અમદાવાદ: પ્લેન દુર્ઘટના બાદ જગન્નાથ મંદિર પ્રશાસન લઈ શકે છે મોટો નિર્ણય, સાદાઈથી નીકળશે રથયાત્રા
દેશની બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથની રથયાત્રા આગામી 27 જૂને અમદાવાદમાં નીકળશે. 27 જૂને નિકળનાર રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ અપાઇ ગયો છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા દેશની સૌથી લાંબો રૂટ ધરાવતી યાત્રા છે. જેમાં લાખોની સંખ્યામાં નગરચર્યાએ આવતા ભગવાનના દર્શન કરવા માટે ઉમટે છે. ત્યારે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 278 લોકોના મોત નીપજ્યા છે. ત્યારે આ વર્ષે અમદાવાદમાં યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રા સાદગીપૂર્ણ રીતે કાઢવામાં આવી શકે છે. આ માટે જગન્નાથ મંદિર પ્રશાસન અને રાજ્ય સરકાર સાથે બેઠક કર્યા બાદ આ મામલે નિર્ણય લેવામાં આવી શકે છે.
બેઠક બાદ લેવામાં આવશે નિર્ણય
અમદાવાદ જગન્નાથ મંદિરના મહંતના જણાવ્યા પ્રમાણે રથયાત્રાના આયોજનને લઈને રાજ્ય સરકાર અને ઉચ્ચ અધિકારીઓ સાથે હજી બેઠક યોજાઈ નથી. હાલમાં તો દર વર્ષની જેમ જ રથયાત્રાની તૈયારી કરવામાં આવી રહી છે. પરંતુ આગામી સમયમાં રાજ્ય સરકાર સાથે બેઠક બાદ રથયાત્રાના આયોજનનો નિર્મય લેવામાં આવી શકે છે.
27 જૂને 148મી રથયાત્રા નીકળશે
અમદાવામાં ભગવાન જગન્નાથની રથયાત્રાની શરુઆત 1869થી થઈ હતી. આગામી 27 જૂને અમદાવાદમાં નીકળનારી ભગાવાન જગન્નાથની રથયાત્રા 148મી છે. મળતા સમચાર પ્રમાણે જો વાત કરવામાં આવે તો આગામી રથયાત્રા સાદાઈથી નીકળી શકે છે. જો કે હજી જગન્નાથ મંદિર પ્રશાસન દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM
TV13 Web : http://www.tv13gujarati.com/
Facebook: https://www.facebook.com/tv13gujarati
Twitter : https://twitter.com/tv13gujarati
Instagram : https://instagram.com/tv13gujarati
linkedin : https://www.linkedin.com/company/9095...
WhatsApp Channel : https: //whatsapp.com/channel/
WhatsApp Group : https://chat.whats