લોડ થઈ રહ્યું છે...

કચ્છના ગાંધીધામમાં કન્ટેનરમાં લાકડાની આડમાંથી ઝડપાયો કોકેઈનનો જથ્થો

કચ્છના ગાંધીધામમાંથી લાકડાની આડમાં કોકેઈનનો જથ્થો ઝડપ્યો છે. કોકેઈનની કિંમત અંદાજે 10.04 કરોડ રુપિયા હોવાનું સામે આવ્યું છે. તથા 1 કિલોથી વધુનો જથ્થો DRIએ ઝડપી પડયો છે.

image
X
કચ્છના ગાંધીધામમાંથી લાકડાની આડમાં આવેલ કોકેઇનનો જથ્થો ઝડપ્યો છે. કે જેમાં કોકેઈનની કિંમત અંદાજે 10.04 કરોડ રુપિયા હોવાનું સામે આવ્યું છે.  તથા 1 કિલોથી વધુનો જથ્થો ઝડપાયો છે. ગતરાત્રે ડ્રગ્સ હોવાની શક્યતાના પગલે DRIએ આ બધાજ કન્ટેનરને અટકાવ્યા હતા.  

DRI દ્વારા  દરોડા પાડીને સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ એ આયાત કન્સાઈનમેન્ટમાંથી 1.04 કિલો કોકેઈન રીકવર કર્યું છે, કે જેની કિંમત આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર બજારમાં 10 કરોડથી વધુ હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.  DRIને આ અંગે ચોક્કસ બાતમી મળી હતી કે એક્વાડોરથી આયાત કરાયેલા અમુક માલસામાનમાં માદક દ્રવ્યો હોવાની શક્યતા હોઈ શકે છે. આ કન્સાઇનમેન્ટના આયાત માટે બિલ ઓફ એન્ટ્રી ફાઇલ કરવામાં આવી નહોતી. આ કન્સાઇનમેન્ટ જે ઇક્વાડોરથી મુન્દ્રા બંદરે આયાત કરવામાં આવ્યું હતું. કે જેની વિગતવાર તપાસ માટે ઓળખ કરવામાં આવી હતી. અને આ તપાસ દરમિયાન એક કન્ટેનરમાં એક પેકેટ ચુસ્ત રીતે લાકડાની આડમાં લપેટાયેલું મળી આવ્યું હતું.

ગાંધીધામ ભચાઉ હાઈવે પર આવેલા એ.વી.જોશી CSFમાં વધુ એકવાર ડ્રગ્સની તપાસ શરૂ થઈ ગઈ છે. અને અહીં વિદેશથી કન્ટેનરો આવ્યાં હતાં. તથા આ કન્ટેનરોમાં વિદેશથી આવેલા લાકડાની આડમાં ડ્રગ્સ ઘુસાડાયું હોવાની શંકા સામે આવી છે, કે જે બાતમીના આધારે DRIએ આ કન્ટેનરો રોકાવ્યાં હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.  અને DRIની તપાસ દરમિયાન કન્ટેનરમાં એક પેકેટ ચૂસ્ત રીતે લપેટાયેલું મળી આવ્યું હતું. તથા શંકાસ્પદ પેકેટમાંથી નમૂનો લેવામાં આવ્યો હતો અને ટેસ્ટ કરવામાં આવ્યો હતો. અને તે ટેસ્ટ બાદ કોકેઈન હોવાનું સામે આવ્યું હતું. DRI દ્વારા હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Recent Posts

Operation Sindoor: કર્નલ સોફિયા કુરેશી બાદ હવે વડોદરાના સાંસદ ડૉ.હેમાંગ જોશીને મોટી જવાબદારી, સાંસદોનું ડેલિગેશન 33 દેશોમાં પાકિસ્તાનની ખોલશે પોલ

Ahmedabad: તમાકુ-વાસણના 67 વેપારીઓના 84 સ્થળોએ SGSTના દરોડા, 9.28 કરોડની કરચોરી ઝડપાઇ

Top News | તુર્કીને પાકિસ્તાનનું સમર્થન ભારે પડયું | tv13 gujarati

અમદાવાદના સરખેજમાં બ્લુ વોટર ટાવર ખાતે SMCના દરોડા, મેફેડ્રોનના જથ્થા સાથે 23.78 લાખનો મુદ્દામાલ જપ્ત

નવસારી: 16 વર્ષથી બે પત્નીઓ સાથે સંસાર ચલાવતો યુવાન...3 સંતાનો પણ બનશે માતા-પિતાના લગ્નના સાક્ષી, વાંચો Inside Story

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું-"ઓપરેશન સિંદૂર ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે"

Surendranagar: વઢવાણમાં જાહેરમાં છરીના 8 થી 10 ઘા મારીને યુવતીની હત્યા, ગણતરીની કલાકોમાં હત્યારાની ધરપકડ

ગુજરાતમાં ડ્રગ્સ સામે જંગ! SMCએ 24 કલાકમાં અમદાવાદના જુહાપુરા, મહેસાણા અને સુરતમાં દરોડા પાડીને NDPSના વધુ ત્રણ કેસ નોંધ્યા

કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતના પ્રવાસે, તિરંગા યાત્રામાં અમિત શાહે આપી હાજરી, વિકાસલક્ષી કાર્યોને મળશે વેગ

જામનગર: ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવતી મીની ફેકટરીનો પર્દાફાશ, 3 શખ્સોની ધરપકડ, અન્ય 2 ફરાર