અભિષેકે 37 બોલમાં સદી ફટકારીને ઈતિહાસ રચ્યો
ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચેની 5 મેચની T20 શ્રેણીની પાંચમી એટલે કે છેલ્લી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ભારતીય ટીમ આ સિરીઝ પહેલા જ 3-1થી કબજે કરી ચૂકી છે.
ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની T20 સીરીઝની પાંચમી એટલે કે છેલ્લી મેચ રમાઈ રહી છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચ ઇંગ્લિશ કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. હાલમાં ભારતીય ટીમે 3 વિકેટ ગુમાવીને 150થી વધુ રન બનાવી લીધા છે.
અભિષેક શર્માએ 37 બોલમાં ફટકારી દીધી સદી
ઓપનર અભિષેક શર્માએ 37 બોલમાં ઝડપી સદી ફટકારી હતી. તે T20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બીજો ભારતીય બની ગયો છે. તેણે સંજુ સેમસનનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જેણે 40 બોલમાં સદી ફટકારી હતી. જોકે, ભારતીયોમાં રોહિત શર્માના નામે 35 બોલમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ છે, જે હજુ પણ અતૂટ છે.
ઓવરઓલ T20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો આ રેકોર્ડ એસ્ટોનિયાના સાહિલ ચૌહાણના નામે છે. ગયા વર્ષે જ 17 જૂન 2024ના રોજ તેણે સાયપ્રસની ટીમ સામે 27 બોલમાં સદી ફટકારી હતી.
T20Iમાં સૌથી ઝડપી અર્ધશતક ફટકારનાર ભારતીય
12 બોલ - યુવરાજ સિંહ Vs ઈંગ્લેન્ડ, ડરબન 2007
16 બોલ - અભિષેક શર્મા વિ ઇંગ્લેન્ડ, વાનખેડે 2025
18 બોલ - કેએલ રાહુલ વિ સ્કોટલેન્ડ, દુબઈ 2021
18 બોલ - સૂર્યકુમાર યાદવ વિ દક્ષિણ આફ્રિકા, ગુવાહાટી 2022
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats