ચૂંટણીની ડયુટી નિભાવ્યા બાદ; પોલીસકર્મીએ ખરી ફરજ નિભાવી

ચૂંટણીની ડયુટી નિભાવ્યા બાદ; પોલીસકર્મીએ ખરી ફરજ નિભાવી, માતાપિતાથી વિખૂટી પડેલી 3 વર્ષની બાળકીને માતાપિતા સાથે કરાવ્યું મિલન

image
X
ભાવેશસિંહ રાજપુત, અમદાવાદ

લોકસભા 2024ની ચૂંટણીમાં 7મી મેના મંગળવારે ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં મતદાન યોજાયું. ચૂંટણીની કામગીરીમાં સૌથી વધુ મહેનત સરકારી કર્મીઓને થતી હોય છે અને તેમાં પણ પોલીસ ખુબ જ સિંહફાળો ભજવે છે. પરંતુ ચૂંટણીની ફરજ પુરી કર્યા બાદ પણ પોલીસતો હમેશા સેવા સુરક્ષા શાંતિની ફરજ નિભાવે છે. તેવામાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. 

7મી મેના મંગળવારે અમદાવાદ શહેર ખાતે લોકસભા સામાન્ય ચૂંટણી અંગેનો બંદોબસ્ત હોવાથી ઈસનપુર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામદાન ગઢવી પોતાની ફરજ પૂરી કરી ચૂંટણીની સતત 48 કલાકની ફરજ બજાવી રાત્રે નવ વાગ્યા આસપાસ પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. જે દરમ્યાન મણિનગર ભૈરવનાથ મનોકામેશ્વર મહાદેવ મંદિર નજીકમાં એક ત્રણ વર્ષની બાળકીને રડતા જોઈ, ઘનશ્યામ દાન ગઢવી પોતાની ફરજના કલાકો નહિ, પરંતુ પોલીસ તરીકેની  સમાજ પ્રત્યેની પોતાની ફરજને પ્રાધાન્ય આપી, ઘરે જવાને બદલે બાળકીને પોતાની સાથે ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હતા. જે બાદ તેઓએ ઈસનપુર પોલીસ સ્ટેશનના પી.આઈ બી.એસ જાડેજા તથા સ્ટાફને જાણ કરી, બાળકી નાની ઉંમરની હોઈ, પોતાનું સરનામું કે નામ તેમજ માતાપિતાનું નામ જણાવતી નાં હોઈ, ઈસનપુર પોલીસને તેના માતાપિતાને શોધવા એક કોયડો બની ગયો હતો, જે બાબતની તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી.

બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અમદાવાદ શહેરના નાયબ પોલીસ કમિશ્નર રવિ મોહન સૈની તથા જે ડિવિઝનના એસીપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એસ.જાડેજા, પીએસઆઈ પી.જી.ચાવડા તથા સ્ટાફનાં હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામ દાન, મનીષભાઈ દેસાઈ દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. વોટસએપ ગ્રુપમાં મેસેજો કરી, પોલીસ સ્ટેશન નજીકના રહીશોની મદદ મેળવી, બાળકીને પોતાની દીકરી માફક રાખી, નાસ્તો જમવાનું આપી, બાળકીને પોલીસ વાનમાં બેસાડી, આજુ બાજુના વિસ્તારમાં ફરી, મસ્જિદોમાં બાળકી ગુમ થયા બાબતનું એલાન પણ કરાવાવમાં આવેલ હતું. 

ઈસનપુર પોલીસની ત્વરિત સહિષ્ણુતા પૂર્વકની કાર્યવાહી કરવામાં આવતા અંતે ઈસનપુર સોનીના ખેતરમાં રહેતા બિહાર રાજ્યના મજુર વર્ગના પરિવારને શોધી કાઢવામાં આવ્યો હતો અને બાળકીને હેમખેમ પરિવારને સુપ્રત કરવામાં આવેલ હતી. ઈસનપુર પોલીસ દ્વારા સમયસર કાર્યવાહી કરવામાં આવેલ ના હોત અને સંવેદના વ્યક્ત કરવામાં આવેલ ના હોત તો, પરિવાર બાળકીને શોધતો રહેતો હોત. આમ, ઈસનપુર પોલીસની સમયસૂચકતા અને તાત્કાલિક કાર્યવાહીના કારણે બાળકીનું તેના પરિવાર સાથે મિલન થયું હતું.

ઈસનપુર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા પરિવારજનોને બોલાવી, બાળકીનો કબ્જો સોંપવામાં આવ્યો હતો. ઈસનપુર પોલીસ દ્વારા સમયસૂચકતા વાપરી, ત્વરિત કાર્યવાહી કરી, બાળકીને તેના પરિવારજનોને શોધી, તેઓની સાથે મિલન કરાવી આપતા, બાળકીના પરિવારજનો દ્વારા અમદાવાદ શહેર પોલીસનો આભાર વ્યકત કરવામાં આવેલ હતો.

Recent Posts

જામજોધપુરના વીરપુર ગામમાં ધાર્મિક પ્રસંગે જૂથ અથડામણ, એકનું મોત

વડોદરા લૂંટ વિથ મર્ડરનો ભેદ ઉકેલાયો, પાડોશી છોકરાએ જ પૈસા માટે કરી હત્યા

માવઠાથી થયેલા નુકશાનના સર્વે થયા બાદ કાર્યવાહી કરવામાં આવશે : રાઘવજી પટેલ

Patan: ચા ની લારી વાળાને મળી ઇન્કમટેક્સની 49 કરોડની નોટિસ જાણો શું છે મામલો

Vadodra: વહેલી સવારે લૂંટારુઓએ કટ કરી ઘરની લાઈટ, વૃદ્ધા બહાર આવતા જ ગળું કાપી દાગીના લૂંટ્યા

ભાજપના જ પૂર્વ મંત્રી, સાંસદ સહિતના નેતાઓએ પાછલા બારણેથી કોંગ્રેસને સપોર્ટ કર્યો? વાત પહોંચી કમલમ સુધી

ગુજરાત કોંગ્રેસ તૈયાર કઈ રહ્યું છે પક્ષ વિરોધી કૃત્ય કરનાની કુંડળી, 22મી એ ઉમેદવારો પાસે માંગ્યો રિપોર્ટ

Ahmedabad : AMTS અને BRTS બસ સ્ટેન્ડ પર ORSની કરાઈ વ્યવસ્થા

Ahmedabad : દ્વારકાધીશની શોભાયાત્રામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી

Rajkot : ફાયર કૌભાંડના મામલે, સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાધેશ્યામ ત્રિવેદીનું નિવેદન