લોડ થઈ રહ્યું છે...

રાજકોટમાં અસામાજીક તત્વો સામે કાર્યવાહી, ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું બુલડોઝર

image
X
અસામાજિક તત્વો પર 'દાદા'નું બુલડોઝર ફરી વળ્યું છે. જેમાં રાજકોટમાં લુખ્ખા તત્વો પર મોટી કાર્યવાહી થઇ છે. રાજકોટના રેલનગરમાં આવેલ આસ્થા ચોક ખાતે ડિમોલિશન કરવામાં આવ્યું છે. માથાભારે તત્વોની ગેરકાયદે મિલકત તોડી પાડવાની કાર્યવાહીમાં કુખ્યાત સલીમ કાસમ માણેક સામે પોલીસે તવાઇ બોલાવી છે. 

રેલનગરમાં આવેલ આસ્થા ચોક ખાતે ડિમોલિશન

મળતી માહિતી મુજબ,  રાજકોટમાં "દાદા"નું બુલડોઝર ફરી એકવાર ગેરકાયદેસર દબાણ પર ફરી વળ્યું છે. રાજકોટમાં રેલનગરમાં આવેલ આસ્થા ચોક ખાતે ડિમોલિશન કરવામાં આવ્યું છે. સલીમ કાસમ માણેકના ઘર-ઓફિસ અને તબેલાનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. સલીમ કાસમ માણેક વિરુદ્ધ 10થી વધારે ગુન્હા નોંધાય ચૂક્યા છે.  ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા સલીમ કાસમ માણેક દ્વારા કરાયેલ ગેરકાયદેસર બાંધકામને દૂર કરવાની કામગીરી તેજ કરવામાં આવી છે. પોલીસ, મનપાના અધિકારીઓ,પીજીવીસીએલ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.

સલીમ કાસમ માણેક વિરુદ્ધ 10થી વધારે ગુના 

રાજકોટમાં લુખ્ખા તત્વો પર 'દાદા'નું બુલડોઝર ફરી વળ્યું છે. રાજકોટના રેલનગરમાં આવેલ આસ્થા ચોક ખાતે ડિમોલિશન કરવામાં આવ્યું છે. માથાભારે તત્વોની ગેરકાયદે મિલકત તોડી પાડવાની કાર્યવાહીમાં કુખ્યાત સલીમ કાસમ માણેક વિરુદ્ધ 10થી વધારે ગુન્હા હિત પ્રવૃતિ ધરાવે છે. આવા અસામાજીક તત્વો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે દબાણો પર હવે તંત્ર દ્વારા લાલઆંખ કરવામાં આવી છે. ગેરકાયદે દબાણોને દુર કરવા મનાપની ટીમ સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે રહીને ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Recent Posts

લંડનમાં અમદાવાદ જેવી પ્લેન દુર્ઘટના, ટેક ઓફ સમયે લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડ સહિતની ઈમરજન્સી ટીમ ઘટનાસ્થળે

અરવલ્લીના મોડાસામાં tv13 ગુજરાતીનો મહાસન્માન પુરસ્કાર સમારોહ, ખેડૂતો, શ્રેષ્ઠીઓ અને ઉદ્યોગપતિઓનું વિશેષ સન્માન

Mehsana: મિત્રના ત્યાં ITની રેડ પડી છે, પૈસા છોડાવવા હોય તો... રૂપિયા 21 લાખ પડાવનારો નકલી IAS અધિકારી ઝડપાયો

સુરત: જૂગારધામ પર દરોડા મામલે કાર્યવાહી, તરસાડી નગરના 3 ભાજપના હોદ્દેદારોને કર્યા સસ્પેન્ડ

EDની અમદાવાદ ઝોનલ ઓફિસની કાર્યવાહી, રૂપિયા 6.80 કરોડની કિંમતની સ્થાવર મિલકત કરાઇ જપ્ત, જાણો સમગ્ર મામલો

ગુજરાતમાં અત્યાર સુધીમાં 117 તાલુકામા મેઘો મૂશળધાર, સૌથી વધુ બનાસકાંઠાનાં દાંતામાં 3.19 ઈંચ વરસાદ ખાબક્યો

CM મોહન યાદવનું દુબઈમાં ઉષ્માભર્યું સ્વાગત, રોકાણકારો સાથે કરશે વાત

સુરેન્દ્રનગરના વઢવાણમાં ઢોર ચરાવવા બાબતે 6 શખ્સોએ આધેડ પર કર્યો હુમલો, સારવાર દરમિયાન મોત

દિલ્હી-NCRમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, આ રાજ્યોમાં આગામી 4 દિવસ વધુ ભારે, IMD આપી ચેતવણી

કે કવિતા પર ટિપ્પણીને લઈને તેલંગાણામાં અંધાધૂંધી, કોંગ્રેસના પૂર્વ નેતાના કાર્યાલયમાં તોડફોડ અને ગોળીબાર