અમદાવાદ: કમલેશ શાહના ઘરે ઇન્કમટેક્સના દરોડા, એક સાથે 15 જગ્યાએ તપાસ

સાયન્સ સીટીનો કમલેશ શાહ ઇન્કમટેક્સ જ્યારે પણ રોકડ રૂપિયા પકડે ત્યારે પોતાના હોવાનો દાવો કરતો હતો, કમલેશ શાહ સાથે સંકળાયેલા અન્ય કેટલાક લોકો પણ ડિપાર્ટમેન્ટની નજરે ચડી ગયા.

image
X
શિવાશું સિંહ, અમદાવાદ
સામાન્ય સંજોગોમાં જ્યારે પણ ઇન્કમટેક્સ અથવા કોઈ સેન્ટ્રલ એજન્સી કોઈપણ સ્થળેથી રોકડ રૂપિયા કે દાગીના પકડે ત્યારે તેના માલિક પણ આ રૂપિયા પોતાના હોવાનો દાવો કરતા નથી ત્યારે અમદાવાદનો કમલેશ રજનીકાંત શાહ ગમે ત્યારે રોકડ રૂપિયા પકડાય ત્યારે તે પોતાના હોવાનો દાવો કરી લેતો હતો. અમદાવાદના આવા મિસ્ટર નટવરલાલ કમલેશ શાહના સાયન્સ સીટી પર આવેલા બંગલો તથા તેની સાથે સંકળાયેલા અન્ય 15 લોકોના ઘર અને ઓફિસ  પર ઇન્કમટેક્સના એકસો થી બધી અધિકારીઓ એ દરોડા પાડીને તપાસ શરૂ કરી છે. કમલેશ શાહ ની આ નવી મોડેસ ઓપરેન્ડીને કારણે એલર્ટ બની ગયેલા ઇન્કમટેક્સના અધિકારીઓ ઘણા લાંબા સમયથી તેના પર વોચ રાખતા હતા.

ઇન્કમટેક્સના અધિકારીઓએ એકદમ નવી મોડેસ ઓપરેન્ડી થી ડિપાર્ટમેન્ટને પરેશાન કરનાર અમદાવાદના કમલેશ રજનીકાંત શાહના સાયન્સ સિટી ખાતેના શુકન બંગલોઝમાં નરોડા પાડીને ઘણી વાંધાજનક વસ્તુઓ કબજે લીધી છે. 

ડિપાર્ટમેન્ટના સિનિયર અધિકારીઓના જણાવ્યા મુજબ
કમલેશ શાહ ગમે ત્યાંથી ઝડપાયેલી રોકડ તેમની હોવાનો કલેમ કરતો. કમલેશ શાહએ આ મોડસ ઓપરેન્ડિથી અમદાવાદ ઉપરાંત, દિલ્હી, ચેનાઇ, રાચી, મુંબઇ જેવી અનેક જગ્યાએ તેમણે રોકડા તેમના હોવાનો કલેમ કર્યો છે.

ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટે ગુજરાત, દિલ્હી, ચેનાઇ, રાચી, મુંબઇમાં કમલેશ રંજનીકાંત શાહએ કલેમ કરેલી બોગસ મોડસ ઓપરેન્ડિ પકડવા માટે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. કમલેશ રંજનીકાંત શાહ, મીના કમલેશકુમાર શાહ, દેવાંગ  વ્યાસ, ગોરાંગ પંચાલ, રમેશ ઠક્કર તથા અમદાવાદની એક કંપની ઉપર દરોડાની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

શુક્વારે સવારે 7 વાગે અમદાવાદમાં કુલ 15 જગ્યાઓ પર ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. સાયન્સ સિટી રોડ પર આવેલા કમલેશ રંજનીકાંત શાહના અને શહેરમાં આવેલા ગૌરાંગ પંચાલના રહેઠાણ પર ઇન્કમટેકસના અધિકારીઓના દરોડા ચાલી રહી છે. આ ઉપરાંત સી.જી. રોડ પર આવેલી કંપનીની ઓફિસ તેમજ રતનપોળમાં  દરોડાની કાર્યવાહી હાલમાં ચાલી રહી છે.

Recent Posts

BZ જેવુ વધુ એક મોટું કૌભાંડ આવ્યું સામે, 8000 રોકાણકારોના 300 કરોડ ડૂબ્યાં ! કંપનીને તાળા મારી સંચાલકો થયા ફરાર

ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ પોલીસના સકંજામાં, અમદાવાદ એરપોર્ટ પરથી કરી ધરપકડ

સુરત પોલિસે 7 વર્ષીય બાળકીનું પરિવાર સાથે કરાવ્યું મિલાન, લોકોએ કામગીરીને બિરદાવી

Ahmedabad: કમલેશ શાહને ત્યાં પડેલા IT દરોડાની તપાસ અન્ય રાજ્યો સુધી પહોંચી, ચોકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા

Ahmedabad: અમરનાથ કો-ઓપરેટીવ બેંકના મેનેજરે લોકોના પૈસા કર્યા પોતાના ખાતામાં જમાં, કરોડોના કોભાંડની EOW માં નોંધાઈ ફરિયાદ

SOG એ બંગલાદેશી નાગરિકની કરી ધરપકડ, બોગસ દસ્તાવેજ બનાવી કરતો હતો આ કામ

ગુજરાતી ફિલ્મ "તારો થયો"ને સિનેરસીકોએ વખાણી

કોંગ્રેસના સાંસદ ઈમરાન પ્રતાપગઢીની મુશ્કેલીમાં થયો વધારો, જામનગરમાં થયેલી FIR રદ્દ કરવાની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી

લાડવેલ ચોકડી પાસે હાઇવે પર નીલ ગાય આવી જતાં અકસ્માત, 4 લોકોનાં ઘટનાસ્થળે મોત

આ યુવકોને રેસિંગ કરવી ભારે પડી, રાજકોટ પોલીસે બાતમીના આધારે 24 લોકોની ઝડપ્યા