અમદાવાદીઓ સામે તંત્રની 80 કરોડની મજાક..! બ્રીજ તો બનવી દીધો પણ આગળ રસ્તો જ નહી..

બોપલ ઘુમા શીલજને જોડતો ઓવર બ્રિજ પુરો થાય છે ત્યાંથી આશરે 30 ફૂટ અંતરે દિવાલ આવી જાય છે. માત્ર 10થી 12 ફૂટની અહીં સાંકડી ગલી છે. બ્રિજ પરથી નિચે ઉતરનાર વાહનચાલક માટે અહીં ડેડએન્ડ આવી રહ્યોં છે.

image
X
રાહુલ ત્રિવેદી, અમદાવાદ: AMC દ્વારા શહેરોને ચાર રસ્તા ઉપર બ્રિજ બનાવવાની કામગીરી કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ રેલવે વિભાગ દ્વારા પણ ફાટકમુક્ત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં ફાટક ઉપર પણ રેલ્વે ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નો થોડાક મહિનાઓ પહેલા જ હાર્ડકેશ્વર બ્રિજને લઈને વિવાદ સામે આવ્યો હતો ત્યારે ફરી એક વખત અમદાવાદમાં બોપલ ઘુમા શીલજને જોડતો બ્રિજ વિવાદમાં આવ્યો છે. 

બોપલ ઘુમા શીલજને જોડતો  ઓવર બ્રિજ પુરો થાય છે ત્યાંથી આશરે 30 ફૂટ અંતરે દિવાલ આવી જાય છે. માત્ર 10થી 12 ફૂટની અહીં સાંકડી ગલી છે. બ્રિજ પરથી નિચે ઉતરનાર વાહનચાલક માટે અહીં ડેડએન્ડ આવી રહ્યોં છે. ઔડાના એક અધિકારીએ કહ્યું કે, આ નોન ટીપી વિસ્તાર છે એટલે કે, એગ્રીકલ્ચર ઝોનમાં આવે છે તેથી અહીં ટીપી પડવાની શક્યતા ઓછી છે. તેથી રસ્તો પહોળો થઈ શકશે નહીં.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઔડા અને રેલવે ના અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ હોય તેવો બ્રિજ સામે આવે છે. બોપલ ઘુમાં શીલજને જોડાતા બ્રિજ છેલ્લા પાંચ વર્ષથી તૈયાર કરવામાં આવી રહ્યો હતો.. 80 કરોડના ખર્ચે 900 મીટર લાંબો અને 16.5 મીટર પહોળો બ્રિજનું કામગીરી ત્રણ વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી અને ઓગસ્ટ મહિનામાં આ બ્રિજનું લોકાર્પણ કરવાનું હતું પરંતુ બ્રિજનું પૂર્ણ થાય છે. તેની સામે જ અંદાજિત 10 ફૂટ જેટલી દિવાલ સામે આવે છે.. 80 કરોડના ખર્ચે તૈયાર કરવામાં બ્રિજમાં 50 ટકા રેલવે અને 50 ટકા ઔડા દ્વારા ચુકવણી કરવામાં આવે છે જેમાં ઓડાએ 25% રકમ ચૂકવી દીધી છે.

અધિકારીઓની અણઆવડતના કારણે પ્રજાના ટેક્સના પૈસાનો કેવી રીતે ઉપયોગ થઈ રહ્યો છે તેનું સ્પષ્ટ ઉદાહરણ અમદાવાદમાં જોવા મળ્યું છે. બ્રિજનું નિર્માણ કાર્ય જ્યારે શરૂ કરવાનું હોય છે તે પહેલા સર્વે કરવામાં આવતો હોય છે. ટીપીનું આયોજન રસ્તા પરનું દબાણ રસ્તાઓની પહોળાઈ તમામ પ્રકારની ચકાસણી કર્યા બાદ જ બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવતી હોય છે.ત્યારે ક્યાંક ને ક્યાંક બ્રિજ બનાવ્યા પહેલા આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું કે નહીં તે પણ સવાલ ઉભો થઈ રહ્યો છે..

બ્રિજનું નિર્માણ કાર્ય જે સમય શરૂ કરવામાં આવ્યું હતું તે સમયે ઔડા હસ્તક આ વિસ્તાર આવતો હતો જ્યારે સામેના છેડે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શીલજ જ નો વિસ્તાર આવતો હતો.. ત્યારે રેલ્વે વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલો આ બ્રિજ ક્યાંક ને ક્યાંક સવાલો ઊભા થઈ રહ્યા છે.

Recent Posts

માંડવી બીચ પર પેરાગ્લાઇડીંગની મજા બની મોતની સજા, ઝારખંડના પ્રવાસીનું મોત

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, અમદાવાદમાં 2 દિવસ ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે તંત્રનો મહત્વનો નિર્ણય, હવે અહીં લગાવવામાં આવશે મીટર

Nadiad : કેદારનાથ યાત્રા માટે 83 હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા બાદ ટિકિટ ના આપી હોવાની ફરિયાદ

Ahmedabad : મદ્રેસામાં બિન મુસ્લિમ બાળકો આવતા હોવાની ફરિયાદ બાદ કાર્યવાહી

Morbi : ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગના આદેશને પગલે 3 મદ્રેસામાં ચેકીંગ હાથ ધરાઇ

Ahmedabad : સમગ્ર રાજ્યની મદ્રેસામાં સર્વેની કામગીરી શરૂ

Ahmedabad: દરિયાપુરમાં મદરેસાનો સરવે કરી રહેલા આચાર્ય પર ટોળાએ કર્યો હુમલો, મામલો પોલીસ મથકે પહોંચ્યો

અમદાવાદ અને વડોદરામાં ઇન્કમટેક્સના દરોડા, ખુરાના ગ્રૂપ અને માધવ કન્સ્ટ્રક્શન પર ITનું સર્ચ ઓપરેશન

Ahmedabad : કરોડો રૂપિયાના ખોટા દસ્તાવેજ કરી ધાક ધમકી આપતી ટોળકી ઝડપાઇ