ભાવનગર ખાતે બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી, 4ના મોત, 1નો આબાદ બચાવ
ભાવનગરના સિદસરમાં બોર તળાવમાં એક દુ:ખદ ઘટના બની છે. અહીં એક સાથે 4 બાળકી ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યાં છે.
પોઇચા ખાતે નર્મદા નદીમાં ડૂબી જવાથી 7 લોકોનાં મોત નીપજ્યાં હતા. આ ઘટના બદુ તાજી જ છે ત્યારે આજે ભાવનગરના સિદસર ખાતે બોર તળાવમાં 4 બાળકીઓનાં ડૂબી જવાથીમોત નીપજ્યાં છે. જ્યારે 1 બાળકી સાારવાર હેઠળ છે.
ભાવનગરના સિદસરમાં બોર તળાવમાં 4 બાળકીઓ ડૂબી જતાં મોત નીપજ્યા છે. જ્યારે એક બાળકીનો આબાદ બચાવ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર અત્યારે રાજ્યમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે ત્યારે કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે 5 બાળકીઓ બોર તળાવમાં ન્હાવા પડી હતી. પાંચમાંથી 4 બાળકીઓના ડૂબી જવાથી મોત નીપજ્યાં છે. જ્યારે એક બાળકીનો આબાદ બચાવ થયો છે. આ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. બાળકીઓના મોતથી પરિવારમાં માતમ છવાઇ ગયો છે.
આજે બપોરના સમયે ભાવનગરના બોરતળાવમાં છ બાળકો ડૂબ્યા હતી. જેમાં પાંચ બાળકીઓ અને એક બાળક ડૂબી જતા ચકચાર મચી ગઇ હતી. સ્થાનિક વિસ્તારના બાળકો કપડાં ધોવા અને નાહવા બોરતળાવના કાંઠે ગયા હતા. જે દરમિયાન બાળકો ડૂબી જવાની ઘટના બની હતી. સ્થાનિક લોકોએ પાંચ કિશોરીઓને બહાર કાઢી હોસ્પિટલ ખસેડી હતી. જેમાંથી ચારના મોત નીપજ્યાં હોવાના અહેવાલ છે. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી એક બાળકની શોધખોળ શરૂ કરી છે.
મૃતકોના નામ
અર્ચનાબેન હરેશભાઈ ડાભી ,
રાશીબેન મનીષભાઈ ચારોલીયા
કાજલબેન વિજયભાઈ જાંબુચા
કોમલબેન મનિષભાઈ ચારોલીયા
સારવાર હેઠળ
કિંજલ મનીષભાઈ ચારોલીયા
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va5h...
WhatsApp Group : https://chat.whatsapp.com/L1eF5HL2qu5...
TV13 Web : http://www.tv13gujarati.com/