લોડ થઈ રહ્યું છે...

વડોદરામાં કડિયાકામ કરતો શખ્સ બન્યો નકલી CBI ઓફિસર, પોલીસ કમિશનરને મળવા જતા ભાંડો ફુટ્યો, જાણો મામલો

image
X

વડોદરામાં કડિયાકામ કરતો એક શખ્સ નકલી સીબીઆઇ ઓફિસર બનીને પોલીસ મુખ્યાલયમાં ઘૂસી ગયો અને પોલીસ કમિશ્નરને મળી સીબીઆઇ ઓફિસર તરીકે પોતાની ઓળખ આપી હતી. પોલીસ કમિશનરને શંકા જતા આ ગઠિયાની અટકાયત કરાઇ હતી.

વડોદરામાં વધુ એક બોગસ અધિકારી ઝડપાયો છે. આ વખતે એક નકલી સીબીઆઇ ઓફિસર પોલીસને હાથ લાગ્યો છે.. પણ તેનાથી વધુ ચોંકાવનારી વાત એ છે કે, નકલી સીબીઆઇ અધિકારી બનેલો આ શખ્સ કોઇ પ્રોફેશનલ નહીં પરંતુ મજુરીકામ કરતો એક કડિયો છે.. આ ઘટના જેટલી આશ્ચર્યજનક છે તેટલી જ વધારે ગંભીર બાબત સુરક્ષાને લઇને છે.. શહેરનાં ન્યુ સમા રોડ વિસ્તારમાં રહેતો ઘનશ્યામ ભાણજી સંઘાણી નામનો ઇસમ કડિયાકામ કરી છુટક મજુરી કરે છે.. અને પોતાની પાસે રહેલ સીબીઆઈ ક્રાઈમ ભારત ઇન્ડિયા પ્રેસ નામનું કાર્ડ તેમજ સીઆઇડી ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિટેક્ટિવ નામનાં કાર્ડ પર વડોદરાનાં પોલીસ ભવન બિલ્ડિંગમાં પહોંચે છે, એ કચેરી કે જ્યાં વડોદરાનાં પોલીસ કમિશ્નરની ઓફિસ આવેલી છે.. ત્યાં જઇને આ કડિયો વડોદરાનાં પોલીસ કમિશ્નરને મળી પોતાને સીબીઆઇ ઓફિસર ગણાવે છે.. જ્યાં વડોદરા પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમારની સતર્કતાથી આ ગઠિયાનો ભાંડો ફૂટી જાય છે. શંકા જતા પોલીસ કમિશ્નર પોતાનાં પોલીસ અધિકારીઓને બોલાવી આ શખ્સને રાવપુરા પોલીસને સોંપી દે છે. જ્યાં પોલીસની તપાસમાં પોતાને સીબીઆઇનો ઇન્વેસ્ટિગેશન ઓફિસર ગણાવતો આ શખ્સ બોગસ નિકળે છે. જેથી પોલીસે તેની અટકાયત કરી હતી.

રાવપુરા પોલીસની સઘન તપાસમાં ઘનશ્યામ સંઘાણી નામનાં આ બોગસ સીબીઆઇ ઓફિસર પાસેથી દિલ્હીની સંસ્થાઓનાં કેટલાંક ઓળખપત્રો મળી આવ્યાં છે.. જેની ખરાઇ કરી તે સંસ્થાઓ વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવા વડોદરા પોલીસે દિલ્હી સુધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.. પોલીસ આ ગઠિયાની પૂછપરછ કરી એ પણ તપાસ કરી રહી છે કે અત્યાર સુધી નકલી સીબીઆઈ ઓફિસર બની આ શખ્સે કેટલા કાંડ કર્યા છે.

FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/

Facebook: https://www.facebook.cm/tv13gujarati

Twitter : https://twitter.com/tv13gujaorati

Instagram : https://instagram.com/tv13gujarati

linkedin : https://www.linkedin.com/company/9095...

WhatsApp Channel :  https: //whatsapp.com/channel/

0029Va5h5lFLikgFQ1gJxZ2U 

WhatsApp Group :  https://chat.whats

app.com/L1eF5HL2qu51EIqrPVyoHB