ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ જાહેર, કુંભારિયા કેન્દ્રનું સૌથી વધુ 97.97 ટકા પરિણામ

આજે સવારે 9 વાગ્યે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ગત માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 4,89,279 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માં 1,32,073 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા.

image
X
 ગુજરાત બોર્ડે 12મા વિજ્ઞાન, કોમર્સ અને આર્ટસ 2024નું પરિણામ એક જ દિવસમાં જાહેર કર્યું હોય તેવી આ પ્રથમ ઘટના છે. ગુજરાત બોર્ડે માર્ચ 2024માં ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા લીધી હતી. અગાઉના વર્ષોની સરખામણીએ આ વર્ષે ગુજરાત બોર્ડે 12માનું પરિણામ એકથી ત્રણ સપ્તાહ વહેલું જાહેર કર્યું છે. તેમજ ગત વર્ષની સરખામણીએ આ વખતે પરિણામ અત્યાર સુધીનું શ્રેષ્ઠ જાહેર થયું છે. આજે જાહેર થયેલા પરિણામમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું કુલ પરિણામ 82.45 ટકા આવ્યું છે.

માર્ચ-2024 વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષામાં કુલ. 147 કેન્દ્રો ઉપર 1,31,849 પરીક્ષાર્થી નોંધાયેલ હતાં. તે પૈકી 1,30,650 પરીક્ષાર્થી ઉપસ્થિત રહેલ હતાં. જેમાં નિયમિત વિદ્યાર્થીઓ 1,11,414 નોંધાયેલ હતા, તે પૈકી 1,11,132 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહેલ હતા. તે પૈકી 91,625 પરીક્ષાર્થીઓ “પ્રમાણપત્ર મેળવવાને પાત્ર” થયેલ છે. આ વિધાર્થીઓના સંદર્ભમાં રાજ્યનું ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.45 ટકા આવેલ છે. 
બનાસકાંઠાના કુંભારિયા કેન્દ્રનું સૌથી વધુ 97.97 ટકા પરિણામ 
ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયુ છે. તેમાં ધો.12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ આવ્યું છે. તેમજ ગત વર્ષે વિજ્ઞાન પ્રવાહમાં 65 ટકા પરિણામ હતુ. વિદ્યાર્થીઓનું 82.53 ટકા, વિદ્યાર્થિનીનું પરિણામ 82.35 ટકા આવ્યું છે. તેમજ કુંભારિયા કેન્દ્રનું સૌથી વધુ પરિણામ આવ્યું છે. તેમજ મોરબી જિલ્લાનું સૌથી વધુ પરિણામ છે. ગત વર્ષની સરખામણીમાં સારૂ પરિણામ આવ્યું છે. 

કેટલા માર્કસ પર કયો ગ્રેડ મળે છે
આ વર્ષે પરીક્ષા આપનાર ચાર લાખથી વધુ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓ 90 ટકાથી વધુ ગુણ મેળવે છે તેમને A1 ગ્રેડ આપવામાં આવે છે. તે જ સમયે, 80 થી 90 ટકા માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો હતો. 71 ટકાથી 80 ટકા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને B1 ગ્રેડ મળ્યો છે. તે જ સમયે, 61% થી 70% ની વચ્ચે માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓને B2 ગ્રેડ મળ્યો છે.

Recent Posts

Loksabha Election 2024: સવારે 11 વાગ્યા સુધી દેશમાં 23.66 ટકા મતદાન, પશ્ચિમ બંગાળમાં થયું સૌથી વધુ મતદાન

Iran ના રાષ્ટ્રપતિ રાયસીના હેલિકોપ્ટરનો અમેરિકા સાથે જાણો શું છે સબંધ?

'દુઃખની આ ઘડીમાં ભારત ઈરાનની સાથે છે', PM મોદીએ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના નિધન પર શોક વ્યક્ત કર્યો

Banaskantha: દિયોદરના પાલડી ચોકડી નજીક રીક્ષા અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત

Surat માં સ્ટંટબાજનો વધુ એક વીડિયો થયો વાયરલ

Madhya Pradesh થી લગ્ન પતાવી આવતી જાનમાંથી દુલ્હનનું અપહરણ

Morbi: મચ્છી પીઠ વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના સામે આવી

બાંગ્લાદેશના સાંસદ ભારતમાં ગુમ! છેલ્લું લોકેશન મળ્યું મુઝફ્ફરપુરમાં

Iran President Helicopter Crash: ઈરાનના રાષ્ટ્રપતિ રાઈસી અને વિદેશ મંત્રીનું મોત, ઈરાન સરકારે આપી માહિતી

Multibagger Stock: આ સ્ટોકમાં રોકાણ કરનારને મળ્યું 3612% નું વળતર, 1 લાખના રોકાણના બન્યા 40 લાખ