અમદાવાદમાં અસામાજિક તત્વોના આતંકની ઘટના બાદ તંત્રએ આરોપીઓના 'ગેરકાયદેસર' ઘરો પર ફેરવ્યું બુલડોઝર
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વોના આતંકની ઘટના બાદ ધરપકડ કરાયેલા 14 લોકોમાંથી છ લોકોના ગેરકાયદેસર મકાનો શનિવારે તોડી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ પર રસ્તા પર પસાર થતા લોકો પર હુમલો કરવાનો આરોપ છે. આરોપીઓએ કરેલા હુમલામાં ત્રણ લોકો ઘાયલ થયા હતા અને અનેક વાહનોને નુકસાન થયું હતું.
રસ્તે પસાર થઈ રહેલા લોકો પર હુમલો કરવા બદલ એક સગીર સહીત 14ની ધરપકડ
રામોલ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસબી ચૌધરીએ જણાવ્યું હતું કે લાકડીઓ અને તલવારો વડે પસાર થતા લોકો પર હુમલો કરવા બદલ એક સગીર સહિત 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ હુમલામાં ત્રણ લોકો ઘાયલ થયા હતા અને અનેક વાહનોને નુકસાન થયું હતું.
છ આરોપીઓના મકાનો ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યા હોવાથી તોડી પાડ્યા
ઇન્સ્પેક્ટર એસબી ચૌધરીએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા છ આરોપીઓના મકાનો ગેરકાયદેસર રીતે બાંધવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું, જે શહેરના અમરાઈવાડી અને ખોખરા વિસ્તારોમાં તોડી પાડવામાં આવ્યા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડી રહ્યું છે.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે કાર્યવાહી કરી રહ્યું છે. આ સ્થળોએ લગભગ 700-800 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ આ સ્થળોની મુલાકાત લીધી છે.
કાર્યવાહીમાં ખલેલ પહોંચાડનાર પરિવારના સભ્યોને પોલીસે લીધા કાબુમાં
પોલીસ અધિકારીએ કહ્યું કે આરોપીઓના પરિવારના સભ્યોએ કાર્યવાહીનો વિરોધ કર્યો હતો, પરંતુ પોલીસે તેમને કાબુમાં લીધા અને ડિમોલિશનના કામમાં ખલેલ પહોંચાડતા અટકાવ્યા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે ગુરુવારે રાત્રે, વસ્ત્રાલ વિસ્તારમાં લાકડીઓ, તલવારો અને છરીઓ સાથે 20 લોકોના ટોળાએ આતંક મચાવ્યો, વાહનોમાં તોડફોડ કરી અને લોકોને માર માર્યો હતો.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats