દિલ્હી બ્લાસ્ટ બાદ DGP વિકાસ સહાયની રાજ્યમાં રાષ્ટ્ર વિરોધીઓ સામે કડક ડ્રાઇવ, 100 કલાકનું કડક અલ્ટિમેટમ
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા કાર વિસ્ફોટની ગંભીર ઘટના બાદ ગુજરાત પોલીસ એક્શનમાં આવી છે. ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા જેવા મહાનગરો સહિત સરહદી જિલ્લાઓ કચ્છ અને બનાસકાંઠામાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી દેવામાં આવી છે. દિલ્હી કાર બ્લાસ્ટ બાદ ગુજરાતમાં પોલીસની સઘન કાર્યવાહી તેજ કરવામાં આવી છે.
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આજે તમામ શહેર/જિલ્લાના પોલીસવડાઓને તાકીદ કરવામાં આવી છે કે, છેલ્લા 30 વર્ષમાં ગુજરાતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓના ગુનામાં પકડાયેલા આરોપીઓનું ચેકીંગ કરી વેરીફીકેશન પ્રક્રિયાને અંતે ડોઝીઅર તૈયાર કરવાની કાર્યવાહી આગામી 100 કલાકમાં પૂર્ણ કરવામાં આવે તેવો આદેશ આપવામાં આવ્યો છે.
DGP વિકાસ સહાયના આદેશ
- દિલ્હી કાર બ્લાસ્ટ બાદ ગુજરાતમાં પોલીસની સઘન ચેકિંગ
- છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિ કરનારા તત્વોનો મેળવાશે ડેટા
- 30 વર્ષમાં પકડાયેલા આરોપીઓનું કરાશે વેરીફીકેશન
- વેરીફીકેશન બાદ બહાર પડાશે ડોઝિયર
- આગામી 100કલાકમાં પૂર્ણ કરાશે તમામ કાર્યવાહી
મળતી માહિતી મુજબ, દિલ્હી કાર બ્લાસ્ટ બાદ ગુજરાતમાં પોલીસ ની સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. DGP વિકાસ સહાયે તમામ જિલ્લા પોલીસ વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક કરી હતી. આ બેઠકમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિ કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે. DGP વિકાસ સહાયે તમામ જિલ્લા પોલીસ વડાઓને આદેશ આપ્યો છે કે, છેલ્લા 30 વર્ષમાં ગુજરાતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓના ગુનામાં ઝડપાયેલા આરોપીઓનું ચેકિંગ કરવામાં આવે અને તેનું વેરીફીકેશન કર્યા બાદ ડોઝિયર બહાર પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આગામી 100 કલાકમાં તમામ કાર્યવાહી પૂર્ણ કરાશે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.cm/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujaorati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats