દેહરાદૂનમાં ભયાનક માર્ગ અકસ્માત, ટ્રક અને કાર અથડાતાં 6 લોકોના મોત

ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં સોમવારે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં છ લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં ત્રણ છોકરા અને ત્રણ છોકરીઓનો સમાવેશ થાય છે. આ સિવાય એક છોકરાની હાલત નાજુક છે.

image
X
ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં સોમવારે મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં છ લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં ત્રણ છોકરા અને ત્રણ છોકરીઓનો સમાવેશ થાય છે. આ સિવાય એક છોકરાની હાલત નાજુક છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે અકસ્માતનો ભોગ બનેલી કાર સંપૂર્ણ રીતે ચકનાચૂર થઈ ગઈ હતી.

મળતી માહિતી મુજબ આ દુર્ઘટના સોમવારે રાત્રે લગભગ 2 વાગે દેહરાદૂનના ONGC ચારરસ્તા પાસે થઈ હતી. અહીં સાત છોકરા-છોકરીઓ એકસાથે કારમાં બેસીને નીકળ્યા હતા, જેમાંથી ત્રણ છોકરા અને ત્રણ છોકરીઓના મોત થયા હતા. કારમાં સવાર તમામ લોકોની ઉંમર 25 વર્ષથી ઓછી છે.
5 મૃતક દેહરાદૂનના અને એક ચમ્બાનો
આ અકસ્માતમાં મૃત્યુ પામેલી છોકરીઓમાં ગુનીત તેજ પ્રકાશ સિંહ (19), નવ્યા ગોયલ પલ્લવ ગોયલ (23) અને કામાક્ષી તુષાર સિંઘલ (20)નો સમાવેશ થાય છે. આ ત્રણેય યુવતીઓ દેહરાદૂન શહેરના અલગ-અલગ વિસ્તારની રહેવાસી હતી. આ સિવાય મૃત્યુ પામેલા છોકરાઓની ઓળખ કુણાલ કુકરેજા જસવીર કુકરેજા (23), અતુલ અગ્રવાલ સુનિલ અગ્રવાલ (24) અને રિષભ જૈન તરુણ જૈન (24) તરીકે થઈ છે. તેમાંથી કુણાલ કુકરેજા હિમાચલના ચંબાના રહેવાસી હતા, જ્યારે બાકીના લોકો દેહરાદૂનના રહેવાસી હતા.
ઈજાગ્રસ્ત યુવક દેહરાદૂનનો રહેવાસી છે
આ ઉપરાંત ઈજાગ્રસ્ત યુવકની ઓળખ સિદ્ધેશ અગ્રવાલ વિપિન કુમાર અગ્રવાલ (25) તરીકે થઈ છે. તે દહેરાદૂનના એશિયાના શોરૂમ મધુબનની સામે રાજપુર રોડનો રહેવાસી છે. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

Recent Posts

PM મોદીનો લોકસભામાં કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- તેમના કપાળ પર ઈમરજન્સીનો ડાઘ....

સંસદમાં એકનાથ શિંદેના પુત્રએ એવું શું કહ્યું કે રાહુલ ગાંધીને આપવો પડ્યો જવાબ ? જાણો વિગત

Delhi Election: મતદાર યાદીમાંથી નામ હટાવવાની પ્રક્રિયા મામલે EC કર્યો મોટો આદેશ, જાણો શું કહ્યું

લોકસભામાં રાહુલ ગાંધીએ સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું-આ મનુસ્મૃતિ અને બંધારણ વચ્ચેની લડાઈ

સંભલમાં મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં મળ્યું 46 વર્ષ જૂનું બંધ મંદિર, વીજળી ચોરીના ચેકિંગ દરમિયાન થયો ખુલાસો

ખેડૂતો શંભુ બોર્ડરથી દિલ્હી જવા પર અડગ, અંબાલામાં 17 ડિસેમ્બર સુધી ઈન્ટરનેટ બંધ

ગાંધીનગરની ગોસિપ

જેલમાંથી છૂટ્યા બાદ અલ્લુ અર્જુને આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો ફેન્સને શું આપ્યો મેસેજ

Open AIનો પર્દાફાશ કરનાર ભારતીય એન્જિનિયર સુચિર બાલાજીનું નિધન, જાણો એલોન મસ્કે શું આપી પ્રતિક્રિયા

લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી, દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ