Ahmedabad: હત્યાના ગુનામાં ફરાર આરોપીઓને પકડવા પોલીસે કર્યો વેશ પલટો, અંતે આરોપીઓ હાથે લાગ્યા

અમદાવાદ શહેરના જે ડિવિઝનનાં એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જીઆઇડીસી વટવા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આ ઝુંબેશ દરમિયાન સને 2020 ના રૂપિયાની લેતીદેતી માટે કરવામાં આવેલ ખૂનના ગુન્હામાં વોરંટ હોવા છતાં, નામદાર કોર્ટમાં હાજર નહિ થતા આરોપીઓ અવધેશ લલઉ કોલ અને કવિ લલઉ કોલને તેઓના વતન બસનિયા ગામ ખાતે ઉત્તરપ્રદેશ ખાતેથી પકડી પાડ્યા છે.

image
X
ભાવેશસિંહ રાજપુત, અમદાવાદ/  શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનના ગંભીર ગુનાઓના આરોપીઓ જેઓના કેસ કોર્ટમાં પેન્ડિંગ છે અને કેસની કાર્યવાહી ચાલુ હોય, અવારનવાર સમન્સ  તથા વોરંટ કાઢવામાં આવે છે. તેમ છતાં, આવા આરોપીઓ કોર્ટમાં હાજર થતા નથી.  અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક  દ્વારા કરવામાં આવેલ સૂચના આધારે ઝોન 6 વિસ્તારના ડીસીપી રવિ મોહન સૈનિ દ્વારા તમામ પોલીસ અધિકારીઓને નામદાર કોર્ટના વોરંટ આધારે હાજર નહીં થતાં અને લાંબા સમયથી ફરાર રહેતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

અમદાવાદ શહેરના જીઆઇડીસી વટવા રામોલ બ્રીજની નીચે ગણેશ કોર્પોરેશન ફેકટરીની અંદર ઓરડીમાં રહેતા રવિકુમાર લલઉ કોલને વર્ષ 03 એપ્રિલ 2020 નાં રોજ પૈસાની લેતી દેતી બાબતે તેના જ બે ભાઈ અને સાથે કામ કરતા, આરોપીઓ અવધેશ લલઉ કોલ અને કવિ લલઉ કોલ દ્વારા માથાના ભાગે પાઇપના ફટકા તથા ગળદા પાટુંનો માર મારી, ગંભીર ઈજાઓ કરવામાં આવતા, ખૂનની કોશિશ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી અને સારવાર દરમિયાન ઈજા પામનાર રવિકુમાર કોલ મરણ જતા, ખૂનની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન આરોપીઓ અવધેશ લલઉ કોલ અને કવિ લલઉ કોલની ધરપકડ કરાઈ હતી. આ આરોપીઓ જામીન ઉપર છૂટ્યા બાદ છેલ્લા ચાર વર્ષથી કોર્ટ મુદતે હાજર થયેલ નહિ અને નામદાર કોર્ટમાંથી વોરંટ નીકળેલ હોવા છતાં મળી આવતા ના હતા. જ્યારે જ્યારે પોલીસ તપાસમાં જાય ત્યારે મળી આવતા ના હતા અને પોતાની ધરપકડ ટાળવા નાસતા ફરતા હતા.

અમદાવાદ શહેરના જે ડિવિઝનનાં એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જીઆઇડીસી વટવા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આ ઝુંબેશ દરમિયાન સને 2020 ના રૂપિયાની લેતીદેતી માટે કરવામાં આવેલ ખૂનના ગુન્હામાં વોરંટ હોવા છતાં, નામદાર કોર્ટમાં હાજર નહિ થતા આરોપીઓ અવધેશ લલઉ કોલ અને કવિ લલઉ કોલને તેઓના વતન બસનિયા ગામ ખાતે ઉત્તરપ્રદેશ ખાતેથી પકડી પાડ્યા છે.

માહિતીના આધારે કરી ધરપકડ 
જીઆઇડીસી વટવા પોલીસ ટીમ દ્વારા ખૂનના ગુન્હામાં આરોપીઓ બાબતે ગુપ્ત માહિતી મેળવી, આરોપીના વતન ઉત્તરપ્રદેશ રાજ્યમાં ચિત્રકૂટ જિલ્લાના અંતરિયાળ ગામડા જઈ, મળેલ માહિતી આધારે વેશ પલટો કરીને સતત બે દિવસ રાત દિવસ વોચ કરવામાં આવેલ અને જ્યારે પાકી ખાત્રી થઈ, ત્યારબાદ બને આરોપીઓને ઈંટોના ભઠ્ઠામાં મજૂરી કામ કરતા હોય, વહેલી સવારે ચાર વાગ્યે સ્થાનિક પોલીસની મદદ મેળવી, છાપો મારી, પકડી પાડી, ધરપકડ કરી, અમદાવાદ ખાતે લાવી, નામદાર કોર્ટ હવાલે કરવામાં આવ્યા છે.
તાજેતરમાં અમદાવાદ શહેરના ડીસીપી ઝોન 6 રવિ મોહન સૈની દ્વારા રાખવામાં આવેલ નોન બેલેબલ વોરંટની બજવણી કરવા અને ગંભીર ગુન્હામાં સંડોવાયેલ અને ઘણા સમયથી નહિ મળતાં આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરી, 35 જેટલા આરોપીઓની તપાસ હાથ ધરી, પકડી પાડવામાં આવેલ હોય, અમુક આરોપીઓ તો સામેથી કોર્ટ અને જેલમાં હાજર થઈ ગયેલ છે. નામદાર કોર્ટ દ્વારા કાઢવામાં આવેલ નોન બેલેબલ વોરંટમાં કોર્ટમાં હાજર નહિ થતાં આરોપીઓને પકડી પાડવાની ખાસ ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે.

Recent Posts

ગાંધીનગરના દહેગામ ખાતે ગણેશ વિસર્જન સમયે 10 ડૂબ્યા, 5ના મૃતદેહ મળ્યા

અંક જ્યોતિષ/ 14 સપ્ટેમ્બર 2024 : જાણો આજે તમારો લકી નંબર કયો અને શુભ રંગ કયો રહેશે?

આજનું રાશિફળ/ 14 સપ્ટેમ્બર 2024 : આ રાશિના જાતકો માટે આજનો દિવસ લાવશે સારા સમાચાર, જાણો તમારું રાશી ભવિષ્ય

આજનું પંચાંગ/ 14 સપ્ટેમ્બર 2024 : આજના દિવસે કઈ તિથિ અને કયા નક્ષત્ર રહશે? જાણો દિવસના શુભ અને અશુભ યોગ

અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડશે મેટ્રો, સમયની પણ થશે બચત, જાણો કેટલું ચુકવવું પડશે ભાડું

દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન ગુજરાતમાં દોડશે, PM મોદી બતાવશે લીલી ઝંડી

શિમલા પછી મંડીમાં મસ્જિદ પર હંગામો, આજે હજારો હિન્દુઓ વિરોધમાં આવ્યા બહાર

PM મોદીના જન્મદિવસ પર અજમેર શરીફ દરગાહમાં પીરસવામાં આવશે લંગર, ખાસ પ્રાર્થના પણ કરાશે

અરવિંદ કેજરીવાલને આ શરતો પણ મળ્યાં છે જામીન, જાણો કયા કામ નહીં કરી શકે

વકફ બિલના સમર્થન માટે અનોખી રીત, ગણેશ પંડાલોમાં લગાવાવમાં આવ્યા પોસ્ટર અને સ્કેનર