આમિર ખાને ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રાટ માટે હાયર કરી પ્રાઇવેટ સિક્યોરિટી? મીડિયા અને પેપ્સને પણ કરી આ ખાસ વિનંતી
આમિર ખાને તેના પ્રી-બર્થડે સેલિબ્રેશન દરમિયાન કન્ફર્મેશન આપ્યુ હતું કે તે ગૌરી સ્પ્રેટને ડેટ કરી રહ્યો છે. સુપરસ્ટારે કહ્યું કે તે અને ગૌરી 25 વર્ષથી મિત્રો છે. આમિર ખાન આજે (14 માર્ચે) પોતાનો 60મો બર્થડે ઉજવી રહ્યો છે. પોતાના બર્થડે ના એક દિવસ પહેલા સુપરસ્ટારે મીડિયા અને પાપારાઝી સાથે પોતાનો અ ખાસ દિવસ ઉજવ્યો હતો. આ સેલિબ્રેશનમાં આમિર ખાને બધાને તેની નવી ગર્લફ્રેન્ડનો સાથે ઇન્ટરડ્યુસ કરાવ્યા અને કન્ફર્મેશન આપ્યુ કે તેઓ રિલેશનશિપમાં છે. તેની ગર્લફ્રેન્ડનું નામ ગૌરી સ્પ્રેટ છે અને આ ડિક્લેરેશન બાદ આમિરે ગૌરી માટે પ્રાઇવેટ સિક્યોરિટી હાયર કરી છે.
આ દરમિયાન આમિર ખાને ખુલાસો કર્યો કે મીડિયા સામે તેમના રિલેશનશિપને ડિક્લેર કરતા પહેલા તેણે ગૌરીને તેના માટે તૈયાર કરી હતી. તેણે મીડિયાને તેમના માટે કાઈન્ડ રહેવા રિક્વેસ્ટ કરી છે. આમિરે કહ્યું કે, 'મેં ગૌરીને કહેવાની કોશિશ કરી છે કે માહોલ કેવો હશે, મીડિયાનું ગાંડપણ કેવું હશે અને અમુક હદ સુધી આના માટે તૈયાર પણ કરી છે. ગૌરી લાઇમલાઇટ અને પેપ્સ માટે ટેવાયેલી નથી. આમિરને આશા છે કે મીડિયા તેમની સાથે કાઈન્ડ રહશે અને તેમની પ્રાઈવસીની રિસ્પેક્ટ કરશે.
આમિરે તેની ગર્લફ્રેન્ડ ગૌરી માટે હાયર કરી પ્રાઇવેટ સિક્યોરિટી
આમિર ખાનને પૂછવામાં આવ્યું કે શું તે ગૌરી સ્પ્રેટ માટે કોઈ સુરક્ષા રાખશે? આના પર સુપરસ્ટારે કહ્યું કે તે આ પહેલા પણ કરી ચૂક્યો છે. તેણે કહ્યું કે, 'મેં તે પહેલાથી જ કરી લીધું છે. પણ આ ફક્ત મારી પોતાની શાંતિ માટે છે.' તમને જણાવી દઈએ કે ગૌરી સ્પ્રેટનો મીડિયા સાથે પરિચય કરાવતી વખતે આમિર ખાને કહ્યું હતું કે, 'હું એવી વ્યક્તિની શોધમાં હતો જેની સાથે હું શાંત રહી શકું, જે મને શાંતિ આપી શકે અને તે ગૌરી છે. ગૌરી અને હું 25 વર્ષ પહેલાં મળ્યા હતા અને હવે અમે પાર્ટનર છીએ. અમે એકબીજા માટે ખૂબ જ સિરિયસ અને કમિટેડ છીએ. અમે દોઢ વર્ષથી રિલેશનશિપમાં છીએ.'
શું આમિર ખાન ગૌરી સાથે લગ્ન કરશે?
ગૌરી સ્પ્રેટ સાથે લગ્ન કરવાના પ્રશ્ન પર આમિર ખાને કહ્યું હતું કે, 'મને ખબર નથી કે 60 વર્ષની ઉંમરે મારા લગ્ન શોભશે કે નહીં. પરંતુ મારા બાળકો ખૂબ ખુશ છે અને હું ખૂબ જ નસીબદાર છું કે મારી એક્સ વાઈફ સાથે મારા આટલા સારા સંબંધો છે.'
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats