Ahmedabad: હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ 61માં સ્થાપના દિવસની ઉજવણી | tv13 Gujarati
અમદાવાદ લાલદરવાજા ખાતે હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ 61માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી... લાલ દરવાજા ખાતેના હોમ ગાર્ડઝ ભવન ખાતે આ કાર્યક્રમમાં હોમગાર્ડ ઉપરાંત સિવિલ ડિફેન્સમાં ઉતીર્ણ કાર્ય કરેલ જવાનોને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા....આ કાર્યક્ર્મમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી મેયર પ્રતિભાબેંન સહિત ધારાસભ્ય હાજર રહ્યા હતા....નિષ્કામ સેવા અને નિસ્વાર્થ ઉદેશ્ય બજાવનારા હોમગાર્ડઝને સન્માનિત કરવામાં આવ્યા...તેમજ હોમગર્ડ જવાનો અને સિવિલ ડિફેન્સ જવાનોએ પરેડ કરી ગૃહમંત્રી હર્ષ સંઘવીનું સ્વાગત કર્યું હતું...જેમાં હર્ષ સંઘવીએ સંબોધતા જણાવ્યું કે કોરોનાનાં કપરા સમયમાં હોસ્પિટલોમાં સ્ટ્રેચર્સ ખેંચી ખૂબ જ મદદરૂપ થયા છો... દર્દીઓના જીવ બચાવવામાં ખૂબ જ મહત્વનો ફાળો છે. તમારી મદદથી હોસ્પિટલમાં સંચાલક સારી રીતે ચાલી શક્યું છે જેમાં સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડના જવાનોનો ફાળો છે.....હમણાં જ ગુજરાત પોલીસના જવાનોને સીઆરપી ટ્રેનિંગ આપવામાં આવી હતી તે જ ટ્રેનિંગ હવે અમદાવાદ મેડિકલ એસોસિયેશન સાથે મળીને હોમગાર્ડ જવાનો તેમજ સિવિલ ડિફેન્સના જવાનોને આપવામાં આવશે.....
FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM Facebook: https://www.facebook.com/tv13gujarati Twitter : https://twitter.com/tv13gujarati Instagram : https://instagram.com/tv13gujarati linkedin : https://www.linkedin.com/company/9095... WhatsApp Channel : https://whatsapp.com/channel/0029Va5h... WhatsApp Group : https://chat.whatsapp.com/L1eF5HL2qu5... TV13 Web : http://www.tv13gujarati.com/