લોડ થઈ રહ્યું છે...

Operation Sindoor: કર્નલ સોફિયા કુરેશી બાદ હવે વડોદરાના સાંસદ ડૉ.હેમાંગ જોશીને મોટી જવાબદારી, સાંસદોનું ડેલિગેશન 33 દેશોમાં પાકિસ્તાનની ખોલશે પોલ

image
X
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું અને આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કર્યો. આ પછી ભારત સરકાર વૈશ્વિક સ્તરે પાકિસ્તાનની આતંકવાદી પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરવા માટે ઘણા દેશોમાં પોતાનું પ્રતિનિધિમંડળ મોકલશે. ત્યારે કર્નલ સોફિયા કુરેશી બાદ હવે વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશીને PM મોદીએ મોટી જવાબદારી સોંપી છે. 

પાકિસ્તાનની પોલ ખોલવા માટે દેશના સાંસદોનું ડેલિગેશન 33 દેશોમાં જશે
ભારત પાકિસ્તાન સ્પોન્સર્ડ આતંકવાદને વૈશ્વિક મંચ પર ઉજાગર કરવાની રણનીતિ પર કામ કરી રહ્યું છે. પહેલગામ આતંકવાદી હુમલા બાદ 'ઑપેરશન સિંદુર' અંતર્ગત ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને 9 અડ્ડાઓનો નાશ કર્યો, આ કાર્યવાહીમાં 100થી વધુ આતંકવાદીઓ હણી નાંખ્યા હતા. હવે ભારત સરકાર આંતકવાદ વિરુદ્ધ ઝીરો ટૉલરન્સની નીતિ પર આગળ વધવા ના સંદેશ સાથે સાંસદોના ડેલિગેશનને વિદેશ મોકલવા જઈ રહી છે. સાંસદોનુ આ પ્રતિનિધિ મંડળ અલગ-અલગ દેશોની મુલાકાત લઈને ત્યાં પાકિસ્તાનની પોલ ખોલશે. 

કર્નલ સોફિયા કુરેશી બાદ વડોદરાની વધુ એક હસ્તીને મોટી જવાબદારી 
મળતી માહિતી મુજબ, ભારત પાકિસ્તાન સ્પોન્સર્ડ આતંકવાદને વૈશ્વિક મંચ પર ઉજાગર કરવાની રણનીતિ પર કામ કરી રહ્યું છે. ભારત સરકાર આંતકવાદ વિરુદ્ધ ઝીરો ટૉલરન્સની નીતિ પર આગળ વધવા ના સંદેશ સાથે સાંસદોના ડેલિગેશનને વિદેશ મોકલવા જઈ રહી છે. સાંસદોનુ આ પ્રતિનિધિ મંડળ અલગ-અલગ દેશોની મુલાકાત લઈને ત્યાં પાકિસ્તાનની પોલ ખોલશે. જેમાં ગુજરાતમાંથી એકમાત્ર વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઓપરેશન સિંદુર અંગે વડોદરાનાં સાંસદને PM મોદીએ જવાબદારી સોંપી 
ઓપરેશન સિંદુર અંગે વડોદરાનાં સાંસદને PM મોદીએ જવાબદારી સોંપી છે. વડોદરાનાં યુવા સાંસદ ડૉ.હેમાંગ જોશીને સરકારે વિદેશ મોકલ્યા છે. ગુજરાતમાંથી એકમાત્ર વડોદરાનાં સાંસદ ડૉ.હેમાંગ જોશીની પસંદગી કરવામાં આવી છે. મૂળ વડોદરાના અને પશ્ચિમ બંગાળથી તૃણમુલ સાંસદ ક્રિકેટર યુસુફ પઠાણને જવાબદારી આપવામાં આવી છે.  9 સાંસદોનાં પ્રતિનિધિમંડળમાં બંને સાંસદોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાંસદ યુસુફ પઠાણનો પણ આ જ પ્રતિનિધિમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઓપરેશન સિંદુર અંગે અન્ય દેશોને સાંસદો માહિતગાર કરશે.જાપાન, કોરિયા, સિંગાપોર, ઇન્ડોનેશિયા, મલેશિયાને ઓપરેશન સિંદુર અંગે  માહિતી આપશે.

વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશીએ વીડિયો સંદેશ 
વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશીએ વીડિયો સંદેશ મારફતે જણાવ્યું કે, એક નાગરિક તરીકે, લોકસભામાં PM મોદી અને NDA સરકારના એક સૈનિક તેમજ ભાજપના કાર્યકર તરીકે મારા માટે આ ખૂબ જ ભાવુંક ક્ષણ છે. મારી સાથે વડોદરાના તમામ નાગરિકો માટે આ બમણી હર્ષની લાગણી છે, કારણ કે ઑપરેશન સિંદુર પાર પાડવા અને તેને દુનિયા સમક્ષ મૂકવા માટે વડાપ્રધાન અને આર્મ ફોર્સના વડાઓએ આપણા વડોદરાની દીકરી સોફિયા કુરૈશીની પસંદગી કરી હતી.  હવે જ્યારે ઓલ પાર્ટી ડેલિગેટ વિશ્વના દરેક ખુણે જઈ રહ્યું છે. જેમાં દુશ્મન દેશો દ્વારા ખોટી અફવાઓ ફેલાવવામાં આવી હોય, તેને પુરાવા સાથે ખંડન કરવા અને ઑપરેશન સિંદૂર દ્વારા આપણી સેનાએ જે પરાક્રમ બતાવ્યું, તેને વિશ્વ સમક્ષ મૂકવામાં આવે છે. ઑપરેશન સિંદુર માત્ર બદલાની ભાવનાથી નહીં પણ ન્યાય અપાવવા માટે લેવામાં આવેલું પગલું છે. ભારત સરકારે જે ઓલપાર્ટી ડેલિગેટની રચના કરવામાં આવી છે, તેમાં એક સાંસદ તરીકે વિશ્વના નોર્ધન દેશોમાં જઈને સાચી વાત મૂકવાની છે. આ સમગ્ર ટીમમાં મારી પણ પસંદગી કરવામાં આવી છે. જે બદલ હું પાર્ટી અધ્યક્ષ નડ્ડા, અમિત શાહ અને નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. એક ટીમ મેમ્બર તરીકે જે કોઈ જવાબદારી આપવામાં આવશે, તેને પ્રામાણિક્તાથી નિભાવવાનો પ્રયાસ કરીશ.

Recent Posts

Dwarka: જૂની માછીમારી બોટોના રજીસ્ટ્રેશનના નામે કૌભાંડનો પર્દાફાશ, 2 એજન્ટ, 9 માછીમારો સહિત કુલ 11 લોકોની અટકાયત

Gujarat by Election 2025: વિસાવદર અને કડી પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ, ઉમેદવારોનું ભાવી EVMમાં કેદ, જાણો કેટલા ટકા થયું મતદાન

PM મોદીની વતન વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ઘમરોળ્યું, વલસાડના વાપીમાં જળબંબાકાર, અનેક ગામો સંપર્ક વિહોણા, જાણો તમારા શહેરની સ્થિતિ

ભરૂચ: લક્ઝરી બસમાંથી ઝડપાયો વિદેશી દારૂ, એલસીબી પોલીસે 2ની કરી ધરપકડ

સુરત પોલીસે છેલ્લા 48 કલાકમાં 119 ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીને ઝડપી પાડ્યા, ડિપોર્ટ કરવાની કાર્યવાહી તેજ

અમદાવાદ વિમાન દુર્ઘટના: મૃત્યુઆંક વધી શકે છે, પોલીસ કમિશનરે કહ્યું-'318 શરીરના ભાગો મળ્યા'

Gujarat by Election 2025: ગુજરાતમાં જામ્યો ચૂંટણીનો માહોલ! બપોરે 3 વાગ્યા સુધીમાં કડીમાં 46.33% અને વિસાવદરમાં 47.67% મતદાન નોંધાયું, મતદારોમાં ભારે ઉત્સાહ

ખરીફ કઠોળ પાકમાં રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં અને વાવણી સમયે ખેડૂતોએ આટલું જરૂર કરવું

Gujarat Monsoon: ગુજરાતમાં અત્યાર સુધીમાં 91 તાલુકામાં મેઘ મહેર, વાપીમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો