લોડ થઈ રહ્યું છે...

Ahmedabad: અમદાવાદ શહેર અને ગ્રામ્ય પોલીસ વચ્ચે પોસ્ટર વોર, હદના વિવાદે પકડ્યું જોર!

image
X
અમદાવાદમાં શહેર અને ગ્રામ્ય પોલીસ વચ્ચે સોશિયલ મીડિયા પર જબરદસ્ત વોર ચાલ્યો છે. પોલીસ સ્ટેશનની હદ મુદ્દે એકબીજા પર આક્ષેપ કરવામાં આવ્યાં છે. શહેર અને ગ્રામ્ય પોલીસે ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે એક બીજા પર આક્ષેપો કરતાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. શહેરના બોપલ વિસ્તારમાં વકીલ સાહેબ બ્રીજની હદના વિવાદમાં શહેર અને ગ્રામ્ય પોલીસ વચ્ચે સોશિયલ મીડિયામાં વોર જામ્યો છે.

સોશિયલ મીડિયા X પર હદ વિવાદને લઈને પોલીસ આમને સામને
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે દરેક ચાર રસ્તા પર પોલીસકર્મીઓ તૈનાત દેખાય છે. પરંતુ શહેરના બોપલ વિસ્તારમાં સ્થિત વકીલ સાહેબ બ્રીજનો વિવાદ શરૂ થતાં શહેર અને ગ્રામ્ય પોલીસ વચ્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર વોર શરૂ થયો છે. હદના વિવાદને લઈને બંને વિભાગ દ્વારા એક બીજા પર આક્ષેપો કરવામાં આવ્યાં છે. શહેર પોલીસે ગ્રામ્યની હદ અને ગ્રામ્ય પોલીસે શહેરની હદ હોવાનો દાવો કરતી પોસ્ટ કરતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.



હદના વિવાદ મુદ્દે એકબીજા પર આક્ષેપ
અમદાવાદ શહેરમાં ટ્રાફિક સંચાલન માટે પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવે છે. ટ્રાફિકનું સંચાલન તો દૂર રહ્યું પરંતુ હદને લઈને શહેર અને ગ્રામ્ય પોલીસ વચ્ચે સોશિયલ મીડિયામાં એક બીજા સામે આક્ષેપો કરાઈ રહ્યાં છે. ગ્રામ્ય અને શહેર પોલીસે સોશિયલ મીડિયા એક્સ પર હદના વિવાદ મુદ્દે એકબીજા પર આક્ષેપ કરતી પોસ્ટ મુકી છે. આ પોસ્ટ વાયરલ થયા બાદ પોલીસ બેડામાં અનેક ચર્ચાઓ શરૂ થઈ હતી.

Recent Posts

Delhi Blast Case : અલ ફલાહ યૂનિવર્સિટી પર ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, UGCની ફરિયાદના આધારે 2 FIR નોંધાઈ

છોટાઉદેપુર: પાવીજેતપુરમાં LCBએ વિદેશી દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું

તેલંગાણા હાઈકોર્ટની વેબસાઈટ હેક, કાનૂની દસ્તાવેજોને બદલે ખુલી સટ્ટા રાઇડ

Top News | રાજસ્થાનમાં ભારે ઠંડીની અસર | tv13 gujarati

ગાંધીનગર બાળહત્યા કેસ મામલે આરોપી અનિલનું રિકન્સ્ટ્રક્શન, 3 દિવસના રિમાન્ડ મંજૂર

સુરતમાં PM મોદીએ કહ્યું-'બિહારના લોકોએ જાતિવાદ પર રાજકારણને નકાર્યું, NDAને મળી ઐતિહાસિક જીત"

ગાંધીનગરની ગોસીપ..

ગુજરાત CID ક્રાઇમે આંતરરાષ્ટ્રીય સાયબર ગુના અને ટ્રાફિકિંગ રેકેટનો પર્દાફાશ, ત્રણની ધરપકડ

Narmada: ડેડિયાપાડામાં PM મોદીનો હુંકાર, કહ્યું-"કોંગ્રેસે 6-6 દાયકા સુધી આદિવાસી સમાજને તેમના હાલ પર છોડી દીધો"

દિલ્હી બ્લાસ્ટને લઇ 200 ડોક્ટરો NIAની રડાર પર, એક બાદ એક બધાની કરાશે પૂછપરછ