લોડ થઈ રહ્યું છે...

પાકિસ્તાનના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી 'લોન' વિશે થઇ રમુજી પોસ્ટ, દુનિયાભરે મજાક ઉડાવી તો આપ્યું આ બહાનું

image
X
ઓપરેશન સિંદૂરથી હતાશ થઈને પાકિસ્તાન ભારતીય સૈન્ય અને રહેણાંક વિસ્તારો પર વારંવાર હુમલા કરી રહ્યું છે જેને ભારત સતત નિષ્ફળ બનાવી રહ્યું છે. આ દરમિયાન પાકિસ્તાન સરકારનું એક ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે જેમાં તે લોન માટે વિનંતી કરી રહ્યું છે.

પાકિસ્તાનના આર્થિક બાબતોના મંત્રાલયના X હેન્ડલ પરથી લોનની વિનંતી કરતું એક ટ્વિટ પોસ્ટ કરવામાં આવ્યું હતું. જોકે, બાદમાં પાકિસ્તાન સરકારે તેને નકલી ગણાવ્યું અને કહ્યું કે, તેમનું એકાઉન્ટ હેક થઈ ગયું છે. પરંતુ ત્યાં સુધીમાં પાકિસ્તાન દુનિયાભરમાં ફેમસ થઈ ગયું હતું.
પાકિસ્તાન સરકારના આ પોસ્ટમાં એવું શું ખાસ હતું?
ભારત સાથે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પાકિસ્તાને તેના સાથી દેશો પાસેથી લોન માંગી હતી. પાકિસ્તાન સરકારે કહ્યું હતું કે દુશ્મનોએ તેમને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. આવી સ્થિતિમાં તેમને વધુ લોનની જરૂર છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે આ વર્તમાન પરિસ્થિતિ અને શેરબજારની નબળી સ્થિતિને કારણે અમે અમારા આંતરરાષ્ટ્રીય ભાગીદારો પાસેથી મદદ માંગીએ છીએ. આ પોસ્ટમાં વિશ્વ બેંકને પણ ટેગ કરવામાં આવ્યું હતું.

પીઆઈબી ઈન્ડિયાએ પણ પાકિસ્તાન સરકારની આ પોસ્ટ શેર કરી અને તેની મજાક ઉડાવી. આ પોસ્ટને લઈને સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના મીમ્સ શેર કરવામાં આવી રહ્યા છે. 
ઓપરેશન સિંદૂરનો બદલો લેવા માટે પાકિસ્તાને 8 અને 9 મેની રાત્રે ભારતની પશ્ચિમી સરહદ પર એક સાથે અનેક હુમલાઓનો પ્રયાસ કર્યો. પાકિસ્તાન દ્વારા ડ્રોન અને અન્ય હથિયારો દ્વારા ભારતીય સરહદોને નિશાન બનાવવામાં આવી હતી. આ સાથે જ જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) પર ઘણી વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.

સેનાએ કહ્યું કે ઓપરેશન સિંદૂર હેઠળ તમામ ડ્રોન હુમલાઓને સફળતાપૂર્વક નાશ કરવામાં આવ્યા હતા અને યુદ્ધવિરામ ઉલ્લંઘનનો યોગ્ય જવાબ આપવામાં આવ્યો હતો. સેનાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારતીય સરહદોની સુરક્ષા માટે દરેક જરૂરી પગલાં લેવામાં આવશે અને કોઈપણ નાપાક ઈરાદાઓને સહન કરવામાં આવશે નહીં.

આતંકવાદ વિરુદ્ધ ભારતના ઓપરેશન સિંદૂરથી હતાશ થયેલા પાકિસ્તાને ગુરુવારે જમ્મુ કાશ્મીરથી જેસલમેર સુધી ભારતના લગભગ 15 શહેરોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય સેનાએ આ બધા હુમલાઓને નિષ્ફળ બનાવ્યા.

Recent Posts

યુટ્યુબર માટે મિત્રતા બની સમસ્યા, જ્યોતિ મલ્હોત્રા જાસૂસી કેસમાં પ્રિયંકા સેનાપતિ કોણ છે? જાણો

સરકારી કચેરીના સમયમાં થશે ફેરફાર?

લશ્કરના આતંકવાદી સૈફુલ્લાહનો પાકિસ્તાની ઝંડામાં નીકળ્યો જનાજો, પહેલગામ હુમલા બાદ ISIએ તેને અંડરગ્રાઉન્ડ કર્યો હતો

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેનને થયું પ્રોસ્ટેટ કેન્સર, હાડકાં સુધી ફેલાઇ ગયો ગંભીર રોગ

હૈદરાબાદમાં બોમ્બ વિસ્ફોટનું કાવતરું નિષ્ફળ, ISIS સાથે જોડાયેલા 2 શંકાસ્પદ લોકોની ધરપકડ

Operation Sindoor: કર્નલ સોફિયા કુરેશી બાદ હવે વડોદરાના સાંસદ ડૉ.હેમાંગ જોશીને મોટી જવાબદારી, સાંસદોનું ડેલિગેશન 33 દેશોમાં પાકિસ્તાનની ખોલશે પોલ

Ahmedabad: તમાકુ-વાસણના 67 વેપારીઓના 84 સ્થળોએ SGSTના દરોડા, 9.28 કરોડની કરચોરી ઝડપાઇ

Top News | તુર્કીને પાકિસ્તાનનું સમર્થન ભારે પડયું | tv13 gujarati

શું કોરોના ફરી પાછો આવી રહ્યો છે? સિંગાપોર અને હોંગકોંગમાં વધતા કેસોએ ભારતની વધારી ચિંતા

અમદાવાદના સરખેજમાં બ્લુ વોટર ટાવર ખાતે SMCના દરોડા, મેફેડ્રોનના જથ્થા સાથે 23.78 લાખનો મુદ્દામાલ જપ્ત