વડોદરામાં દશેરાનાં એક દિવસ પહેલાં જાગ્યું તંત્ર, આરોગ્ય વિભાગનું ફાફડા-જલેબી વિક્રેતાઓને ત્યાં ચેકિંગ
દશેરાના દિવસે લોકો મોટી સંખ્યામાં ફાફડા અને જલેબી આરોગતા હોય છે. તો આ વખતે છેલ્લી ઘડીએ આરોગી વિભાગ ફાફડા જલેબીની ગુંવત્તાને લઈને સફાળું જાગ્યું હોય તેમ લાગી રહ્યું છે. દશેરાના એક દિવસ પહેલા જ સીટી, ગોરવા, વાઘોડિયા રોડ અને સમા સહિતના વિસ્તારોમાં આરોગી વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગમાં વિવિધ વિક્રેતાને ત્યાં થી ફૂડના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં ફાફડા, જલેબી, ચોળાફળીનાં નુમના લેવામાં આવ્યા છે. તેમાં જો ચૂક જણાશે તો વિક્રેતા વિરુધ્ધ કડક પગલાં લેવામાં આવશે.
આરોગ્ય વિભાગ દ્વારા ફાફડા જલેબીનું ચેકિંગ
વડોદરામાં દશેરાને લઈને આરોગ્ય વિભાગ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફરસાણની દુકાન પરથી પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. ફાફડા, ચોળાફળી અને જલેબીની ગુણવત્તા ચેક કરવામાં આવી હતી. સેમ્પલમાં ભેળસેળ જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે તેમ પાલિકાની ટીમ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
દશેરાએ કરોડોનાં ફાફડા જલેબીનું થશે વેચાણ
વડોદરા શહેરની જાહેર જનતાનાં આરોગ્યને ધ્યાને રાખી વડોદરા મહાનગરપાલિકાનાં મ્યુનિસિપલ કમિશ્નરની સુચનાં મુજબ ડેઝીગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર દ્વારા હાલમાં ચાલી રહેલ નવરાત્રી અને આવનાર દશેરાના તહેવારને ધ્યાને રાખીને ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો ની જુદી-જુદી ટીમો બનાવી વડોદરા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં આવેલ ખાધ્ય ચીજોનું વેચાણ કરતી દુકાનોમાં સઘન ઇન્સ્પેકશનની કામગીરી કરવામાં આવી રહી છે. દશેરા તહેવારને લઇ વડોદરામાં કરોડોના ફાફડા-જલેબીનું વેચાણ થશે તેવું વેપારીઓ આશા વ્યક્ત કરી છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.cm/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujaorati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats