એડમ ગિલક્રિસ્ટે IPLની ઓલ-ટાઇમ XI પસંદ કરી, વિરાટ કોહલી અને ક્રિસ ગેઇલને સ્થાન નહીં, ધોનીને બનાવ્યો કેપ્ટન
ઓસ્ટ્રેલિયન ભૂતપૂર્વ વિકેટકીપર-બેટ્સમેન અને ડેક્કન ચાર્જર્સ હૈદરાબાદના IPL કેપ્ટન, એડમ ગિલક્રિસ્ટે ઇન્ડિયન પ્રીમિયર લીગની(IPL) ઓલ ટાઇમ XI પસંદ કરી છે. ગિલક્રિસ્ટે MS ધોનીને આ લીગનો કેપ્ટન બનાવ્યો છે. ધોની પહેલી સીઝનથી જ IPL રમી રહ્યો છે. તેમણે પોતાની કેપ્ટનશીપ હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે 5 વખત IPLનો ખિતાબ જીત્યો છે.
વિરાટ કોહલી અને ક્રિસ ગેઇલને સ્થાન નહીં
IPL વિજેતા કેપ્ટન એડમ ગિલક્રિસ્ટે લીગના સૌથી વધુ રન બનાવનાર વિરાટ કોહલીને તેની ઓલ ટાઇમ ઈલેવનમાં સામેલ કર્યો નથી . તેણે વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલને પણ ટીમમાં સ્થાન આપ્યું નથી. IPLમાં વિરાટ અને ગેઇલના નામે ઘણા મોટા રેકોર્ડ નોંધાયેલા છે.
ઓલ ટાઈમ IPL XI માં આ દિગ્ગજોને આપ્યું સ્થાન
ગિલક્રિસ્ટે પોતાની ઓલટાઇમ ઇલેવન(11)માં ડેવિડ વોર્નર અને રોહિત શર્માને ઓપનર તરીકે સામેલ કર્યા છે. તે પછી, મિસ્ટર IPL સુરેશ રૈનાની પસંદગી કરવામાં આવી છે. ત્યારબાદ સૂર્યકુમાર યાદવ છે. વેસ્ટ ઇન્ડીઝના કિરોન પોલાર્ડ અને સુનીલ નારાયણ મિડલ ઓર્ડરમાં છે. ગિલક્રિસ્ટે આ ટીમના કેપ્ટન તરીકે મહેન્દ્ર સિંહ ધોનીની પસંદગી કરી છે.
રવિન્દ્ર જાડેજા અને સુનીલ નારાયણને બનાવ્યા સ્પિનર
ગિલક્રિસ્ટે તેના સર્વકાલીન અગિયારમાં 2 સ્પિનર અને 3 ઝડપી બોલરોનો સમાવેશ કર્યો છે. રવિન્દ્ર જાડેજા અને સુનીલ નારાયણને સ્પિનર તરીકે રાખવામાં આવ્યા છે. તેઓ બંને ઉત્તમ સ્પિનર તેમજ મહાન બેટ્સમેન છે. ફાસ્ટ બોલિંગ લાઇન અપમાં જસપ્રિત બુમરાહ, લસિથ મલિંગા અને ભુવનેશ્વર કુમારનો સમાવેશ થાય છે. આ ટીમમાં આઠમા નંબર સુધી બેટિંગ છે.
IPL XI માં આ દિગ્ગજોને સ્થાન નહીં
એડમ ગિલક્રિસ્ટે આ લીગમાં અફઘાનિસ્તાનના લેગ સ્પિનર રાશિદ ખાનનો પણ સમાવેશ કર્યો નથી. રાશિદ લાંબા સમયથી લીગનો શ્રેષ્ઠ બોલર રહ્યો છે. ગિલક્રિસ્ટે પણ આ ઓલ-ટાઇમ ઇલેવનમાં કિંગ કોહલીનો સમાવેશ કર્યો નથી. ગિલક્રિસ્ટે પણ આ ટીમમાં એબી ડી વિલિયર્સને સામેલ કર્યો નથી.
એડમ ગિલક્રિસ્ટની સર્વકાલીન IPL XI (11)
ડેવિડ વોર્નર, રોહિત શર્મા, સુરેશ રૈના, સૂર્યકુમાર યાદવ, કિરોન પોલાર્ડ, એમએસ ધોની (કેપ્ટન), જસપ્રિત બુમરાહ , લસિથ મલિંગા અને ભુવનેશ્વર કુમાર, સુનીલ નારાયણ, રવિન્દ્ર જાડેજા.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats