Ahmedabad/ચેતજો... શેર માર્કેટમાં મોટો નફો કમાવાની લાલચમાં સિનિયર સિટીઝને ગુમાવ્યા 1.84 કરોડ, ગઠિયાએ આ રીતે પડાવ્યા પૈસા

IPOમાં રોકાણ કરવા માટેના રૂપિયાની માંગ કરતા 1 કરોડ 84 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. થોડા સમય બાદ તે નાણા ઉપાડવા કહેતા અલગ અલગ તારીખો આપી અને છેલ્લે નાણા પરત કર્યા નહોતા. આમ લાલચ આપનાર આકાશે ફરિયાદી પરષોત્તમભાઈ મહેતા સાથે અલગ અલગ વોટ્સએપ નંબરથી વાતચીત કરી કુલ 1.84 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી.

image
X
શિવાંશુ સિંહ, અમદાવાદ/  રાજ્યભરમાં ઓનલાઈન છેતરપિંડીની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે અમદાવાદમાં આવી વધુ એક ઘટના સામે આવી છે. જેમાં શેરબજારમાં સારા વળતરની લાલચે છેતરપિંડી થયાનું જાણવા મળ્યું છે. અમદાવાદના સિનિયર સિટીઝન પાસેથી ગઠિયાએ કટકે-કટકે કુલ 1.84 કરોડ પડાવી લેતા ભોગ બનનારે સાયબર ક્રાઇમ પોલીસમાં આ અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ટ્રેડિંગ એકાઉન્ટમાં ટ્રેડ કરતા હતાં
જોધપુર ગામમાં રહેતા 61 વર્ષીય પરષોત્તમ દાસ મહેતા ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત ઓગસ્ટ માસમાં અજાણ્યા વોટ્સએપ નંબર  પરથી મેસેજ મળ્યો જેમા સ્ટોક માર્કેટમાં ઇનવેસ્ટ તથા ટ્રેડિંગ માટે મેસેજ કરતા તેમની સાથે અવારનવાર વાત થતી હતી. તેમણે તેનું નામ આકાશ પાવર જણાવ્યું હતું. જે બાદ તેણે સ્ટોક માર્કેટ ટ્રેડિંગના વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યા જે ગ્રુપના એડમિન હતા. તે ગ્રુપનું નામ VIP A8 8 Jeevan team હતું. ગ્રુપમાં રોજ ઓપ્શન ટ્રેડિંગને લગતા મેસેજીસ આવતા જે જોઈ જોઈને ક્યારેક ક્યારેક ટ્રેડિંગ એકાઉન્ટમાં ટ્રેડ કરતા હતાં. 

પ્લેસ્ટોરમાંથી  Anisha application ડાઉનલોડ કરાવી તે ગ્રુપમાં બધા પોતાના સ્ક્રીનશોટ શેર કરતા જે બાદ વોટ્સએપ નંબર વાળી વ્યક્તિઓ મેસેજ કર્યો કે, તમે રોજ ટ્રેડિંગ કરીને પ્રોફિટ કમાવ છો તો તમે અમારા ટીચર પરેશ સાથે વાત કરો અને તમે અમારી સાથે જોડાવ તો તમને વધુ નફો કમાઈ શકશો, તેમ કહી અને  Anisha application એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી.બાદમાં લાલચ આપનાર આકાશે વોટ્સએપ પર જણાવ્યું કે, તમારી પાસે જો 50 લાખથી એક કરોડ સુધીનું ઇન્વેસ્ટમેન્ટ હોય તો તમને સારો પ્રોફિટ કરાવી આપીશ. છેલ્લે 25 લાખ હશે તો પણ ચાલશે.

સાયબર ક્રાઇમે ગુનો નોંધી તપાસ હાથ ધરી
  IPOમાં રોકાણ કરવા માટેના રૂપિયાની માંગ કરતા 1 કરોડ 84 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. થોડા સમય બાદ તે નાણા ઉપાડવા કહેતા અલગ અલગ તારીખો આપી અને છેલ્લે નાણા પરત કર્યા નહોતા. આમ  લાલચ આપનાર આકાશે ફરિયાદી પરષોત્તમભાઈ મહેતા સાથે અલગ અલગ વોટ્સએપ નંબરથી વાતચીત કરી કુલ 1.84 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. આ ફરીયાદ પરથી સાયબર ક્રાઇમે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Recent Posts

BZ જેવુ વધુ એક મોટું કૌભાંડ આવ્યું સામે, 8000 રોકાણકારોના 300 કરોડ ડૂબ્યાં ! કંપનીને તાળા મારી સંચાલકો થયા ફરાર

ખ્યાતિ હોસ્પિટલ હત્યાકાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ પોલીસના સકંજામાં, અમદાવાદ એરપોર્ટ પરથી કરી ધરપકડ

સુરત પોલિસે 7 વર્ષીય બાળકીનું પરિવાર સાથે કરાવ્યું મિલાન, લોકોએ કામગીરીને બિરદાવી

Ahmedabad: કમલેશ શાહને ત્યાં પડેલા IT દરોડાની તપાસ અન્ય રાજ્યો સુધી પહોંચી, ચોકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા

Ahmedabad: અમરનાથ કો-ઓપરેટીવ બેંકના મેનેજરે લોકોના પૈસા કર્યા પોતાના ખાતામાં જમાં, કરોડોના કોભાંડની EOW માં નોંધાઈ ફરિયાદ

SOG એ બંગલાદેશી નાગરિકની કરી ધરપકડ, બોગસ દસ્તાવેજ બનાવી કરતો હતો આ કામ

ગુજરાતી ફિલ્મ "તારો થયો"ને સિનેરસીકોએ વખાણી

કોંગ્રેસના સાંસદ ઈમરાન પ્રતાપગઢીની મુશ્કેલીમાં થયો વધારો, જામનગરમાં થયેલી FIR રદ્દ કરવાની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી

લાડવેલ ચોકડી પાસે હાઇવે પર નીલ ગાય આવી જતાં અકસ્માત, 4 લોકોનાં ઘટનાસ્થળે મોત

આ યુવકોને રેસિંગ કરવી ભારે પડી, રાજકોટ પોલીસે બાતમીના આધારે 24 લોકોની ઝડપ્યા