લોડ થઈ રહ્યું છે...

અમદાવાદ: સાબરમતી પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો, ફરાર 2 આરોપીઓ પોલીસના સકંજામાં

image
X
સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષો પહેલા બનેલી બે જુદી જુદી હત્યાના કેસમાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસને સફળતા મળી છે. 2003માં પ્રેમ પ્રકરણમાં થયેલી હત્યાના આરોપીને પોલીસે દિલ્હીથી ઝડપી પાડ્યો છે. જ્યારે 2009 માં ધંધાની અદાવતમાં થયેલી હત્યા કેસના આરોપીને પોલીસે હરિયાણાથી ઝડપી પાડ્યો છે. બંને આરોપીઓ વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

2003 સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો હતો. પ્રકાશ જમોડની હત્યા કરાઈ હતી. પ્રકાશ જમોડના હત્યાના આરોપી અનિલ સોનીની ધરપકડ કરાઇ છે. અનિલ સોનીની સગાઈ નક્કી કરેલ છોકરી સાથે પ્રકાશનું પ્રેમ પ્રકરણ ખબર પડતા હત્યા કરાઈ હતી. અનિલે છરી વડે પ્રકાશની હત્યા કરી હતી. ભીંડ ખાતે 2015 માં પોતાના કાકીની હત્યા કરી તેની સજા ભોગવી બાદ દિલ્હી જતો રહ્યો હતો. દિલ્હીના અશોક નગરની ગલીઓમાંથી એને ગોતી કાઢી ધરપકડ કરી છે. હત્યા પછી એ મૂળ ગામ અને અલગ અલગ જગ્યાએ નાસતો ફરતો હતો. અહીંયા એ મૂળ કલર કામ કરતો હતો. પોલીસે અનિલ સોની ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

જોકે આ આરોપી નાસ્તો ફરતો અને ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે હત્યાના ગુનામાં જેલવાસ પણ ભોગવેલો હતો અને દિલ્હીમાં રહેતો જ્યાં પોલીસે આરોપીને પકડવા માટે વેશ પલટો  કરીને સ્થળ પર પહોંચી હતી અને આરોપીની ધરપકડ કરવામાં સફળતા પોલીસને મળી હતી મહત્વનું છે કે રેડ ઓફ ધ રેડ કેસમાં આરોપીઓને પકડવા માટે પોલીસે વેશ પલટો હવે કરવો પડી રહ્યો છે

સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજથી 15 વર્ષ પહેલા તારીખ 12- 11 - 2009 ના રોજ રાત્રે ધંધાની અદાવતમાં જાહેરમાં ફાયરિંગ કરી ડબલ મર્ડ નો બનાવ બન્યો હતો જે અનુસંધાને સાબરમતી પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયો હતો સમગ્ર કેસમાં આરોપી દિનેશ સોવરણ ઉર્ફે શુહન્નહ કુશવાહા બનાવ બાદ ફરાર થઈ જવામાં સફળ થયો હતો આ આરોપી છેલ્લા 15 વર્ષથી વોન્ટેડ હતો મૂળ રાજસ્થાનના ધોલપુર જિલ્લાના નરસિંહગઢ ગામનો વતની દિનેશ 500 કિમી દૂર હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લામાં શાહાબાદ ખાતે છુપાયો હતો આરોપી અંગેની કડી એલસીબી ઝોન બેની ટીમ આરોપીને ઝડપી પાડવા સક્રિય થઈ હતી બે દિવસ સુધી પોલીસ વેશ પલટો કરીને શાહબાદ ખાતે રોકાઈ હતી. દિનેશ નર્સરીમાં કામ કરતો હોવાથી પોલીસે અનેક નર્સરીમાં ગ્રાહક બનીને શોધખોળ કરી હતી અંતે પોલીસે 15 વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી દિનેશ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

FOLLOW US ON SOCIAL MEDIA PLATFORM

Recent Posts

લશ્કરના આતંકવાદી સૈફુલ્લાહનો પાકિસ્તાની ઝંડામાં નીકળ્યો જનાજો, પહેલગામ હુમલા બાદ ISIએ તેને અંડરગ્રાઉન્ડ કર્યો હતો

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેનને થયું પ્રોસ્ટેટ કેન્સર, હાડકાં સુધી ફેલાઇ ગયો ગંભીર રોગ

હૈદરાબાદમાં બોમ્બ વિસ્ફોટનું કાવતરું નિષ્ફળ, ISIS સાથે જોડાયેલા 2 શંકાસ્પદ લોકોની ધરપકડ

Operation Sindoor: કર્નલ સોફિયા કુરેશી બાદ હવે વડોદરાના સાંસદ ડૉ.હેમાંગ જોશીને મોટી જવાબદારી, સાંસદોનું ડેલિગેશન 33 દેશોમાં પાકિસ્તાનની ખોલશે પોલ

Ahmedabad: તમાકુ-વાસણના 67 વેપારીઓના 84 સ્થળોએ SGSTના દરોડા, 9.28 કરોડની કરચોરી ઝડપાઇ

Top News | તુર્કીને પાકિસ્તાનનું સમર્થન ભારે પડયું | tv13 gujarati

અમદાવાદના સરખેજમાં બ્લુ વોટર ટાવર ખાતે SMCના દરોડા, મેફેડ્રોનના જથ્થા સાથે 23.78 લાખનો મુદ્દામાલ જપ્ત

નવસારી: 16 વર્ષથી બે પત્નીઓ સાથે સંસાર ચલાવતો યુવાન...3 સંતાનો પણ બનશે માતા-પિતાના લગ્નના સાક્ષી, વાંચો Inside Story

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું-"ઓપરેશન સિંદૂર ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે"

પાકિસ્તાનમાં લશ્કરના ટોચના કમાન્ડર અબુ સૈફુલ્લાહ ઢેર, અજાણ્યા શખ્સોએ કરી હત્યા