ગુજરાતના DyCM બન્યા બાદ હર્ષ સંઘવીની ટ્વિટ, લોકોને કરી આ ખાસ અપીલ
આખરે ગુજરાતના નવા મંત્રીઓની જાહેરાત થઈ ગઈ અને તેમની શપથવિધિ પણ પુરી થઈ ગઈ છે. ત્યારે હવે કેબિનેટ બેઠક બાદ નવા મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરી દેવાઈ છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હર્ષ સંઘવીને ગૃહ મંત્રી બનાવ્યા, સાથે જ તેમને સૌથી વધુ ખાતાઓ પણ ફાળવ્યા છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી બનતા જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને લોકોને અપીલ કરી છે.
હર્ષ સંઘવીની ટ્વીટ
હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, "મારી સૌને કરબદ્ધ નમ્ર વિનંતી...ગુજરાતના નાગરિકો તથા કાર્યકર્તા મિત્રોએ આપેલો પ્રેમ, પ્રસન્નતા અને આદર હૃદયપૂર્વક સ્વીકારું છું અને તેના માટે નતમસ્તક છું. પરંતુ મારી આપ સૌને નમ્ર અપીલ છે કે અભિનંદન અને શુભકામનાઓના હોર્ડિંગ્સ અથવા બેનર લગાવવાને બદલે, આપણી ખુશીઓ સામાજિક સેવાઓ દ્વારા જરૂરિયાતમંદ લોકો સાથે વહેંચીએ અને તેમના જીવનમાં પણ પ્રકાશ ફેલાવીએ."
મુખ્યમંત્રી સહિત ક્યાં મંત્રીને કયું ખાતું ફાળવાયું?
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સામાન્ય વહીવટ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, માર્ગ અને મકાન અને મહત્વના પ્રોજેક્ટ્સ, ખાણ અને ખનીજ, માહિતી અને પ્રસારણ
- નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ગૃહ, કાયદો અને ન્યાય, રમતગમત અને યુવા, પ્રવાસન, ઉદ્યોગ, MSME, વાહન વ્યવહાર
- કેબિનેટ મંત્રી કનુ દેસાઈને નાણાં, શહેરી વિકાસ અને શહેરી આવાસ
- કેબિનેટ મંત્રી જિતુ વાઘાણીને કૃષિ અને સહકાર પશુપાલન અને મત્સ્યોદ્યોગ
- કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલને ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ
- કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર ગ્રામ વિકાસ
- કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાને વન અને પર્યાવરણ, સાયન્સ ટેક્નોલોજી, ક્લાયમેટ ચેન્જ
- કેબિનેટ મંત્રી રમણ સોલંકીને અન્ન અને નાગરિક પુરવઠો, ગ્રાહક સુરક્ષા
- કેબિનેટ મંત્રી પ્રદ્યુમન વાજાને પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ, સામાજિક ન્યાય અને અધિકારિતા
- કેબિનેટ મંત્રી નરેશ પટેલને આદિજાતિ વિકાસ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ
- રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાનશેરિયાને આરોગ્ય, પરિવાર કલ્યાણ, અને તબીબી શિક્ષણ
- રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલને જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રાલય
- રાજ્યકક્ષાના મંત્રી મનીષા વકીલને મહિલા અને બાળ કલ્યાણ, સામાજિક ન્યાય અને અધિકારિતા
- રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકીને મત્સ્ય ઉદ્યોગ વિભાગ
- રાજ્યકક્ષાનાં મંત્રી રિવાબા જાડેજાને પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ વિભાગ
- રાજ્યકક્ષાના મંત્રી પી.સી. બરંડાને આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો
- રાજ્યકક્ષાના મંત્રી કાંતિ અમૃતિયાને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી
- રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરિયાને કાયદો અને ન્યાય, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, સંસદીય બાબતો
- રાજ્યકક્ષાના મંત્રી રમેશ કટારાને કૃષિ, પશુપાલન અને ખેડૂત કલ્યાણ, સહકાર
- રાજ્યકક્ષાના મંત્રી જયરામ ગામીતને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ, નાગરિક ઉડ્ડયન
- રાજ્યકક્ષાનાં મંત્રી દર્શના વાઘેલાને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ
- રાજ્યકક્ષાના મંત્રી પ્રવીણ માળીને વન અને પર્યાવરણ,વાહન-વ્યવહાર, ક્લાયમેન્ટ ચેન્જ
- રાજ્યકક્ષાના મંત્રી સંજયસિંહ મહીડાને મહેસૂલ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ગ્રામીણ વિકાસ પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ
- રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલને નાણાં, પોલીસ હાઉસિંગ, જેલ નશાબંધી, સરહદી સુરક્ષા
- રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમ છાંગાને ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ
- રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરને ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ સોંપવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની નવી કેબિનેટના મંત્રીમંડળના સભ્યો આજે ચાર્જ લેશે. નવા મંત્રીઓના ચેમ્બરની સજાવટ માટે 250 કિલોથી વધુ ફૂલો મંગાવવામાં આવ્યા છે. ફૂલોની સજાવટથી મંત્રીઓની ચેમ્બરને મહેંકાવી દેવામાં આવી છે. ફૂલોના હાર આસોપાલવના હાર બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.cm/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujaorati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats