ગુજરાતીઓને ચારધામ યાત્રામાં નડ્યો અકસ્માત, અમદાવાદના 8 લોકો ઈજાગ્રસ્ત

ઉત્તરાખંડમાં ગંગોત્રી ધામ તરફ જઈ રહેલા પ્રવાસીને અકસ્માત નડ્યો હતો, જેમાં 8 લોકો ઘાયલ થયા હતા. ટ્રાવેલરમાં ડ્રાઇવર સહિત 2 બાળકો સહિત 18 લોકો સવાર હતા. તમામ ગુજરાતના અમદાવાદ શહેરના રહેવાસી છે.

image
X
ઉત્તરાખંડમાં ચાલી રહેલી ચારધામ યાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરરોજ હજારો ભક્તો દર્શન માટે આવી રહ્યા છે. દરમિયાન બુધવારે માર્ગ અકસ્માતમાં આઠ લોકો ઘાયલ થયા હતા.  બુધવારે ગુજરાતના અમદાવાદ શહેરમાંથી 18 શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રામાં ગંગોત્રી ધામમાં આવ્યા હતા. અહીં સોનગઢ નજીક તેમના ટ્રાવેલર ની બ્રેક અચાનક ફેલ થઈ ગઈ હતી. જેના કારણે ટ્રાવેલરે કાબુ ગુમાવ્યો હતો  અને અક્સમાંત સર્જાયો હતો. 

આ અકસ્માતમાં વાહનમાં મુસાફરી કરી રહેલા 18 લોકોમાંથી 8 લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. ઘટનાસ્થળે હાજર લોકોએ તાત્કાલિક પોલીસને આ અકસ્માતની જાણ કરી હતી. જે બાદ પોલીસ અને SDRF ઉત્તરાખંડના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા અને કોઈ પણ સમય બગાડ્યા વિના તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા. 
અકસ્માતના પગલે વહીવટી તંત્ર દોડતું થયું હતું. તેમજ SDRF દ્વારા અકસ્માતગ્રસ્ત ટ્રાવેલરની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. અકસ્માત બાદ વાહનમાં મળી આવેલ કિંમતી અને જરૂરી ચીજવસ્તુઓ જિલ્લા પોલીસને સોંપવામાં આવી હતી.

Recent Posts

મેં ભૂલ જ નથી કરી તો હું કેવી રીતે સ્વીકારું : બ્રિજભૂષણ શરણ સિંહ

LokSabha Election 2024 : આઝમગઢમાં અખિલેશની રેલીમાં નાસભાગ, પોલીસે બેકાબૂ ભીડ પર કર્યો લાઠીચાર્જ

ભાવનગર ખાતે બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી, 4ના મોત, 1નો આબાદ બચાવ

LokSabha Election 2024 : PM મોદીએ બિહારમાં સભાને સંબોધતા કહ્યું કોણ છે તેમનો રાજકીય વારસ

સ્વાતિ માલીવાલ અંગે અમિત શાહે આપ્યું નિવેદન, કહ્યું જો સાંસદને મુખ્યમંત્રી આવાસમાં માર મારવામાં આવે તો...

ગરમીના કારણે 108 ઇમરજન્સી કોલમાં ધરખમ વધારો, મે મહિનામાં કુલ 1431 કોલ નોંધાયા

ઈરાને હેલિકોપ્ટર દુર્ઘટના બાદ તરત જ અમેરિકા પાસે માંગી હતી મદદ, વિદેશ વિભાગે જણાવ્યું આ કારણ

LokSabha Election 2024 : આ ગામમાં થયું 100 ટકા મતદાન, વોટિંગ કરવા ફ્લાઇટથી પહોંચ્યો યુવક

અમદાવાદીઓ ગરમીમાં બહાર નીકળતા ચેતજો, હવમાન વિભાગે 5 દિવસ માટે આપ્યું રેડ એલર્ટ

બિહારના સારણમાં ચૂંટણી બાદ હિંસા, ફાયરિંગમાં એકનું મોત, 48 કલાક માટે ઈન્ટરનેટ બંધ