લોડ થઈ રહ્યું છે...

Ahmedabad: પ્રોફેસર પુત્રએ માતાની હત્યા કરી પોતે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું, કારણ અકબંધ

અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી એપાર્ટમેન્ટમાં પુત્રએ પોતાની જ માતાને મોતને ઘાટ ઉતારી પોતે આપઘાત કર્યો છે. મહાલક્ષ્મી એપાર્ટમેન્ટમાં આવેલા 4 નંબરના મકાનમાં 75 વર્ષીય દત્તાબેન ભગત તેઓના 42 વર્ષીય દીકરા સાથે અનેક વર્ષોથી રહેતા હતા.

image
X
ભાવેશસિંહ રાજપૂત, અમદાવાદ/ શહેરના પાલડી વિસ્તારમાં ચકચારી હત્યાની ઘટના બની છે, એક પુત્રએ માતાની હત્યા કર્યા બાદ પોતે પણ જીવન ટુંકાવ્યું છે, આ ઘટનાની જાણ થતાં પોલીસના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને FSL ની મદદ લઈ તપાસ શરૂ કરી છે. હત્યા કરનાર પુત્ર શહેરની જાણીતી કોલેજમાં પ્રોફેસર છે.

અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી એપાર્ટમેન્ટમાં પુત્રએ પોતાની જ માતાને મોતને ઘાટ ઉતારી પોતે આપઘાત કર્યો છે. બનાવની વિગતવાર વાત કરીએ તો મહાલક્ષ્મી એપાર્ટમેન્ટમાં આવેલા 4 નંબરના મકાનમાં 75 વર્ષીય દત્તાબેન ભગત તેઓના 42 વર્ષીય દીકરા સાથે અનેક વર્ષોથી રહેતા હતા. બુધવારે વહેલી સવારે 8 વાગતા તેઓના ઘરની બહાર થેલીમાં દૂધ અને છાપુ જોવા મળતા પાડોશીને લાગ્યું કે તે બહાર ગયા હસે, જોકે બાદમાં શંકા જતા ઘરના દરવાજાની બાજુમાં કાચ તોડી ઘરમાં જોતા મૈત્રેય ભગત હોલમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં હતો. જે બાદ અન્ય રૂમમાં જોતા તેના માતા દત્તાબેન ભગત બેડ પર મૃત હાલતમાં હતા અને તેઓના ગળા પર ઈજાના નિશાન હતા.

FSL ની ટીમે શરૂ કરી તપાસ 
આ ઘટનાને લઈને પાલડી પોલીસની સાથે ACP અને DCP સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. અને આ મામલે FLS ની પણ મદદ લેવાઈ હતી. FSL ની ટીમે ઘરમાંથી હત્યામાં વપરાયેલી છરી સહિતના પુરાવાઓ એકત્ર કર્યા છે. આ ઘટનાને લઈને પોલીસે આસપાસના લોકોની પણ પૂછપરછ કરી હતી. જેમાં સામે આવ્યું કે મૃતક માતા પુત્ર છેલ્લા 35 વર્ષથી અહીંયા રહેતા હતાં, મૃતક દત્તાબેન ભગતના પતિ દિલીપ ભગત MBBS ડોક્ટર હતા. જેઓનું 6 વર્ષ પહેલાં મોત થયું હતું. જે બાદથી માતા અને પુત્ર ઘરમાં રહેતા હતા.
માતાની હત્યા કરનાર મૈત્રેય ભગત શહેરની GLS કોલેજમા ઇકોનોમિકસના પ્રોફેસર હતા. પરિવારમાં તેને એક બહેન હતી, જેના લગ્ન સુરતમાં થયા હોવાથી તે સુરતમાં સાસરીમાં રહેતી હતી.  આ બનાવ પાછળનું કારણ પ્રાથમિક તપાસમાં ડિપ્રેશન હોવાનો પોલીસને અંદાજ છે. 42 વર્ષીય મૈત્રેય ભગતના લગ્ન થયા ન હતા અને તેને થોડા સમય પહેલા હ્રદયની સર્જરી કરાવી સ્ટેન્ટ મુકાવ્યું હતું. જોકે હવે આ કેસમાં પુરાવાઓ એકત્ર કરવા માટે પોલીસે બંનેના મોબાઈલ FSL માં મોકલ્યા અને વધુ તપાસ હાથ ધરી છે. તેવામાં આ કેસમાં તપાસમાં હત્યા અને આપઘાત પાછળના ક્યા કારણો સામે આવે છે તે જોવું રહ્યું.

Recent Posts

એલોન મસ્કને લાગ્યો ઝટકો! ફેડરલ કોર્ટનો આદેશ-DOGE ને અમેરિકનોનો વ્યક્તિગત ડેટા મળશે નહીં

અમેરિકામાં મોસ્ટ વોન્ટેડ હેપ્પી પાસિયાની ધરપકડ, 2 આતંકવાદી સંગઠનો સાથે છે સંબંધો

દિલ્હીના સીલમપુરથી હિન્દુઓનું સ્થળાંતર! યુવકની હત્યા બાદ વિસ્તારમાં ગભરાહટ, PM મોદી અને CM યોગી પાસે માંગી મદદ

સીઝનની વચ્ચે આ ખેલાડીને મળ્યું IPL ટીમમાં સ્થાન, ઓક્શનમાં રહ્યો હતો અનસોલ્ડ

અમેરિકી દળોએ ફરી એકવાર હુથી બળવાખોરો પર વિનાશ વેર્યો, તેલ બંદરગાહ પર બોમ્બમારો, 38 લોકોના મોત, 102 લોકો ઘાયલ

ટ્રમ્પને યુએસ સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો! નાગરિકતાનો નિર્ણય મુલતવી રાખ્યો, હવે શું થશે? જાણો

ગુજરાત-રાજસ્થાનમાં ગરમીનું એલર્ટ, આ રાજ્યોમાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

રાજકોટમાં છાશ પીધા બાદ 25 બાળકોને ફૂડ પોઇઝનિંગ, 1ની હાલત ગંભીર

ફ્લોરિડા યુનિવર્સિટીમાં ગોળીબાર, 2 લોકોના મોત અને 5 ઘાયલ, 20 વર્ષીય હુમલાખોરની ધરપકડ

આજનું રાશિફળ/18 એપ્રિલ 2025: આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે ખાસ, જાણો તમારું રાશી ભવિષ્ય