉડશે 48 પ્લેન, અમદાવાદની ફ્લાઇટ્સ પણ છે સામેલ, જુઓ શેડ્યુલ

અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાના દર્શન કરવા રોજબરોજ શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળી રહ્યો છે, ત્યારે શ્રદ્ધાળુઓને સરળતાથી યાત્રા કરાવવા દેશની છ મુખ્ય એરલાઈન્સે અયોધ્યાના વાલ્મિકી એરપોર્ટથી 48 ફ્લાઈટોનું સંચાલન કરવાની યોજના બનાવી છે. ડાયરેક્ટર જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA)એ પણ તેને મંજૂરી આપી દીધી છે. પહેલી એપ્રિલથી ફ્લાઈટોનું સંચાલન શરૂ પણ કરી દેવાયું છે.

image
X
અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાના દર્શન કરવા રોજબરોજ શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળી રહ્યો છે, ત્યારે શ્રદ્ધાળુઓને સરળતાથી યાત્રા કરાવવા દેશની છ મુખ્ય એરલાઈન્સે અયોધ્યાના વાલ્મિકી એરપોર્ટથી 48 ફ્લાઈટોનું સંચાલન કરવાની યોજના બનાવી છે. ડાયરેક્ટર જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA)એ પણ તેને મંજૂરી આપી દીધી છે. પહેલી એપ્રિલથી ફ્લાઈટોનું સંચાલન શરૂ પણ કરી દેવાયું છે. 

ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ એરલાઈન્સની આ યોજનાને લીલી ઝંડી આપી દીધી છે. આ ફ્લાઈટ ઓપરેશનનો અમલ 1લી એપ્રિલથી શરૂ કરવામાં આવ્યો છે. વર્તમાન યોજના હેઠળ, બેંગલુરુ, કોલકાતા, દિલ્હી, વારાણસી, અમદાવાદ, જયપુર, પટના, મુંબઈ, હૈદરાબાદ, દરભંગા, ચેન્નાઈ અને પટનાથી અયોધ્યાના મહર્ષિ વાલ્મિકી એરપોર્ટ સુધી કુલ 48 ફ્લાઈટ્સ ઉપલબ્ધ થશે, જેમાંથી લગભગ 24 ફ્લાઈટ્સ દરરોજ ઉડાન ભરશે.

DGCAના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, 48 ફ્લાઈટ્સમાંથી 24 ફ્લાઈટ્સ દરરોજ અલગ-અલગ ડેસ્ટિનેશન પરથી ઓપરેટ થશે. જ્યારે, 14 ફ્લાઇટ્સ વિવિધ સ્થળોથી અયોધ્યા માટે અઠવાડિયામાં 3 દિવસ અને બાકીની 10 ફ્લાઇટ્સ અઠવાડિયામાં 4 દિવસ ઓપરેટ કરશે.

સ્પાઈસ જેટ અયોધ્યા માટે મહત્તમ 88 ફ્લાઈટ્સ ઓપરેટ કરશે
અયોધ્યા એરપોર્ટ માટે સ્પાઈસ જેટ દેશના વિવિધ એરપોર્ટ પરથી અઠવાડિયામાં 88 ફ્લાઈટ્સનું સંચાલન શરૂ કરવા જઈ રહી છે. સ્પાઈસ જેટની આ કામગીરી જયપુર, દરભંગા, ચેન્નઈ, મુંબઈ, હૈદરાબાદ, બેંગલુરુ, અમદાવાદ, પટના અને દિલ્હીથી ચેન્નાઈ વચ્ચે કરવામાં આવશે.

એર ઈન્ડિયા એક્સપ્રેસ સપ્તાહમાં 44 ફ્લાઈટ્સ ઓપરેટ કરશે
એર ઈન્ડિયા એક્સપ્રેસ અયોધ્યાના મહર્ષિ વાલ્મિકી એરપોર્ટથી બેંગલુરુ, કોલકાતા અને દિલ્હી માટે અઠવાડિયામાં કુલ 44 ફ્લાઈટ્સનું સંચાલન કરશે.

એલાયન્સ એર દિલ્હી અને વારાણસીને અયોધ્યા સાથે જોડશે
દિલ્હી અને વારાણસીને અયોધ્યા સાથે જોડતી છ સીધી ફ્લાઈટમાં એરલાઈન્સ એર મહત્વની ભૂમિકા ભજવશે. એટલે કે જો આવનારા દિવસોમાં તમે વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરની સાથે અયોધ્યામાં રામ મંદિરના દર્શન કરવા માંગો છો તો એલાયન્સ એર તમારી આ ઈચ્છા પૂરી કરવામાં તમારી મદદ કરશે.

ઈન્ડિગો એક સપ્તાહમાં કુલ 50 ફ્લાઈટ્સ ઉપાડશે
ઈન્ડિગો એરલાઈન્સને અયોધ્યાથી અઠવાડિયામાં કુલ 50 ફ્લાઈટ્સ ઓપરેટ કરવા માટે DGCA તરફથી પરવાનગી મળી છે. ઈન્ડિગો એરલાઈન્સની આ ફ્લાઈટ્સ અયોધ્યા એરપોર્ટથી અમદાવાદ, મુંબઈ, જયપુર, પટના અને દિલ્હી માટે ઓપરેટ થશે. ઈન્ડિગો મુંબઈ અને દિલ્હીથી અયોધ્યા માટે દૈનિક ફ્લાઈટ્સનું સંચાલન કરશે, જ્યારે અમદાવાદ, જયપુર અને પટનાથી અઠવાડિયામાં ચાર દિવસ ફ્લાઈટ્સ હશે.

આકાસા એરલાઇન્સ દૈનિક ફ્લાઇટ્સનું સંચાલન કરશે
અયોધ્યા એરપોર્ટ પરથી આકાસા એરલાઈન્સના વિમાનો પણ ઉડાન ભરવા જઈ રહ્યા છે. આકાસા એરલાઇન્સ હૈદરાબાદ, બેંગલુરુ અને દિલ્હીથી અયોધ્યા માટે દૈનિક ફ્લાઇટ્સનું સંચાલન કરશે. આકાસા એરલાઈન્સ અયોધ્યા એરપોર્ટ પરથી અઠવાડિયામાં કુલ 42 ફ્લાઈટ્સ ઓપરેટ કરશે.
ઝૂમ એર પણ દિલ્હી અને અયોધ્યા વચ્ચે ફ્લાઈટ ચલાવશે
DGCAએ દિલ્હી અને અયોધ્યા વચ્ચે ફ્લાઇટ ઓપરેશન માટે ઝૂમ એરને પણ રૂટ ફાળવ્યો છે. ઝૂમ એર અઠવાડિયામાં ત્રણ દિવસ દિલ્હી અને અયોધ્યા વચ્ચે બે ફ્લાઈટ ચલાવશે.

Recent Posts

Vadodara : પોલીસે ફિલ્મી સ્ટોરીને પણ ઝાંખી પાડતી મર્ડર મિસ્ટ્રીને ઉકેલી

Loksabha Election 2024 : શકિતસિંહ ગોહિલના નિવેદન બાદ ભાજપના પ્રવક્તાએ આપ્યું નિવેદન

Loksabha Election 2024: કોંગ્રેસે ઉમેદવારોની વધુ એક યાદી કરી જાહેર, મનોજ તિવારી સામે કન્હૈયા કુમાર લડશે ચૂંટણી

Ahmedabad : આગાહી વચ્ચે રાજ્યમાં વાતવરણમાં પલટો જોવા મળ્યો

Rajkot : રાજકોટ ક્ષત્રિય સમાજ દ્વારા આજે અસ્મિતા મહાસંમેલનનુ આયોજન

Loksabha Election 2024: વલસાડ બેઠક પર જામશે ખરાખરીનો જંગ, જાણો આ બેઠકનું રાજકીય સમીકરણ

ચાર દિવસ સુધી અયોધ્યાના રામ મંદિરમાં રામલલાના VIP દર્શન નહીં થાય, તમામ ઓનલાઈન અને ઓફલાઈન પાસ રદ્દ

ઈરાન-ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધમાં ફસાયો કેવિન પીટરસન ! આ રીતે પહોંચ્યો મુંબઈ

આજનું રાશિફળ/ 15 એપ્રિલ 2024: આ રાશિના જાતકો માટે આજનો દિવસ લાવશે સારા સમાચાર, જાણો તમારું રાશી ભવિષ્ય

IPL 2024/ MI vs CSK : હાર્દિક પંડ્યાએ જીત્યો ટોસ... CSK કરશે પ્રથમ બેટિંગ