ચોરી કરવા ફ્લેટમાં ઘુસ્યો ચોર, કોઈ કિંમતી સામાન ના મળ્યો તો મહિલાને કિસ કરીને ભાગ્યો

પોલીસે જણાવ્યું કે આરોપી તે જ વિસ્તારનો રહેવાસી છે. ઉપરાંત, તેનો અગાઉનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપી તેના પરિવાર સાથે રહે છે અને હાલમાં બેરોજગાર છે.

image
X
મુંબઈના ઉપનગર મલાડમાં એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ચોરી કરવા ઘરમાં ઘૂસેલા ચોરને કોઈ કિંમતી વસ્તુ ન મળતાં આરોપીએ ઘરમાં હાજર મહિલાને કિસ કરી અને ભાગી ગયો હતો. માહિતી મળતાં પોલીસે કેસ નોંધ્યો હતો. આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી.

કુરાર પોલીસ સ્ટેશને જણાવ્યું કે છેડતી અને લૂંટના પ્રયાસના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના 3 જાન્યુઆરીએ મલાડના કુરાર વિસ્તારમાં બની હતી. 38 વર્ષીય ફરિયાદીના જણાવ્યા મુજબ, તે ઘરે એકલી હતી જ્યારે આરોપી ઘરમાં ઘૂસી ગયો અને દરવાજો અંદરથી બંધ કરી દીધો. આ પછી આરોપીએ મહિલાનું મોઢું બંધ કરી દીધુ અને તમામ કીમતી સામાન, રોકડ, મોબાઈલ અને એટીએમ કાર્ડ આપવા કહ્યું. જો કે, જ્યારે મહિલાએ કહ્યું કે તેના ઘરમાં કોઈ કિંમતી સામાન નથી, ત્યારે આરોપીએ તેને ચુંબન કર્યું અને ભાગી ગયો.

બાદમાં મહિલાએ કુરાર પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો, જેના પગલે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદ બાદ તે જ સાંજે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસે જણાવ્યું કે આરોપી તે જ વિસ્તારનો રહેવાસી છે. ઉપરાંત, તેનો અગાઉનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આરોપી તેના પરિવાર સાથે રહે છે અને હાલમાં બેરોજગાર છે.

Recent Posts

OMG : એક વ્યક્તિએ AI દ્વારા 1000 નોકરીઓ માટે અરજી કરી, મળી અઢળક ઓફર

ગુગલ મેપનો સહારો લેવો પોલીસને પડ્યો ભારે, આસામને બદલે પહોંચી ગઇ નાગાલેન્ડ

OMG : બાબાનો ગજબ હઠયોગ, વર્ષોથી માથા પર ધારણ કરે છે 45 કિલો રૂદ્રાક્ષ

લગ્નના વરઘોડામાં પૈસાનો થયો વરસાદ, વિસ્તારના લોકોએ લૂંટ કરવા લગાવી દોડ, જુઓ વીડિયો

OMG : મુંબઇ તાજ હોટલ બહાર એક જ નંબરની 2 કાર થઇ પાર્ક, વીડિયો વાઇરલ થતા પોલીસ એલર્ટ

OMG : 2025માં ટેક ઓફ થયેલું પ્લેન 2024માં થયું લેન્ડ! જાણો, વિગતો

Rajasthan: બોરમાંથી નીકળ્યું એટલું પાણી કે આસ પાસ બની ગયું તળાવ...બોરવેલ પણ ડૂબ્યું, જુઓ વીડિયો

OMG : સ્કેમર સાથે જ યુવકે કરી દીધો સ્કેમ, કોલ પર આવી રીતે વાત કરી કે કૌભાંડીએ ફોન કાપી દીધો, જુઓ Video

આ ભાઈની ડ્રાઈવિંગ સ્કિલ જોઈને તમારી આંખો ખુલ્લી રહી જશે, જુઓ વાયરલ વીડિયો

OMG : ટ્રેનના પૈડા વચ્ચે આડા પડીને યુવકે 290 કિમીની સફર કરી, જુઓ Video