ADR Report: મોદી સરકારના 99 % મંત્રીઓ છે કરોડપતિ, 28 મંત્રીઓ સામે ફોજદારી કેસ
દેશમાં રવિવારે (9 જૂન) નવી સરકારની રચના કરવામાં આવી હતી. વારાણસીથી ચૂંટાયેલા સાંસદ નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત ભવ્ય સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કુલ 72 મંત્રીઓએ પદ અને ગોપનીયતાના શપથ લીધા. શપથ ગ્રહણ પછી, સોમવારે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મંત્રીમંડળમાં પોર્ટફોલિયોનું વિતરણ કર્યું. મંત્રીઓએ પણ મંગળવારે તેમની ફરજો સંભાળી હતી.
9 જૂન, 2024ના રોજ નરેન્દ્ર મોદી ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા. આ દિવસે નરેન્દ્ર મોદીની સાથે કુલ 71 અન્ય મંત્રીઓએ પણ શપથ લીધા હતા. તેમાં 30 કેબિનેટ અને સ્વતંત્ર હવાલો ધરાવતા પાંચ રાજ્ય મંત્રીઓ અને 36 રાજ્ય મંત્રીઓનો સમાવેશ થાય છે.
મોદી કેબિનેટમાં સૌથી યુવા મહિલા મંત્રી રક્ષા ખડસે છે. મોદી કેબિનેટમાં સામેલ થનાર રક્ષા બીજા સૌથી યુવા મંત્રી છે. તેણી 37 વર્ષની છે. તેની પહેલાં. રામ મોહન નાયડુ (36 વર્ષ) સૌથી યુવા મંત્રી છે. ખડસે માત્ર 26 વર્ષની વયે પહેલીવાર સાંસદ બન્યા હતા. તે NCP નેતા એકનાથ ખડસેની વહુ છે. 2024ની સામાન્ય ચૂંટણીમાં, તેમણે શરદ પવારની આગેવાની હેઠળના NCPના શ્રીરામ પાટીલને 2.5 લાખથી વધુ મતોથી હરાવ્યા હતા.
મંત્રીઓની સરેરાશ સંપત્તિ 107.94 કરોડ
ચંદ્રશેખર પેમ્માસાની 'મોદી 3.0'માં સૌથી ધનિક મંત્રી છે. જેની સંપત્તિ 5,700 કરોડથી વધુ છે, . પેમ્માસાની ગ્રામીણ વિકાસ મંત્રાલયમાં રાજ્ય મંત્રી અને સંચાર મંત્રાલયમાં રાજ્ય મંત્રી છે. સંચાર મંત્રી અને પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કુલ 424.75 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. જનતા દળ (સેક્યુલર) તરફથી ઉદ્યોગ મંત્રી એચડી કુમારસ્વામીની કુલ સંપત્તિ 217.23 કરોડ રૂપિયા છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કુલ 144.12 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. સંસ્કૃતિ મંત્રાલયમાં રાજ્યકક્ષાના મંત્રી રાવ ઈન્દ્રજીત સિંહની કુલ સંપત્તિ 121.54 કરોડ રૂપિયા છે. મહારાષ્ટ્રના મુંબઈ ઉત્તરના બીજેપીના અન્ય મંત્રી, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે 110.95 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. નવા મંત્રીઓમાં લગભગ 99 ટકા કરોડપતિ છે. વિશ્લેષણ કરાયેલા 71 મંત્રીઓમાંથી 70 મંત્રીઓએ પોતાને કરોડપતિ ગણાવ્યા છે. રિપોર્ટ દર્શાવે છે કે મંત્રીઓની સરેરાશ સંપત્તિ 107.94 કરોડ રૂપિયા છે.
7 મંત્રીઓ Phd
11એ તેમની શૈક્ષણિક લાયકાત 12મા ધોરણની હોવાનું જાહેર કર્યું છે, જ્યારે 57 મંત્રીઓએ તેમની શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન અથવા તેથી વધુ હોવાનું જાહેર કર્યું છે. 15 ટકા મંત્રીઓએ તેમની ઉચ્ચતમ શૈક્ષણિક લાયકાત 12મા ધોરણ તરીકે જાહેર કરી છે. અહેવાલ દર્શાવે છે કે 57 મંત્રીઓ સ્નાતક સ્તર અથવા તેનાથી ઉપરની લાયકાત ધરાવે છે. 14 મંત્રીઓએ પોતાને ગ્રેજ્યુએટ જાહેર કર્યા છે. 10 મંત્રીઓ પાસે વ્યાવસાયિક અંડરગ્રેજ્યુએટ ડિગ્રી છે અને 26 પાસે અનુસ્નાતક ડિગ્રી છે. આ ઉપરાંત સાત મંત્રીઓએ ડોક્ટરેટની ડિગ્રી મેળવી છે અને ત્રણ મંત્રીઓ ડિપ્લોમા ધારક છે.
ADR મુજબ , 17 મંત્રીઓ 31-50 વર્ષની વય જૂથમાં છે. જેમાં 51 થી 70 વર્ષની વય જૂથના વરિષ્ઠ નેતાઓની સંખ્યા સૌથી વધુ છે. નવી મંત્રી પરિષદમાં 71માંથી 47 મંત્રીઓએ તેમની ઉંમર 51 થી 70 વર્ષની વચ્ચે જાહેર કરી છે. 22 મંત્રીઓ 51 થી 60 વર્ષની વયજૂથમાં, 25 મંત્રીઓ 61થી 70 વર્ષની વયજૂથમાં અને 17 મંત્રીઓ 31થી 50 વર્ષની વયજૂથમાં છે.
28 મંત્રીઓ સામે ફોજદારી કેસ
ત્રીજી નરેન્દ્ર મોદી સરકારના 28 મંત્રીઓ સામે ફોજદારી કેસ છે. બંને મંત્રીઓએ ભારતીય દંડ સંહિતાની કલમ 307 હેઠળ હત્યાના પ્રયાસ સંબંધિત કેસ જાહેર કર્યા છે. પાંચ મંત્રીઓ પર મહિલાઓ વિરુદ્ધ અપરાધો સંબંધિત કેસ છે. વધુમાં, એડીઆરએ જણાવ્યું હતું કે આઠ પ્રધાનો પર અપ્રિય ભાષણ સંબંધિત કેસ છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM