સંબંધોને શર્મસાર કરતો કિસ્સો, નરાધમ માસાએ 11 વર્ષીય ભાણેજ સાથે કર્યું ગંદુ કામ, સરખેજમાં નોંધાયો ગુનો

રાત્રે 11 વર્ષીય સગીરા સુઈ રહી હતી, તે દરમિયાન અચાનક તેનાં માસાએ તેની પાસે આવી બળજબરી કરી હતી અને દુષ્કર્મ ગુજાર્યું હતું. સગીરા આ ઘટનાથી ડરી જતા બીજા દિવસે સવારે જ નરાધમ માસાએ બન્ને સગીરાઓને તેનાં માતાપિતાના ઘર બહાર મુકી જતો રહ્યો હતો.

image
X
ભાવેશસિંહ રાજપુત, અમદાવાદ/ શહેરમાં અવારનવાર દુષ્કર્મ અને છેડતી જેવા બનાવો બને છે, જોકે અમુક કિસ્સામાં પિતા પુત્રી, કાકા ભત્રીજી, અથવા તો અન્ય સંબંધોને શર્મસાર કરતા બનાવો બનતા હોય છે. તેવામાં સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ આવો જ એક ગુનો નોંધાયો છે. જેમાં 11 વર્ષની સગીરા સાથે તેનાં જ સગા માસાએ દુષ્કર્મ ગુજાર્યું છે. જેને લઈને પોલીસે ગુનો દાખલ કર્યો છે. 

અમદાવાદમાં રહેતી એક મહિલાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીને સંતાનમાં બે દિકરીઓ છે, જેમાં એક દિકરી 11 વર્ષ 7 માસની છે.  જ્યારે અન્ય દિકરી 5 વર્ષની છે. મોટી દિકરી શાળામાં અભ્યાસ કરે છે. ગત 7 નવેમ્બરનાં રોજ ફરિયાદીને કામથી બહાર જવાનું હોવાથી પોતાની બહેન  જે સરખેજ વિસ્તારમાં પતિ અને બાળકો સાથે રહે છે તેનાં ઘરે બન્ને દિકરીઓને મુકી ગયા હતા.

જે રાત્રે 11 વર્ષીય સગીરા સુઈ રહી હતી, તે દરમિયાન અચાનક તેનાં માસાએ તેની પાસે આવી બળજબરી કરી હતી અને દુષ્કર્મ ગુજાર્યું હતું. સગીરા આ ઘટનાથી ડરી જતા બીજા દિવસે સવારે જ નરાધમ માસાએ બન્ને સગીરાઓને તેનાં માતાપિતાના ઘર બહાર મુકી જતો રહ્યો હતો. આ ઘટનાથી હેબતાઇ ગયેલી સગીરાના સ્વભાવમાં ફેરફાર થતા માતાએ પુછતા તેણે સમગ્ર હકિકત જણાવી હતી. 

જે બાદ સગીરાનાં માતાપિતા અને આરોપી વચ્ચે આ બાબતને લઈને ઝઘડો પણ થયો હતો. અને સગીરાને તેની માતા હોસ્પિટલ લઈને પહોંચી હતી. જોકે સગીરાની સાથે આ પ્રકારનો ગંભીર બનાવ બનતા ડોક્ટરે સરખેજ પોલીસને જાણ કરી હતી. સરખેજ પોલીસે સ્થળ પર પહોંચી સગીરાનું નિવેદન લઈને તેનાં માતાની ફરિયાદનાં આધારે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ ઘટના બાદ આરોપી માસા ફરાર થઈ જતા પોલીસે તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM

Facebook: https://www.facebook.com/tv13gujarati

Twitter : https://twitter.com/tv13gujarati

Instagram : https://instagram.com/tv13gujarati

linkedin : https://www.linkedin.com/company/9095...

WhatsApp Channel :  https://whatsapp.com/channel/0029Va5h5lFLikgFQ1gJxZ2U 

WhatsApp Group :  https://chat.whatsapp.com/L1eF5HL2qu51EIqrPVyoHB 

TV13 Web : http://www.tv13gujarati.com/

Recent Posts

Saif Ali Khan Attack Case: સૈફ અલી ખાન પર થયેલા હુમલા મામલે કરીનાએ પોલીસને નોંધાવ્યું નિવેદન, જાણો શું કહ્યું

દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે 1521 ઉમેદવારોએ ભર્યું નોમિનેશન, જાણો કઈ બેઠક પર સૌથી વધુ અને સૌથી ઓછા ફોર્મ ભરાયા?

BZ જેવુ વધુ એક મોટું કૌભાંડ આવ્યું સામે, 8000 રોકાણકારોના 300 કરોડ ડૂબ્યાં ! કંપનીને તાળા મારી સંચાલકો થયા ફરાર

શેખ હસીનાનો મોટો દાવો; 20-25 મિનિટના અંતરે મૃત્યુથી બચી, બહેનની હત્યાનું પણ હતું કાવતરું

પ્રજાસત્તાક દિવસને લઈને ગુપ્તચર વિભાગનું મોટું એલર્ટ, કહ્યું- દિલ્હીનું વાતાવરણ બગાડવાનો થઈ શકે છે પ્રયાસ

ISRO એ ફરી રચ્યો ઈતિહાસ, SpaDex મિશન હેઠળ ઉપગ્રહોને સફળતાપૂર્વક ડોક કર્યા; જુઓ વીડિયો

ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ પોલીસના સકંજામાં, અમદાવાદ એરપોર્ટ પરથી કરી ધરપકડ

આજનું રાશિફળ/18 જાન્યુઆરી, 2025: આ રાશિના જાતકો રહો સાવધાન... થઈ શકે છે ભારે નુકશાન, જાણો તમારું રાશી ભવિષ્ય

આજનું પંચાંગ/ 18 જાન્યુઆરી 2025: આજના દિવસે કઈ તિથિ અને કયા નક્ષત્ર રહશે? જાણો દિવસના શુભ અને અશુભ યોગ

અંક જ્યોતિષ/ 18 જાન્યુઆરી 2025 : જાણો આજે તમારો લકી નંબર કયો અને શુભ રંગ કયો રહેશે?