Deepseek પછી, ચીને નવું AI આસિસ્ટન્ટ 'Manus' લોન્ચ કર્યું! જાણો શું છે ખાસ?
ચીનમાં નવું શક્તિશાળી AI ટૂલ 'Manus' ચર્ચામાં છે. આ નવા AI એજન્ટને એક સાધારણ ચેટબોટ કરતાં વધુ મદદરૂપ માનવામાં આવી રહ્યું છે. એક નવું શક્તિશાળી AI ટૂલ 'Manus' ચીનમાં હેડલાઈન્સમાં છે. આ નવા AI એજન્ટને બીજા બધા ચેટબોટ કરતાં વધુ સારું માનવામાં આવી રહ્યું છે. આ ચેટબોટ શેરબજારનું વિશ્લેષણ કરવાથી લઈને ટ્રાવેલિંગ માટે પર્સનલ ગાઈડબૂક બનાવવા સુધીના વિવિધ કાર્યો કરવા સક્ષમ છે.
કેવી રીતે કામ કરે છે Manus?
Manusને ચીની સ્ટાર્ટઅપ બટરફ્લાય ઇફેક્ટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું.તેના કો-ફાઉન્ડર યિચાઓ "પીક" જીએ તેને "new era of human and machine collaboration"" તરીકે વર્ણવ્યું હતું અને તેને આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ (AGI) તરફ એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું.
હાલમાં, આ AI ટૂલ ફક્ત ઇન્વાઇટ માધ્યમથી જ મળી રહે છે. છતાં, તેનું ઓફિશિયલ ડિસ્કોર્ડ સર્વર 1.7 લાખથી વધુ મેમ્બર્સ સુધી પહોંચી ગયું છે. તેનું નામ લેટિન શબ્દ "મેન્સ એટ મેનસ" પરથી આવ્યું છે જેનો અર્થ "મન અને હાથ" થાય છે, જે નોલેજ અને પ્રેક્ટિકલ એપ્લીકેશનના કોમ્બિનેશનનું પ્રતીક છે.
અન્ય AI ટૂલ્સથી કેવી રીતે અલગ છે Manus?
સિંગાપોરમાં S. Rajaratnam School of International Studies (RSIS)ના રિસર્ચર મનોજ હરજાનીના મતે, Manus અન્ય ચેટબોટ્સ કરતાં વધુ સારું છે કારણ કે તે યુઝર્સના બદલે ઓટોનોમસ(પોતાની સૂજ બૂજથી) રીતે કાર્ય કરી શકે છે. જ્યારે Deepseek અને ChatGPT ફક્ત ચેટ ઇન્ટરફેસમાં જ યુઝર્સના પ્રશ્નોના જવાબ આપે છે. Manus ટિકિટ બુકિંગ, રિઝ્યુમ ફિલ્ટરિંગ અને અન્ય રિયલ વર્લ્ડ ટાસ્કને પોતાની જાતે કરી શકે છે. વધુમાં, જ્યારે Deepseekને પડદા પાછળ ડેવલોપ કરવામાં આવ્યું હતું, ત્યારે Manusને લિમિટેડ ઇન્વાઇટ ઓન્લી ઍક્સેસ આપીને તેને બિસનેસ સંબંધી ગ્રાહકોને ટાર્ગેટ બનાવીને પ્રમોટ કરવામાં આવી રહ્યું છે.
AI સેન્સરશીપ અને સંવેદનશીલ મુદ્દાઓ
Deepseekને ચીની સરકારની નીતિઓ અનુસાર જવાબો પૂરા પાડવા માટે પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો પરંતુ Manus સેન્સરશીપ વિના નિષ્પક્ષ જવાબો પૂરા પાડવા સક્ષમ છે. જ્યારે માનુસને 1989 ની તિયાનમેન સ્ક્વેર ઘટના વિશે પૂછવામાં આવ્યું હતું, ત્યારે તેણે તેને "લોકશાહી તરફી વિરોધીઓ સામે ચીની સરકાર દ્વારા હિંસક કાર્યવાહી" તરીકે વર્ણવ્યું હતું અને ઘટનાનું વિગતવાર વર્ણન આપ્યું હતું. માનુસે સ્પષ્ટતા કરી કે તેઓ જાણી જોઈને કોઈપણ વાસ્તવિક માહિતીને સેન્સર કરતા નથી. તેની પાછળનું કારણ એ હોઈ શકે છે કે તેની ડેવલોપીનગ ટીમે ચેટબોટ્સની જેમ તેમાં કન્ટેન્ટ મોડરેશન ઉમેર્યું નથી.
શું Manus આગામી Deepseek બની શકે છે?
માનુસ એક અદ્યતન AI એજન્ટ છે જે રિયલ વર્લ્ડના કાર્યોને જાતે વિચારવા, આયોજન કરવા અને અમલમાં મૂકવા માટે રચાયેલ છે. Manus યુઝર્સના ફક્ત એક જ પ્રોમ્પ્ટથી વેબસાઇટ બનાવી શકે છે, ટ્રિપ્સનું આયોજન કરી શકે છે, સ્ટોક્સનું વિશ્લેષણ કરી શકે છે અને બીજું ઘણું બધું કરી શકે છે. RSISના હરજાનીના મતે, Manusની સફળતા તેના પર નિર્ભર રહેશે કે તે યુઝર્સની માંગ અનુસાર પોતાને સ્કેલ કરવામાં સક્ષમ છે કે નહીં. જોકે, તેમણે ઉમેર્યું કે Manus અને Deepseek સંપૂર્ણપણે અલગ AI મોડેલ છે તેથી Manusને સમાન સફળતા મળશે કે નહીં તે જોવાનું રહેશે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats
app.com/L1eF5HL2qu51EIqrPVyoHB