રાજસ્થાનના ટોંકમાં બનાસ નદીમાં ન્હાવા ગયેલા 8 મિત્રોના ડૂબી જવાથી મોત
રાજસ્થાનના ટોંક જિલ્લામાં બનાસ નદીમાં ન્હાવા ગયેલા 11 મિત્રોમાંથી 8 મિત્રોના ડૂબવાથી મોત થયા છે. જ્યારે ૩ અન્ય મિત્રોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માહિતી મળતા ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે બચાવ ટીમની મદદથી મૃતકોના મૃતદેહને બચાવી લીધા છે અને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આ અકસ્માત બનાસ નદીના જૂના પુલ પાસે થયો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, બનાસ નદીમાં ન્હાવા ગયેલા 11 મિત્રોમાંથી 8 મિત્રોના ડૂબવાથી મોત થયા હતા. હાલમાં મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. તેમજ પરિવારના સભ્યોને પણ જાણ કરવામાં આવી છે. બનાસ નદીના જૂના પુલ પાસે પાણીમાં આ અકસ્માત થયો હતો. જ્યાં અચાનક 8 વિદ્યાર્થીઓ ડૂબી ગયા. ત્રણ વિદ્યાર્થીઓને ટોંકની સઆદત હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
ઘટનાની માહિતી મળતા જ જિલ્લા પોલીસ અધિક્ષક વિકાસ સાંગવાન, એસડીએમ અને મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલમાં પહોંચી ગયા. બધા મૃતકો જયપુરના રહેવાસી હોવાનું કહેવાય છે. બધા પિકનિક માટે આવ્યા હતા.
પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, મંગળવારે જયપુરથી 11 લોકો ટોંક બનાસ નદીમાં પિકનિક માટે આવ્યા હતા. આ દરમિયાન, વૈષ્ણો દેવી મંદિર પાસે બનાસ નદીના તળાવમાં સ્નાન કરતી વખતે, તેઓ પાણીમાં ડૂબી ગયા. જેના કારણે 8 લોકોના મોત થયા. જ્યારે અન્ય 3 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats