બેંગકોકની સ્કૂલ બસમાં લાગી ભીષણ આગ, વિદ્યાર્થીઓ સહિત 25 લોકો ભડથુ, જુઓ વીડિયો

બેંગકોકમાં એક સ્કૂલ બસને અકસ્માત નડ્યો. જેમાં વિદ્યાર્થીઓ સહિત 25 લોકો દાઝી ગયા હતા. અહીં એક સ્કૂલ બસમાં આગ લાગવાને કારણે મોટો અકસ્માત થયો હતો.

image
X
થાઈલેન્ડમાં એક સ્કૂલ બસમાં લાગેલી આગમાં 25 વિદ્યાર્થીઓના મોત થયા છે. ન્યૂઝ એજન્સી એએફપીના જણાવ્યા અનુસાર બસમાં કુલ 44 લોકો હાજર હતા, જેમાંથી 16 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ બચાવકર્મીઓ બાકીના બાળકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

જોકે, ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, બસનું ટાયર ફાટવાના કારણે આગ લાગી હતી. રોયટર્સ અનુસાર, આ દુર્ઘટના બેંગકોકના ખુ ખોટ વિસ્તારમાં બપોરે લગભગ 12.30 વાગ્યે થઈ હતી. બસ શાળાની યાત્રા પરથી પરત ફરી રહી હતી. બસમાં 3 થી 15 વર્ષ સુધીના બાળકો હાજર હતા. આ ઉપરાંત તેની સાથે 5 શિક્ષકો પણ મુસાફરી કરી રહ્યા હતા.

ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરે કહ્યું- બસ CNG પર ચાલી રહી હતી, થાઈલેન્ડના વડાપ્રધાન પ્યોટોંગટાર્ન શિનાવાત્રાએ અકસ્માતમાં જીવ ગુમાવનારા બાળકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે વાહનવ્યવહાર મંત્રીને સ્થળ પર જઈને પરિસ્થિતિનો તાગ મેળવવાનો આદેશ આપ્યો છે.

દેશના ગૃહમંત્રી અનુતિન ચર્નવિરાકુલે કહ્યું કે બચાવકર્મીઓ પહોંચ્યા પછી પણ બસ એટલી ગરમ હતી કે અંદર જવું ખૂબ મુશ્કેલ હતું. જેના કારણે અકસ્માત બાદ લાશ લાંબા સમય સુધી બસમાં જ પડી રહી હતી. મૃત્યુ પામેલા લોકોની હજુ ઓળખ થઈ નથી.
થાઈલેન્ડના પરિવહન મંત્રીએ જણાવ્યું કે બસ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) પર ચાલી રહી હતી. આ ખૂબ જ દુઃખદ ઘટના છે. મેં મંત્રાલયને આવા પેસેન્જર વાહનો માટે CNG જેવા ઇંધણના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા અને અન્ય કોઈ વિકલ્પ શોધવા માટે કહ્યું છે.

Recent Posts

આ વર્ષે પણ દિલ્હીમાં ફટાકડા નહીં ફોડી શકાય, 1 જાન્યુઆરી સુધી સંપૂર્ણ પ્રતિબંધ

મહારાષ્ટ્રની ચૂંટણી પહેલા શિંદે કેબિનેટનો મોટો નિર્ણય, આજે મધરાતથી આ 5 ટોલનાકા પર નહીં ચુકવવી પડે ફી

એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! સરકારી એજન્સીએ આપી મહત્વની ચેતવણી, તમારા ફોન પર તરત જ કરો આ કામ

જેલમાં સોપારી, 4 અઠવાડિયાની રેકી, 3 શૂટર્સ અને 6 ગોળીઓ, જાણો બાબા સિદ્દીકી હત્યા કેસમાં અત્યાર સુધી શું થયા ખુલાસા

મુંબઈથી ન્યૂયોર્ક જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મળી બોમ્બની ધમકી, દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડિંગ

અંક જ્યોતિષ/ 14 ઓકટોબર 2024: જાણો આજે તમારો લકી નંબર કયો અને શુભ રંગ કયો રહેશે?

આજનું રાશિફળ/ 14 ઓકટોબર 2024 : આ રાશિના જાતકો રોકાણ કરતાં પહેલા ચેતજો, થઈ શકે છે નુકશાન

આજનું પંચાંગ/ 14 ઓકટોબર 2024: આજના દિવસે કઈ તિથિ અને કયા નક્ષત્ર રહશે? જાણો દિવસના શુભ અને અશુભ યોગ

પૂર્વમાં પીઆઈની બદલી થતાં પોલીસનું ભરણ ડબલ કરાયું તો એક પોલીસ સ્ટેશન બહારનો ગલ્લો બન્યો વહીવટી કેન્દ્ર

શૂટર ગુરમેલ પહેલા પણ કરી ચૂક્યો છે હત્યા, દાદીએ કહ્યું- તેને ગોળી મારી દો