Ahmedabad: શાહપુરમાં ખાસ મિત્ર સાથે બોલાચાલી થતા કરી મિત્રની હત્યા, 4 દિવસ પહેલા જ વિદેશથી આવ્યો હતો યુવક
ગત 7 ડિસેમ્બર દુકાનની સાફ સફાઈ કરવાની હોવાથી નિહાલ રાત્રે દુકાને હતો. પરંતુ સવારે ઘરે ન પહોંચતા કરણે ફોન કરતા અજાણ્યા વ્યક્તિએ વાત કરી હતી અને નિહાલ કામા હોટલ પાસે લોહિલુહાણ હાલતમાં પડ્યો છે. જેથી તાત્કાલિક પરિવારજનો ત્યાં પહોચ્યા હતા અને ઇજાગ્રસ્ત નિહાલને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.
ભાવેશસિંહ રાજપુત, અમદાવાદ/ શહેરનાં શાહપુરમાં 4 દિવસ પહેલા લંડનથી પરત ફરેલ યુવક પિતાના પાન પાર્લરથી ઘરે જતો હતો. ત્યારે તેને રોકીને અજાણ્યા શખ્સે છરીના ઘા મારીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. યુવક ઘરે ન પહોંચતા પિતાએ ફોન કરતા શખ્સે ઉપાડ્યો હતો અને મે જ યુવકને છરીના ઘા માર્યા છે જે કરવું હોય તે કરી લેજો તેવી ધમકી પણ આપી હતી. જોકે યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે. જેથી શાહપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી હત્યાનાં પ્રયાસની ફરિયાદમાં હત્યાની કલમ ઉમેરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, યુવકની હત્યા તેના જ મિત્ર દ્વારા કરવામાં આવી છે.
ઘાટલોડિયામાં રહેતા કરણભાઇ પટેલ વસ્ત્રાપુરમાં આવેલી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. જેમાં તેમનો 30 વર્ષીય ભાઈ નિહાલ પટેલ ચાર વર્ષથી લંડન રહેતો અને ગત 5 ડિસેમ્બરે લંડનથી પરત આવ્યો હતો. તેમના પિતા શાહપુરમાં પાન પાર્લર ધરાવી ધંધો કરે છે, પરંતુ તેઓ બિમાર હોવાથી બે દિવસથી નિહાલ પાન પાર્લર પર બેસે છે.
ગત 7 ડિસેમ્બર દુકાનની સાફ સફાઈ કરવાની હોવાથી નિહાલ રાત્રે દુકાને હતો. પરંતુ સવારે ઘરે ન પહોંચતા કરણે ફોન કરતા અજાણ્યા વ્યક્તિએ વાત કરી હતી અને નિહાલ કામા હોટલ પાસે લોહિલુહાણ હાલતમાં પડ્યો છે. જેથી તાત્કાલિક પરિવારજનો ત્યાં પહોચ્યા હતા અને ઇજાગ્રસ્ત નિહાલને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.
નિહાલના પિતાએ ફોન કરતા અજાણ્યા શખ્સે ઉપાડ્યો હતો અને મે જ નિહાલને છરીના ઘા માર્યા છે જે કરવું હોય તે કરી લેજો કહીને ફોન કાપી નાખ્યો હતો. ત્યારે નિહાલ કાર લઇને જતો હતો તે સમયે અજાણ્યા શખ્સે તેને રોકીને તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે કરણે અજાણ્યા શખ્સ સામે શાહપુર પોલીસ સ્ટેશનમાં હત્યાનાં પ્રયાસનો ગુનો નોંધાયો હતો
નિહાલ પટેલની હોસ્પિટલમા સારવાર ચાલતી હતી જે દરમિયાન તેનુ મોત થયુ છે. નિહાલ પટેલ પર જીવલેણ હુમલો કરનાર તેમનો ખાસ મિત્ર જય અતુલકુમાર ઓઝા હોવાનો ખુલાસો થયો છે. આઆરોપી અને મૃતક વચ્ચે કોઈ બાબતને લઈ બોલાચાલી થઈ હતી. જે દરમિયાન અતુલ ઓઝાએ નિહાલ પર જીવલેણ હુમલો કરતાં. સારવાર દરમિયાન તેનું મોત થયું. આ ઘટના બાદ આઆરોપી ફરાર થયો હતો જેને પકડવા પોલીસે ત્રણ ટીમો કામે લગાવી છે.