OMG: ભારતનું એક રહસ્યમય ગામ, જ્યાં રાત્રે પક્ષીઓ કરે છે આત્મહત્યા

આ ગામ આસામના બરેલી પર્વતમાળામાં આવેલું છે. આ ગામ ભારતના અન્ય ગામો જેવું જ છે. જો કે આ ગામમાં સદીઓથી એક રહસ્ય છુપાયેલું છે. અને તે છે પક્ષીઓના મૃત્યુનું રહસ્ય. વૈજ્ઞાનિકો અને સંશોધકો હજુ સુધી આ રહસ્યને ઉકેલી શક્યા નથી. સપ્ટેમ્બરથી ઑક્ટોબર મહિના દરમિયાન, યાયાવર પક્ષીઓના ટોળા અહીં દરરોજ સાંજે 6 થી 10 વાગ્યાની વચ્ચે આવે છે.

image
X
ભારતનો આત્મા ગામડાઓમાં વસે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ આ વાત કહી હતી. શહેરમાં ગમે તેટલી લક્ઝરી અને સાધનો હોય, કોઈ પણ માણસ ગામડે જાય ત્યારે જ તેને આરામ મળે છે. ગામડાના વૃક્ષોની ઠંડી છાયામાં જે છે તે ACમાં નથી. આસામમાં એક એવું ગામ છે, જ્યાં માનવીને ભલે શાંતિ મળે, પરંતુ અહીં આવીને પક્ષીઓ આત્મહત્યા કરી લે છે. આજ સુધી એ રહસ્ય જાણવા મળ્યું નથી કે આ ગામમાં પક્ષીઓ આવીને મોતને કેમ ભેટે છે?

આ ગામ આસામના બરેલી પર્વતમાળામાં આવેલું છે. આ ગામ ભારતના અન્ય ગામો જેવું જ છે. જો કે આ ગામમાં સદીઓથી એક રહસ્ય છુપાયેલું છે. અને તે છે પક્ષીઓના મૃત્યુનું રહસ્ય. વૈજ્ઞાનિકો અને સંશોધકો હજુ સુધી આ રહસ્યને ઉકેલી શક્યા નથી. સપ્ટેમ્બરથી ઑક્ટોબર મહિના દરમિયાન, યાયાવર પક્ષીઓના ટોળા અહીં દરરોજ સાંજે 6 થી 10 વાગ્યાની વચ્ચે આવે છે.

આસામના દિમા હાસો જિલ્લાની પહાડીઓની વચ્ચે આવેલા જટીંગા ગામમાં પક્ષીઓ આવે છે અને આત્મહત્યા કરે છે. જ્યારે માત્ર સ્થાનિક પક્ષીઓ જ નહીં પણ યાયાવર પક્ષીઓ પણ આ ગામમાં પહોંચે છે ત્યારે તેઓ આત્મહત્યા કરે છે. જે  કારણે કર જટીંગા ગામ એકદમ રહસ્યમય માનવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ આ રહસ્યને ઉજાગર કરવા માટે ઘણી તપાસ કરી, પરંતુ પક્ષીઓના આત્મહત્યા કરવા પાછળનું કારણ હજુ સુધી શોધી શકાયું નથી.

જટીંગા ગામમાં 1.5 કિલોમીટર લાંબો એક રોડ છે, જેના પર ઉડતા પક્ષીઓ કૂદીને પોતાનો જીવ આપી દે છે. સૂર્યાસ્ત પછી સેંકડો પક્ષીઓ આકાશમાંથી તેજ ગતિએ જમીન તરફ આવે છે અને પોતાનો જીવ આપી દે છે.

નજરે જોનારા નાગા આદિવાસીઓ દ્વારા સમગ્ર ઘટના જણાવતા કહ્યું કે, અગાઉ નાગા આસામના જટીંગા ગામમાં રહેતા હતા. એક દિવસ ડાંગરના ખેતરોની રક્ષા કરતા નાગા આદિવાસી સમુદાયના લોકોએ પક્ષીઓની સામૂહિક આત્મહત્યાની ઘટના જોઈ. પ્રકૃતિનું આ સ્વરૂપ તેણે પહેલાં ક્યારેય જોયું ન હતું. આ ઘટનાથી સમાજના લોકો ભયભીત થઈ ગયા હતા. 1905માં નાગા સમુદાયે અહીંની જમીન જૈનતિયા સમુદાયને વેચી દીધી હતી.

1957માં લાંબા સમયથી બની રહેલી આ ઘટના વિશે દુનિયાને ખબર પડી. તે સમયે પક્ષીવિદ્ ઈ.પી. જી કોઈ કામ અર્થે જટીંગા આવ્યા હતા. આ દરમિયાન તેઓ પોતે આ રહસ્યમય ઘટનાના સાક્ષી બન્યા હતા. પક્ષીશાસ્ત્રીએ આ ઘટનાનું વર્ણન તેમના પુસ્તક ‘ધ વાઈલ્ડલાઈફ ઓફ ઈન્ડિયા’માં કર્યું છે. તેણે લખ્યું છે કે ઘણા પ્રયત્નો પછી પણ હું આનું કારણ સમજી શક્યો નથી.

Recent Posts

OMG : દુબઇની રાજકુમારીએ છુટાછેડાને અવસરમાં ફેરવી દીધા, લોન્ચ કર્યું Divorce બ્રાન્ડનું પરફ્યુમ

OMG : લ્યો બોલો ચોર પકડાઇ જતાં જ તેણે સ્વબચાવ માટે બોલાવવી પડી પોલીસ

OMG : પૂર વચ્ચે ડિલિવરી લઈને પહોંચ્યો Zomato બોય, લોકો થયા ભાવુક, જુઓ VIDEO

OMG : 12 મહિનાનું બાળક સાપને ચાવી ગયું! જાણો પછી બાળકનું શું થયું

OMG : અનોખી ચોરી, ચોરે મંદિરની દાનપેટી પર લગાવી દીધો પોતાનો QR કોડ, લાખો રૂપિયાની કરી ઠગાઇ

OMG : મિસિસિપીમાં મળ્યો હાથીના પૂર્વજોનો 7 ફૂટ લાંબો 270 કિલોનો હાથીદાંત!

OMG : લસણ શાકભાજી છે કે મસાલો, 9 વર્ષ ચાલ્યો કેસ, હાઇકોર્ટે આપ્યો આ નિર્ણય

OMG : રનવે કે યુદ્ધનું મેદાન! પટના એરપોર્ટ પર સાપ અને નોળિયો આવ્યા સામસામે અને પછી થયું આવું...

OMG : એક જ અઠવાડિયામાં ઉતરી ગયો ઓલિમ્પિક મેડલનો રંગ, એથ્લેટે સોશિયલ મીડિયા પર ઠાલવી વ્યથા

OMG : નશામાં ધૂત વ્યક્તિ રેલ્વે ટ્રેક પર સુઇ રહ્યો, ટ્રેન ઉપરથી પસાર થઇ ગઇ તો પણ રહ્યો હેમખેમ