અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ટાયરમાં છુપાવેલું 1 કરોડની કિંમતનું MD ડ્રગ્સ ઝડપ્યું, જુઓ વીડિયો

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા મળી છે. 1 કિલો એમ.ડી ડ્રગ્સ સાથે આસિમ હુસેન સૈયદ અને વિષ્ણુ વાદી નામના આરોપીની પોલીસે ધરપકડ કરી છે. ઈકો ગાડીમાં રાજસ્થાનથી ડ્રગ્સ લાવ્યા હતા. જો કે, ડ્રગ્સ આપનાર અતિક નામનો આરોપી ફરાર છે.

image
X
ગાંજા બાદ હવે ગુજરાત પોલીસે MD ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. અંદાજે 1 કરોડથી વધારે કિંમતનું ડ્રગ્સ ટાયરમાં ભરીને તેની હેરાફેરી કરવામાં આવી રહી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે સરખેજમાંથી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. તેની સાથે જ બે શખ્સોની પણ ધરપકડ કરી છે. જો કે, ડ્રગ્સ આપનાર આરોપી ફરાર થઇ ગયો હતો. 
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સરખેજ નજીકથી અંદાજે એક કરોડથી વધુની કિંમતનું એક કિલો એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. મળતી જાણકારી અનુસાર, અમદાવાદમાં એક કરોડ રૂપિયાનું એમડી ડ્રગ્સ ઝડપાયું હતું. ડ્રગ્સ માફિયાઓએ આ વખતે ડ્રગ્સ છૂપાવવા માટે નવી મોડસ ઓપરેન્ડી અપનાવી હતી. એમડી ડ્રગ્સ કારના ટાયરમાં છૂપાવ્યું હતું. પોલીસે ટાયર ખોલી પહેલા ટ્યૂબ બહાર કાઢી બાદમાં ટાયરની અંદરથી એમડી ડ્રગ્સના બે પેકેટ મળી આવ્યા હતા. આ એમડી ડ્રગ્સની બજાર કિંમત એક કરોડનું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં કંઈ પણ રીતે એમડી ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે પરંતુ ડ્રગ્સ ઘુસે તે પહેલા જ પોલીસ આરોપીઓને ઝડપી લેતી હોય છે,આવી જ એક ઘટના આજે બની છે. જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડ્રગ્સ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ ભંગાર ભરેલી ગાડીમાં ડ્રગ્સ સપ્યાલ કરતા હતા. આ ડ્રગ્સ જયપુર-રતલામ રૂટ પરથી અમદાવાદ ઘુસાડવામાં આવ્યું હતુ. પરંતુ ડ્રગ્સ કોઈના સુધી પહોંચે તે પહેલા જ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.

Recent Posts

Kolkata Rape Murder Case: સંજય રોયની વધી શકે છે મુશ્કેલી, CBIની ચાર્જશીટમાં થયો મોટો ખુલાસો!

Nobel Prize 2024: જાણો કોણ છે મેડિકલ ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર વિજેતા વૈજ્ઞાનિકો, આ શોધ માટે મળ્યું સન્માન

રાજ્યમાં ડ્રગ્સ પકડાવવાનો સિલસિલો યથાવત, કચ્છનાં ગાંધીધામમાંથી 120 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

અંબાજીના ત્રિશૂલિયા ઘાટ નજીક લક્ઝરી બસ પલટી, ત્રણના મોત 50 થી વધુ ઘાયલ

DGCA બોઇંગ 737 એરક્રાફ્ટનો ઉપયોગ કરતી એરલાઇન્સને આપી ચેતવણી, જાણો શું કહ્યું

ભારત અને માલદીવ વચ્ચે થયા ઘણા મહત્વપૂર્ણ કરાર, જાણો વિગત

રાજ્યમાં ઘુડખરની વસ્તીમાં થયો વધારો, સૌથી વધુ સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધાયા

West Bengal : બીરભૂમની કોલસાની ખાણમાં જોરદાર વિસ્ફોટ, 7 કામદારોના મોત અને ઘણા ઘાયલ

રતન ટાટાએ પોતે ICUમાં દાખલ હોવાના દાવાને નકારી કાઢ્યો, કહ્યું- હું બિલકુલ ઠીક છું, ખોટી માહિતી ન ફેલાવો

સુનીતા વિલિયમ્સ કરશે વધુ એક કમાલ, અંતરિક્ષમાંથી જ અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કરશે વોટિંગ