લોડ થઈ રહ્યું છે...

પતિ અને બાળકોને છોડી પ્રેમી સાથે ભાગી વિદેશ, સીમા હૈદર અને અંજુ બાદ હવે આ મહિલાની ચર્ચા..!

આ મહિલા બે બાળકો સાથે ગામમાં રહેતી હતી. જ્યારે તેનો પતિ મુંબઈમાં નોકરી કરતો હતો. પતિની ગેરહાજરીમાં મહિલા તેણી બીમાર હોવાનું કહી સારવાર માટે ગુજરાત ગઇ હતી પરંતુ પરત આવી ન હતી.

image
X
સીમા હૈદર અને અંજુ બાદ હવે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાની દીપિકાનું નામ ચર્ચામાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દીપિકા તેના પતિ અને બાળકોને છોડીને તેના પ્રેમી સાથે વિદેશ ભાગી ગઈ છે. તાજેતરમાં દીપિકાના પતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અને તપાસ ચાલી રહી છે પરંતુ હજુ સુધી કોઈ તેને શોધી શક્યું નથી. આસપાસ વિસ્તારના લોકો તેને લવ જેહાદની ઘટના ગણાવી રહ્યા છે.

આ મામલો ડુંગરપુર જિલ્લાના ભમાઈ ગામનો છે. જ્યાં 10 જુલાઈના રોજ એક મહિલા ઘરેથી કહ્યા વગર અન્ય સમાજના યુવક સાથે વિદેશ ગઈ હતી. આ મહિલાને બે બાળકો છે. એક દીકરી 11 વર્ષની છે જ્યારે દીકરો 7 વર્ષનો છે. પત્ની ઘરમાંથી અચાનક ગાયબ થઈ જતાં પતિએ ચિત્રી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. પરંતુ હજુ સુધી તેનો પત્તો લાગ્યો નથી. જેના કારણે રોષે ભરાયેલા લોકોએ ગતરોજ એસપી કચેરીનો ઘેરાવ કર્યો હતો.

જણાવી દઈએ કે મહિલા બે બાળકો સાથે ગામમાં રહેતી હતી જ્યારે તેનો પતિ મુંબઈમાં કામ કરતો હતો. પતિની ગેરહાજરીમાં મહિલાઓ અવારનવાર ગુજરાત અને ઉદયપુર સારવાર માટે જતી હતી. 10મી જુલાઈના રોજ પણ તે પોતાને બીમાર હોવાનું જણાવી સારવાર માટે ગુજરાત ગઈ હતી પરંતુ 13મી જુલાઈ સુધી પરત આવી ન હતી. ત્યાર બાદ તેણે તેના પતિને વોટ્સએપ પર ફોન કરીને કહ્યું હતું કે, 'તમે મારાથી નાખુશ હતા, તેથી હું તમારાથી દૂર આવી ગઈ છું...' આ સાંભળીને તેનો પતિ ચોંકી ગયો હતો. જ્યારે તે ઉતાવળમાં મુંબઈથી ઘરે આવ્યો ત્યારે તેને તેની પત્ની ગાયબ હોવાનું જાણ્યું હતું. ઘરમાં તપાસ કરતાં લાખોની કિંમતના દાગીના અને રોકડ પણ ગાયબ હતી. જે બાદ પતિએ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ ચાલુ છે.

આ કેસમાં ચિત્રી પોલીસ સ્ટેશનના અધિકારી ગોવિંદ સિંહે જણાવ્યું કે મુકેશ પાટીદારે રિપોર્ટમાં જણાવ્યું છે કે તેની પત્ની દીપિકા 7 જુલાઈ 2023ના રોજ ઘરેથી સારવારના નામે ગુજરાત ગઈ હતી. ત્યાંથી તેની પત્ની ગુમ થઈ ગઈ હતી. અમે તપાસ કરી રહ્યા છીએ. આ દરમિયાન મહિલાની કેટલીક તસવીરો સામે આવી છે જેમાં તે એક યુવક સાથે બુરખો પહેરેલી જોવા મળી રહી છે. આ સાથે જ બીજી તસવીરમાં તે સાડીમાં જોવા મળી રહી છે. આ ઘટના અંગે લોકો જુદી જુદી વાતો કરી રહ્યા છે. મહિલા કુવૈત જતી હોવાની વાત પણ સામે આવી રહી છે.

Recent Posts

રાજ્યમાં આજે આ જિલ્લાઓમાં વરસશે છુટોછવાયો વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

યુટ્યુબર માટે મિત્રતા બની સમસ્યા, જ્યોતિ મલ્હોત્રા જાસૂસી કેસમાં પ્રિયંકા સેનાપતિ કોણ છે? જાણો

સરકારી કચેરીના સમયમાં થશે ફેરફાર?

લશ્કરના આતંકવાદી સૈફુલ્લાહનો પાકિસ્તાની ઝંડામાં નીકળ્યો જનાજો, પહેલગામ હુમલા બાદ ISIએ તેને અંડરગ્રાઉન્ડ કર્યો હતો

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેનને થયું પ્રોસ્ટેટ કેન્સર, હાડકાં સુધી ફેલાઇ ગયો ગંભીર રોગ

હૈદરાબાદમાં બોમ્બ વિસ્ફોટનું કાવતરું નિષ્ફળ, ISIS સાથે જોડાયેલા 2 શંકાસ્પદ લોકોની ધરપકડ

Operation Sindoor: કર્નલ સોફિયા કુરેશી બાદ હવે વડોદરાના સાંસદ ડૉ.હેમાંગ જોશીને મોટી જવાબદારી, સાંસદોનું ડેલિગેશન 33 દેશોમાં પાકિસ્તાનની ખોલશે પોલ

Ahmedabad: તમાકુ-વાસણના 67 વેપારીઓના 84 સ્થળોએ SGSTના દરોડા, 9.28 કરોડની કરચોરી ઝડપાઇ

Top News | તુર્કીને પાકિસ્તાનનું સમર્થન ભારે પડયું | tv13 gujarati

અમદાવાદના સરખેજમાં બ્લુ વોટર ટાવર ખાતે SMCના દરોડા, મેફેડ્રોનના જથ્થા સાથે 23.78 લાખનો મુદ્દામાલ જપ્ત