Ahmedabad: ઝેબર સ્કૂલમાં મૃત્યુ પામેલી બાળકીનો PM રિપોર્ટ આવ્યો સામે, જાણો સંપુર્ણ વિગત

ઝેબર સ્કૂલમાં ભણતી બાળકીના મોત મામલે પીએમ રિપોર્ટ સામે આવ્યો છે. બાળકી સાથે કોઈ દુષ્કર્મ કે અન્ય શારીરિક વસ્તુ નહીં થઈ હોવાનું સામે આવ્યું છે. બાળકીનું મોત આંતરિક ઓર્ગસમાં તકલીફ હોવાને કારણે થયાનું સામે આવ્યું છે.

image
X
અમદાવાદની બોડકદેવ ખાતે આવેલી ઝેબર સ્કૂલમાં આજે સવારે ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે. ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી ગાર્ગી તુષાર રાણપરાનું  અચાનક મોત થતાં અનેક ચર્ચાઓએ જોર પકડયું હતું. ત્યારે હવે બાળકીનો પીએમ રિપોર્ટ સામે આવ્યો છે. જેમઆ મોટા ખુલાસા થયા છે. 

ઝેબર સ્કૂલમાં ભણતી બાળકીના મોત મામલે પીએમ રિપોર્ટ સામે આવ્યો છે. બાળકી સાથે કોઈ દુષ્કર્મ કે અન્ય શારીરિક વસ્તુ નહીં થઈ હોવાનો ખુલાસો થયો છે. બાળકીનું મોત આંતરિક ઓર્ગસમાં તકલીફ હોવાને કારણે થયાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ  સામે આવ્યા છે. જેમાં બાળક ખુરશી પરથી નીચે પડે છે. છતાં પણ શિક્ષકોનું ધ્યાન પડ્યું નથી અને 15 સેકન્ડ સુધી વિધ્યાર્થી ટળવળે છે.

જાણો શું કહ્યું હતુ પ્રિન્સિપાલે 
આ અંગે ઝેબર સ્કૂલના પ્રિન્સિપાલ શર્મિષ્ઠા સિંહાએ જણાવ્યું કે, બાળકી અમદાવાદમાં તેના દાદા અને દાદી સાથે રહેતી હતી. જ્યારે બાળકીના માતા પિતા અત્યારે મુંબઇ છે જેથી તેમને જાણ કરવામાં આવી. એડમિશન લેતા સમયે કોઈ પણ બીમારી બાળકીને નહોતી. શાળા દ્વારા એડમિશન લેતા સમયે બાળકીને કોઈ પણ બીમારી ન હોવાના ડોક્યુમેન્ટ લેવામાં આવ્યા હતા. અન્ય કોઈ પણ બીમારી ન હોવા છતાં અચાનક બાળકીને છાતીમાં દુખાવો ઉપડયો હતો અને તેને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો. 

Recent Posts

ગાંધીનગરની ગોસિપ

UP/ ગુડ્ડુ મુસ્લિમ નામ બદલીને દુબઈ ભાગી ગયો! કોલકાતા એરપોર્ટથી આ નામના પાસપોર્ટનો કર્યો હતો ઉપયોગ; જાણો વિગત

Saif Ali Khan Attack Case: સૈફ અલી ખાન પર થયેલા હુમલા મામલે કરીનાએ પોલીસને નોંધાવ્યું નિવેદન, જાણો શું કહ્યું

દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે 1521 ઉમેદવારોએ ભર્યું નોમિનેશન, જાણો કઈ બેઠક પર સૌથી વધુ અને સૌથી ઓછા ફોર્મ ભરાયા?

BZ જેવુ વધુ એક મોટું કૌભાંડ આવ્યું સામે, 8000 રોકાણકારોના 300 કરોડ ડૂબ્યાં ! કંપનીને તાળા મારી સંચાલકો થયા ફરાર

શેખ હસીનાનો મોટો દાવો; 20-25 મિનિટના અંતરે મૃત્યુથી બચી, બહેનની હત્યાનું પણ હતું કાવતરું

પ્રજાસત્તાક દિવસને લઈને ગુપ્તચર વિભાગનું મોટું એલર્ટ, કહ્યું- દિલ્હીનું વાતાવરણ બગાડવાનો થઈ શકે છે પ્રયાસ

ISRO એ ફરી રચ્યો ઈતિહાસ, SpaDex મિશન હેઠળ ઉપગ્રહોને સફળતાપૂર્વક ડોક કર્યા; જુઓ વીડિયો

ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ પોલીસના સકંજામાં, અમદાવાદ એરપોર્ટ પરથી કરી ધરપકડ

આજનું રાશિફળ/18 જાન્યુઆરી, 2025: આ રાશિના જાતકો રહો સાવધાન... થઈ શકે છે ભારે નુકશાન, જાણો તમારું રાશી ભવિષ્ય