બેડની નીચે સુસાઈડ નોટ મુકી છે, પોલીસ પુછે તો બતાવી દેજો, પતિનાં ત્રાસથી કંટાળી પત્નીએ જીવન ટુંકાવ્યું

ગત 8 નવેમ્બરનાં રોજ ફરિયાદી સુરેશ મીશ્રાની પત્નીનાં ફોન પર પલ્લવીએ વ્હોટ્સએપ પર મેસેજ કર્યો હતો. જેમાં તેણે અલગ અલગ દવાઓ ખાઈ લીધી હોવાની જાણ કરી હતી. જે પછી બીજો મેસેજ કરી મમ્મી બેડનાં નીચે સુસાઈડ નોટ મુકી છે, પોલીસ પુછે તો કહી દેજો તેવું જણાવ્યું હતું.

image
X
ભાવેશસિંહ રાજપુત, અમદાવાદ/ શહેરમાં ફરી એક વાર પતિનાં ત્રાસથી કંટાળીને પત્નીએ જીવન ટુંકાવ્યું હોવાની ઘટના બની છે. ઘાટલોડિયા વિસ્તારમાં સમગ્ર બનાવ બન્યો હોય જેને લઈને આપઘાત કરનાર યુવતીનાં પિતાએ જમાઈ સામે આત્મહત્યા દૂષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 

પહેલા લગ્નમાં લીધા હતા છૂટાછેડા
મહારાષ્ટ્રમાં રહેતા 68 વર્ષીય સુરેશ મિશ્રાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેઓને સંતાનમાં બે બાળકો છે, જેમાં 40 વર્ષીય દિકરો પત્ની અને બાળકો સાથે તેમની સાથે રહે છે અને અન્ય 37 વર્ષની દિકરી પલ્લવી છે. જેનાં લગ્ન વર્ષ 2012માં પુના ખાતે રહેતા શરદ જોષી સાથે થયા હતા. લગ્ન બાદ તેને સંતાનમાં 11 વર્ષનો દિકરો હતો. પલ્લવીને વર્ષ 2019માં ડાબી આંખની પાસે ગાંઠનું ઓપરેશન કરાવ્યું હતું, ત્યારથી તેનો પતિ તેને લેલા ન આવ્યો કે તેને રાખવા ન માંગતો હોય વર્ષ 2021માં મરજીથી બન્નેએ કોર્ટ મારફતે છૂટાછેડા લીધા હતા. જે બાદથી પલ્લવી અને તેનો દિકરો સુરેશ મિશ્રા સાથે રહેતા હતા.


મેટ્રીમોનિયલ સાઈટ થકી થયો સંપર્ક
વર્ષ 2022માં તેઓનાં પરિવારે પલ્લવીનાં બીજા લગ્ન માટે યુવકની શોધ શરૂ કરી હતી. તે દરમિયાન જીવન સાથી ડોટ કોમ નામની મેટ્રીમોનિયલ સાઈટ થકી ગીરીરાજ બદ્રીનારાયણ શર્મા નામનાં યુવકની પ્રોફાઈલ ધ્યાને આવી હતી. જે યુવક તેઓના સમાજનો હોય તેઓએ ફોન કરી પોતાની દિકરી પલ્લવી સાથે લગ્ન બાબતે વાત કરી હતી. તેમજ દિકરીને થયેલી બિમારી અંગે પણ વાકેફ કર્યો હતો. જે બાદ દોઢ વર્ષ સુધી વાતો ચાલી હતી. 

આરોપીની પહેલી પત્નીનું પણ થયુ હતુ મોત
ફેબ્રુઆરી 2024માં ગીરીરાજ શર્મા ફરિયાદીનાં ઘરે પુના ખાતે ગયો હતો અને વાતચીત કરતા પોતાનાં અગાઉ લગ્ન થઈ ચુક્યા હોવાનુ અને તે લગ્નગાળા દરમિયાન બે બાળકો પણ હોવાની વાત કરી હતી. તેની અગાઉની પત્નીનું મોત થયું હોય અને બે બાળકો રાજસ્થાનમાં માતાપિતા સાથે રહેતા હોવાની હકિકત જણાવી હતી. વધુમાં તેની પત્નીનું મોત થયું હોવાનું અને તેને માતાપિતા કે અન્ય અન્ય સગા જોડે મનમેળ ન હોવાનું પણ કહ્યું હતું.

અમદાવાદ આવી યુવતી ગીરીરાજ સાથે રહેતી
ગીરીરાજ શર્મા પોતે અમદાવાદમાં ખાનગી કંપનીમાં નોકરી કરતો હોય જેથી ફરિયાદીએ દિકરીની મુલાકાત કરાવતા બન્નેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. માર્ચ 2024માં પલ્લવીને ગીરીરાજ શર્માએ અમદાવાદ આવવાનો આગ્રહ કરતા અને તેને નોકરી મળી જશે તેમ કહેતા તે અમદાવાદ આવી ગીરીરાજ સાથે રહેતી હતી. 

પતિ શક વહેમ કરતો હોવાની કરી પિતાને જાણ
ગત 27 માર્ચ 2024નાં રોજ પલ્લવી અને ગીરીરાજે મંદિરમાં ફુલગારથી લગ્ન કર્યા અને 1 એપ્રિલ 2024નાં રોજ કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્નનાં એકાદ મહિના બાદ પલ્લવીએ પિતાને ફોન કરી પતિ ગીરીરાજ ઘરમાં નાની નાની બાબતોમાં ઝઘડો કરે છે અને તે શાકભાજી લેવા કે અન્ય કામે બહાર જાય તો તેના પર શક વહેમ કરે છે તેમ જણાવ્યું હતુ. તેમજ તેનો પતિ કહ્યા વિનાં 10 થી 15 દિવસ બહારગામ જતો રહે છે અને ઘરખર્ચનાં પૈસા પણ આપતો નથી તેવુ પિતાને કહ્યું હતું.

સારસંભાળ ના રાખતા 3 વાર થયો ગર્ભપાત
થોડા સમય બાદ પલ્લવીને ગર્ભ રહેતા તેના પતિએ સરકારી હોસ્પિટલમાં લઈ જઈ ગર્ભપાત કરાવી નાખ્યું હતું. ગીરીરાજ પલ્લવીને સારી રીતે રાખતો ન હોય જેના કારણે બે વાર પલ્લવીને ગર્ભ રહ્યા દરમિયાન ગર્ભપાત થઈ ગયા હતા. જે પછી પલ્લવીએ એલીયા મરીન ટેક પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાં નોકરી શરૂ કરી હતી. જેથી ગીરીરાજે ઘરનો તમામ ખર્ચ તેને કરવો પડશે તેમ કહી પૈસા આપવાનો ઈન્કાર કરી મારઝૂડ કરી ત્રાસ આપતો હતો. જે અંગેની જાણ પલ્લવીએ તેના પિતાને અવારનવાર કરી હતી.

આપઘાત પહેલા માતાને કર્યો મેસેજ
ગત 8 નવેમ્બરનાં રોજ ફરિયાદી સુરેશ મીશ્રાની પત્નીનાં ફોન પર પલ્લવીએ વ્હોટ્સએપ પર મેસેજ કર્યો હતો. જેમાં તેણે અલગ અલગ દવાઓ ખાઈ લીધી હોવાની જાણ કરી હતી. જે પછી બીજો મેસેજ કરી મમ્મી બેડનાં નીચે સુસાઈડ નોટ મુકી છે, પોલીસ પુછે તો કહી દેજો તેવું જણાવ્યું હતું. જેની જાણ તેઓને થતા દિકરી પલ્લવીનાં ફોન પર સંપર્ક કરતા તેનો નંબર બંધ આવ્યો હતો અને જમાઈ ગીરીરાજને ફોન કરતા તેણે ફોન ઉપાડ્યા ન હતા. જેથી અંગે તેઓએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનનાં લેન્ડલાઈન પર ફોન કરી પોલીસને જાણ કરી હતી.

પોલીસે તપાસ કરતા મૃત હાલમાં મળી
ઘાટલોડિયામાં સંકલ્પ રો હાઉસ ખાતે પોલીસે તપાસ કરી હતી. જે બાદ ફરિયાદીને ફોન કરી જાણ કરાઈ હતી કે તેઓની દિકરી પલ્લવીએ વધુ માત્રામા દવાઓ પીધી હોય જેનાં કારણે મોત થયું છે. ઘરમાંથી સુસાઈડ નોટ પણ મળી હતી. જેથી તેઓ પરિવાર સાથે અમદાવાદ પહોંચ્યા હતા અને પલ્લવીની અંતિમવિધિ કરી ઘાટલોડિયા પોલીસ મથકે જમાઈ ગીરીરાજ શર્મા સામે આત્મહત્યા દૂષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપી પતિની ધરપકડ કરી છે. તે પોતે પણ ખાનગી કંપનીમા નોકરી કરે છે. તેવામાં પોલીસે આરોપીની વધુ તપાસ હાથ ધરી છે.

Recent Posts

Ahmedabad: રામોલમાં કુખ્યાત ગુનેગારે જાહેરમાં કરી યુવકની હત્યા, આરોપીની તપાસમાં અનેક ખુલાસા

પુત્રવધુની હત્યા કરી આકસ્મિક મોતમાં ખપાવનાર સાસુને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી, જાણો શું હતો મામલો

ગુજરાતમાં ગેંગવોર થતા અટકી, ભાઈની હત્યાનો બદલો લેવા હથિયારો લઈને ફરતા બે ગુનેગાર ઝડપાયા

ખ્યાતિકાંડમાં ડાયરેક્ટર રાજશ્રી કોઠારીની પોલીસે કરી ધરપકડ, મુખ્ય આરોપી કાર્તિક પટેલ હજુ પણ ફરાર

રાજસ્થાનનાં વેપારીને હનીટ્રેપમાં ફસાવી તોડ કરનાર ટોળકીનો સાગરીત ઝડપાયો, અનેક વેપારીઓને ફસાવ્યા હોવાનો ખુલાસો

નકલી ED રેડ કેસ મામલે રાજકારણ ગરમાયું, ઇસુદાન ગઢવીએ હર્ષ સંઘવીને આપ્યો સણસણતો જવાબ

Ahmedabad/ચેતજો... શેર માર્કેટમાં મોટો નફો કમાવાની લાલચમાં સિનિયર સિટીઝને ગુમાવ્યા 1.84 કરોડ, ગઠિયાએ આ રીતે પડાવ્યા પૈસા

ગાંધીનગરની ગોસિપ

જેલમાંથી છૂટ્યા બાદ અલ્લુ અર્જુને આપી પ્રથમ પ્રતિક્રિયા, જાણો ફેન્સને શું આપ્યો મેસેજ

Open AIનો પર્દાફાશ કરનાર ભારતીય એન્જિનિયર સુચિર બાલાજીનું નિધન, જાણો એલોન મસ્કે શું આપી પ્રતિક્રિયા