રથયાત્રાને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક, સુરક્ષા વ્યવસ્થા અંગે કરાઈ ચર્ચા
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે સુરક્ષા વ્યવસ્થાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં DGP વિકાસ સહાય અને અમદાવાદ CP, ક્રાઈમબ્રાંચ અને સ્પે.બ્રાંચના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
રથયાત્રામાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા ગૃહ રાજ્યમંત્રીએ કર્યા નિર્દેશ
ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી ગુજરાત પોલીસના હાથમાં હોય છે. જેને લઈને ગૃહ રાજ્યમંત્રીએ બેઠક બોલાવી હતી. બેઠકમાં અમદાવાદની પરંપરાગત રથયાત્રાના સુચારૂ આયોજન માટે સુરક્ષા વ્યવસ્થા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત રથયાત્રામાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા ગૃહ રાજ્યમંત્રીએ નિર્દેશ કર્યા હતા.
રથયાત્રા દરમિયાન પોલીસ સીસીટીવી અને ડ્રોન મારફત સમગ્ર રથયાત્રા પર રાખશે નજર
રથયાત્રાની સુરક્ષાને લઈને પોલીસ તૈયાર છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રા દરમિયાન પોલીસ સીસીટીવી અને ડ્રોન મારફત સમગ્ર રથયાત્રા પર નજર રાખશે આ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારોમાં રથયાત્રા સમયે સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાય તેની કાળજી પણ લેવામાં આવશે.
રથયાત્રાને લઈ શહેર પોલીસ એલર્ટ મોડમાં
રથયાત્રાની સુરક્ષામાં પોલીસે AI ટેક્નોલોજીથી સજ્જ કેમેરાથી નજર રાખવાની તૈયારી કરી છે. આ AI ટેક્નોલોજીથી સજ્જ કેમેરાથી પોલીસ ભીડ પર નજર રાખશે. આ ઉપરાંત ભીડની હિલચાલ પર ક્રાઈમબ્રાંચની પણ બાજ નજર રહેશે.
ભાડા કરાર ન કરનાર મકાનમાલિકો સામે પોલીસે કરી કાર્યવાહી
રથયાત્રાના રુટમાં આવતા મકાનોમાં જે-જે ભાડુઆતો રહેવા આવ્યા છે આ તમામના ભાડા કરાર કરાવવા ફરજીયાત કરવામાં આવ્યા છે. ત્યારે જે મકાન માલિકોએ ભાડે રહેવા આવેલા ભાડુઆતોના ભાડા કરાર નથી કરાવ્યા તેમના સામે કાર્યવાહી કરી છે. 500થી વધુ મકાનમાલિકો સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats