લોડ થઈ રહ્યું છે...

દાહોદ: મનરેગા કૌભાંડ મામલે બળવંત ખાબડ અને દર્શન પટેલના 5 દિવસના રિમાન્ડ મંજૂર

image
X
દાહોદ મનરેગા કૌભાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. દાહોદ સેશન્સ કોર્ટમાં બળવંત ખાબડ અને દર્શન પટેલને રજૂ કરાયા હતા. દાહોદ મનરેગા કૌભાંડ મામલે કોર્ટે બંન્ને આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 

બન્ને આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર 
મળતી માહિતી મુજબ, દાહોદમાં મનરેગા કૌભાંડ મામલે હવે મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ કરાઇ છે. દેવગઢ બારીયા તેમજ ધાનપુર તાલુકામાં મનરેગા યોજનામાં કરોડો રૂપિયાના કૌભાંડ મામલે પોલીસે બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ સાથે તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરીને દાહોદ સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.  દાહોદ સેશન્સ કોર્ટે બંને આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 

પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા
દાહોદ મનરેગા કૌભાંડ મામલે DRD નિયામકે 35 એજન્સી સામે રૂપિયા 71 કરોડના કૌભાંડની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડની સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. મનરેગા કૌભાંડ મામલે પોલીસે બળવંત ખાબડ અને તત્કાલીન TDO દર્શન પટેલની ધરપકડ કરી છે. જ્યારે કિરણ ખાબડની શોધખોળ ચાલુ છે. પોલીસે સમગ્ર મામલે બન્ને આરોપી મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંતને અને TDO દર્શન પટેલને દાહોદ સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, જોકે કોર્ટે આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા  છે.

શું છે સમગ્ર મામલો?
મનરેગા યોજના હેઠળ નાણાંકીય વર્ષ 2021થી 2025 ચાર વર્ષના સમયગાળા દરમિયાન દેવગઢ બારીઆના કુવા અને રેઢાણા, જ્યારે ધાનપુરના સીમામોઈ ગામે માત્ર દેખાડા પૂરતું કામ કરવામાં આવ્યું હતું. ધાનપુરના દેવગઢ બારિયામાં 71 કરોડના કામોમાં ગેરરીતિ સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આ કૌભાંડમાં અનેક લોકોની ધરપકડ કરી છે. ત્યારે આજ રોજ દાહોદ મનરેગા કૌભાંડ મામલે મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરી છે. જ્યારે કિરણ ખાબડની શોધખોળ હાથ ધરવામાં આવી છે. 

Recent Posts

Dwarka: જૂની માછીમારી બોટોના રજીસ્ટ્રેશનના નામે કૌભાંડનો પર્દાફાશ, 2 એજન્ટ, 9 માછીમારો સહિત કુલ 11 લોકોની અટકાયત

Gujarat by Election 2025: વિસાવદર અને કડી પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ, ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ, જાણો કેટલા ટકા થયું મતદાન

PM મોદીની વતન વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ઘમરોળ્યું, વલસાડના વાપીમાં જળબંબાકાર, અનેક ગામો સંપર્ક વિહોણા, જાણો તમારા શહેરની સ્થિતિ

ભરૂચ: લક્ઝરી બસમાંથી ઝડપાયો વિદેશી દારૂ, એલસીબી પોલીસે 2ની કરી ધરપકડ

સુરત પોલીસે છેલ્લા 48 કલાકમાં 119 ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીને ઝડપી પાડ્યા, ડિપોર્ટ કરવાની કાર્યવાહી તેજ

અમદાવાદ વિમાન દુર્ઘટના: મૃત્યુઆંક વધી શકે છે, પોલીસ કમિશનરે કહ્યું-'318 શરીરના ભાગો મળ્યા'

Gujarat by Election 2025: ગુજરાતમાં જામ્યો ચૂંટણીનો માહોલ! બપોરે 3 વાગ્યા સુધીમાં કડીમાં 46.33% અને વિસાવદરમાં 47.67% મતદાન નોંધાયું, મતદારોમાં ભારે ઉત્સાહ

ખરીફ કઠોળ પાકમાં રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે ખેડૂતોએ આટલું જરૂર કરવું

Gujarat Monsoon: ગુજરાતમાં અત્યાર સુધીમાં 91 તાલુકામાં મેઘ મહેર, વાપીમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો