અભિનેત્રી મલાઈકા અરોરાના પિતાએ ટેરેસ પરથી કૂદીને કરી આત્મહત્યા

મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાનું અવસાન થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે અનિલે છત પરથી કૂદીને આત્મહત્યા કરી છે. તેનો પરિવાર અને પરિચિતો આઘાતમાં છે.

image
X
મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાનું અવસાન થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે અનિલે છત પરથી કૂદીને આત્મહત્યા કરી છે. તેનો પરિવાર અને પરિચિતો આઘાતમાં છે. મુંબઈ પોલીસ અભિનેત્રીના ઘરે પહોંચી ગઈ છે. મલાઈકા અને તેના પરિવાર માટે આ ખૂબ જ દુઃખદ અને મુશ્કેલ સમય છે.
આ મુશ્કેલ સમયમાં મલાઈકાનો પૂર્વ પતિ અરબાઝ ખાન પણ તેના ઘરે પહોંચી ગયો છે. અરબાઝ ખાન મલાઈકાના ઘરની બહાર પોલીસ અને અન્ય લોકો સાથે વાત કરતો જોવા મળ્યો હતો. અભિનેતા તેની પૂર્વ પત્નીના ઘરે કેમ ગયો હતો તે અંગે આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવી રહ્યું હતું. હવે તેનું કારણ સામે આવતાં સર્વત્ર શોકનો માહોલ છે.
મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરા પંજાબી હિંદુ પરિવારના હતા. તેમનો પરિવાર ભારતની સરહદ પર આવેલા ફાઝિલકાનો રહેવાસી હતો. અનિલ ઈન્ડિયન મર્ચન્ટ નેવીમાં કામ કરતો હતો. અનિલ અરોરાએ જોયસ પોલીકાર્પ સાથે લગ્ન કર્યા, જે મલયાલી ખ્રિસ્તી પરિવારમાંથી આવે છે.

મલાઈકા અરોરા મુંબઇ આવવા રવાના 
કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે અનિલ અરોરાએ આત્મહત્યા કરી ત્યારે મલાઈકા અરોરા ઘરે ન હતી. આ ઘટના આજે 11 સપ્ટેમ્બરે સવારે 9 વાગ્યાની આસપાસ બની હતી જ્યારે અનિલ અરોરાએ તેની ટેરેસ પરથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. મલાઈકા તે સમયે પુણેમાં હતી. ઘટનાની જાણકારી મળતા જ અભિનેત્રી મુંબઈથી પૂણે જવા રવાના થઈ ગઈ હતી.

અનિલ અરોરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. મલાઈકાનો પૂર્વ પતિ અરબાઝ ખાન પરિવાર સાથે બિલ્ડિંગમાં હાજર છે.

Recent Posts

મહારાષ્ટ્રની ચૂંટણી પહેલા શિંદે કેબિનેટનો મોટો નિર્ણય, આજે મધરાતથી આ 5 ટોલનાકા પર નહીં ચુકવવી પડે ફી

એન્ડ્રોઇડ યુઝર્સ સાવધાન! સરકારી એજન્સીએ આપી મહત્વની ચેતવણી, તમારા ફોન પર તરત જ કરો આ કામ

જેલમાં સોપારી, 4 અઠવાડિયાની રેકી, 3 શૂટર્સ અને 6 ગોળીઓ, જાણો બાબા સિદ્દીકી હત્યા કેસમાં અત્યાર સુધી શું થયા ખુલાસા

મુંબઈથી ન્યૂયોર્ક જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મળી બોમ્બની ધમકી, દિલ્હીમાં ઈમરજન્સી લેન્ડિંગ

અંક જ્યોતિષ/ 14 ઓકટોબર 2024: જાણો આજે તમારો લકી નંબર કયો અને શુભ રંગ કયો રહેશે?

આજનું રાશિફળ/ 14 ઓકટોબર 2024 : આ રાશિના જાતકો રોકાણ કરતાં પહેલા ચેતજો, થઈ શકે છે નુકશાન

આજનું પંચાંગ/ 14 ઓકટોબર 2024: આજના દિવસે કઈ તિથિ અને કયા નક્ષત્ર રહશે? જાણો દિવસના શુભ અને અશુભ યોગ

પૂર્વમાં પીઆઈની બદલી થતાં પોલીસનું ભરણ ડબલ કરાયું તો એક પોલીસ સ્ટેશન બહારનો ગલ્લો બન્યો વહીવટી કેન્દ્ર

શૂટર ગુરમેલ પહેલા પણ કરી ચૂક્યો છે હત્યા, દાદીએ કહ્યું- તેને ગોળી મારી દો

આ શું બોલી ગયા નેતાજી ! સત્ય પર અસત્યનો વિજય ? સુરતના લિંબાયતમાં મેયરની જીભ લપસી