ગોતામાં સેવન્થ એવન્યુ બિલ્ડિંગમાં સાતમા માળે લાગી આગ, ગૂંગળામણથી વૃધ્ધનું મોત

ગોતા વિસ્તારમાં આવેલી સેવન્થ એવન્યુ નામની હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં ધૂમાડાના કારણે શ્વાસ રુંધાઈ જવાથી વૃદ્ધનું મોત થયું છે. હાલ તો ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.

image
X
ગોતામાં આવેલા સેવન્થ એવન્યૂના સી બ્લોકમાં સાતમા માળે ઘરમાં આગ લાગતા નાસભાગ મચી હતી. તેમજ ઘરમાં રહેલ બીમાર વૃદ્ધ આગની ઝપેટમાં આવતા દાઝી જતા અને ધુમાડામાં ગુંગળામણથી બેભાન થઈ ગયા હતા. જેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. જો કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. 
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આજે સાંજે 5 વાગ્યાના અરસામાં ગોતા વિસ્તારમાં આવેલ સેવન્થ એવન્યુ નામની બિલ્ડિંગના એક મકાનના બેડરૂમમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ઘરમાં રહેતા બિમાર વૃદ્ધ 68 વર્ષીય જયેશભાઇ પારેખ અને એક મહિલા ઘરની બહાર દોડી આવ્યા હતા. જ્યારે જયેશભાઇ બીમાર હોવાથી તેઓ તાત્કાલિક દોડી શક્યા ન હતા અને થોડા દાઝી જતા અને ધૂમાડામાં ગૂંગળાઇ જતા દરવાજા સુધી પહોંચતા બેભાન થઇને પડયા હતા. આસપાસના લોકોએ બીમાર વૃધ્ધને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડ્યા હતા. પરંતુ ગૂગળામણના કારણે સારવાર દરમિયાન વૃધ્ધનું મોત નીપજ્યું હતું. 
આસપાસના લોકોએ આગની જાણ ફાયરબ્રિગ્રેડને કરતા ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. ફાયરની ચાર ગાડીઓએ ઘટના સ્થળે પહોચીને એક કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે હાલમાં અકસ્માત મોતનો ગુનો નોધીને તપાસ શરૂ કરી છે.

Recent Posts

ઉદ્ધવ ઠાકરે હોસ્પિટલમાં દાખલ, હાર્ટ બ્લોકેજને કારણે એન્જિયોપ્લાસ્ટી કરાઇ

આ વર્ષે પણ દિલ્હીમાં ફટાકડા નહીં ફોડી શકાય, 1 જાન્યુઆરી સુધી સંપૂર્ણ પ્રતિબંધ

મહારાષ્ટ્રની ચૂંટણી પહેલા શિંદે કેબિનેટનો મોટો નિર્ણય, આજે મધરાતથી આ 5 ટોલનાકા પર નહીં ચુકવવી પડે ફી

એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! સરકારી એજન્સીએ આપી મહત્વની ચેતવણી, તમારા ફોન પર તરત જ કરો આ કામ

જેલમાં સોપારી, 4 અઠવાડિયાની રેકી, 3 શૂટર્સ અને 6 ગોળીઓ, જાણો બાબા સિદ્દીકી હત્યા કેસમાં અત્યાર સુધી શું થયા ખુલાસા

મુંબઈથી ન્યૂયોર્ક જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મળી બોમ્બની ધમકી, દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડિંગ

ચેતજો... દિવાળીની ભીડનો લાભ લઈ માર્કેટમાં નકલી નોટ ફેરવતા બે શખ્સ ઝડપાયા

પૂર્વમાં પીઆઈની બદલી થતાં પોલીસનું ભરણ ડબલ કરાયું તો એક પોલીસ સ્ટેશન બહારનો ગલ્લો બન્યો વહીવટી કેન્દ્ર

શૂટર ગુરમેલ પહેલા પણ કરી ચૂક્યો છે હત્યા, દાદીએ કહ્યું- તેને ગોળી મારી દો

આ શું બોલી ગયા નેતાજી ! સત્ય પર અસત્યનો વિજય ? સુરતના લિંબાયતમાં મેયરની જીભ લપસી