ગાયકવાડ બાદ ધોની પણ ઘાયલ! ચેન્નાઈની આગામી મેચમાં નહીં રમે માહી?
ચેન્નાઈ સુપર કિંગ્સના ચાહકો માટે આઘાતજનક સમાચાર છે. મહેન્દ્ર સિંહ ધોની ઘાયલ થયો છે. ધોનીએ લખનૌ સુપર જાયન્ટ્સ સામે ચેન્નાઈ માટે જોરદાર ઇનિંગ રમી અને ટીમને જીત તરફ લઈ જવામાં મોટો ફાળો આપ્યો હતો. આ મેચ દરમિયાન ધોનીને પગમાં ઈજા થઈ હતી. મેચ પુરી થયા પછી પણ ધોનીના પગમાં દુખાવો થઈ રહ્યો હતો, જેના કારણે તે ધીમી ગતિએ સાચવી-સાચવીને ચાલી રહ્યો હતો. જેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે. જોકે, ધોની અંગે કોઈ સત્તાવાર માહિતી બહાર પાડવામાં આવી નથી.
ધોનીના પગમાં જોવા મળી ઈજા
ચેન્નાઈ તરફથી ધોની સાતમા નંબરે બેટિંગ કરવા આવ્યો. આ દરમિયાન તેણે 11 બોલનો સામનો કર્યો અને 26 રન બનાવીને અણનમ રહ્યો હતો. ધોનીની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગો આવ્યો હતો. સીએસકેની ઇનિંગ્સની છેલ્લી ઓવરો દરમિયાન ધોનીને પગમાં થોડી તકલીફ જોવા મળી હતી. મેચ પછી પણ તે આરામથી ચાલી શકતો ન હતો. ધોનીને અગાઉ પણ પગમાં ઈજા થઈ હતી. આ પછી તે લાંબા સમય સુધી રમી શક્યો ન હતો.
અહીં જુઓ વીડિયો:
Thala Dhoni limping , Hopefully not a serious one pic.twitter.com/cYfPOpWARG
— Chakri Dhoni (@ChakriDhonii) April 15, 2025
શું ધોની મુંબઈ ઈન્ડિયન્સ સામે નહીં રમે?
રવિવારે ચેન્નાઈ અને મુંબઈ વચ્ચે મેચ રમાશે. આ મેચ વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે. ધોની આ મેચમાં રમશે કે નહીં તે તેની ફિટનેસ પર નિર્ભર રહેશે. પરંતુ હાલમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ધોની અંગે કોઈ અપડેટ આપ્યું નથી. જો ધોની સંપૂર્ણપણે ફિટ નહીં થાય, તો તે આગામી મેચોમાંથી બહાર થઈ શકે છે.
ગાયકવાડ પહેલાથી જ ઈજાને કારણે બહાર
ચેન્નાઈના કેપ્ટન રુતુરાજ ગાયકવાડ ઈજાના કારણે પહેલાથી જ ટુર્નામેન્ટમાંથી બહાર છે. ગાયકવાડના સ્થાને CSK એ આયુષ મ્હાત્રેનો ટીમમાં સમાવેશ કર્યો છે. આ સિઝનમાં CSK સતત પાંચ મેચ હારી ગયું છે. પરંતુ તેણે લખનૌ સામે સારું પ્રદર્શન કર્યું અને વાપસી કરી છે.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats