અમદાવાદ : રસ્તો બનાવવા ગયા અને અચાનક પાણીનો વાલ્વ તૂટ્યો
AMC દ્વારા એક તરફ વિવિધ વિકાસના કામ કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ દરમિયાન આપવામાં આવેલા કોન્ટ્રાક્ટમાં યોગ્ય કાળજી ન રાખવામાં આવતાં સમસ્યાઓ ઉભી થઇ રહી છે.
સૈજપુરબોઘા ગામમાં ઉંડીફળીથી ચૌરા સુધીના RCC રોડના કામ માટે તંત્રે મંજૂરી આપી છે અને કાર્ય શરૂ પણ થઇ ગયો છે. પરંતુ, રોડ ખોદકામ દરમિયાન એક સાંધે ત્યાં તેર તૂટે, રસ્તાનું કામ કરતી વખતે અચાનક પાણીના વાલ્વમાંથી પાણી વહેવા લાગ્યું. આ સ્થિતિને કારણે સ્થાનિકોમાં અસમંજસ અને ચિંતાનો માહોલ છે, કારણ કે ગટરનું ગંદું પાણી પણ સાથે મિક્સ થઈ રહ્યું છે.
આ ક્ષણે, પાઇપ લાઇન અને ગટરના કામ વચ્ચે સંકલનનો અભાવ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. કોન્ટ્રાક્ટરનું કહેવું છે કે, પાણીની લાઈન રિપેર થવા પછી જ રોડનું કામ શરૂ થશે અને ગટરની મરામત પછી જ પાણીની લાઇન સુધરાશે. આ અસ્થિર સ્થિતિના કારણે યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકોનું દુખ અને આપત્તિ વધી રહી છે.
આને કારણે આરોગ્ય માટે એક મોટો ખતરો ઉભો થયો છે, કેમ કે ગંદા અને શુદ્ધ પાણીનું મિશ્રણ લોકો માટે માંદગીનું કારણ બની શકે છે. સ્થાઆ અંગે સ્થાનિકોની એટલી જ માંગણી છે કે, અધિકારીઓના સંકલનના અભાવે સ્થાનિકો હેરાન થઈ રહ્યા છે તેમ ન થવું જોઇએ.